________________
છે. ઈષ્ટના સમાગમ વિના આયુષ્યની એક પળ પણ વિતાવવી કઠણ પડે છે અને જીવન કેમ જશે તેની વિટંબણા ક્યારેક અકળાવે છે. ચિત્ત અન્ય સ્થળે રોકાયેલું હોવાથી વ્યવહારનાં કાર્યો અસ્તવ્યસ્ત જેવાં થઈ જાય છે, મિલનની ઝંખનામાં ઊંઘ વેરણ બને છે, ક્યારેક આંખોમાંથી અશ્રુબિંદુઓ પણ સરી પડે છે.
. પ્રેમનું સ્વરૂપ વિશુદ્ધ થતાં વિયોગનું દુઃખ મૌનપણે વેદાય છે. તેના બાહા ચિહ્નો અદશ્ય થાય છે, અંતરમાં શાંતતા વેદાય છે. વિયોગવેળાએ જે પ્રેમાગ્નિ જાગે છે તે પ્રમાગ્નિની જ્વાળા મોહ, વાસના, કષાયો, દોષો વગેરેને કચરાની જેમ બાળી નાંખે છે અને અંતરને સાફ કરે છે. વિયોગનું દુઃખ એને પરથી ઉદાસીન બનાવે છે. અંતરમાં પવિત્રતા અનુભવાય છે.
- આધ્યાત્મિક વિકાસ જીવના અધ્યાત્મવિકાસ અનુસાર વિરહની ચાર ભૂમિકા જોવા મળે છે : (૧) પ્રથમ ભૂમિકામાં ગુરુ સામે હોય, પરમાનંદમય અસ્તિત્વની ઉપસ્થિતિ હોય તો પણ જીવનું જોડાણ તેમની સાથે થતું નથી, તે“આનંદવિભોર બનતો નથી; અર્થાત્ તેના માટે ગુરુની ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્ છે. (૨) બીજી ભૂમિકામાં જીવને પ્રેમ પાંગર્યો હોવાથી ગુરુની ઉપસ્થિતિમાં આનંદનો અનુભવ થાય છે, પણ અનુપસ્થિતિમાં વિરહ વેદાતો હોવાથી દુ:ખનો અનુભવ થાય છે. આ ભૂમિકા ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ અને અનુપસ્થિતિમાં અનુપસ્થિતિની છે. (૩) ત્રીજી ભૂમિકામાં પ્રેમ શુદ્ધતર બન્યો હોવાથી સ્મરણ એટલું પ્રગાઢ બને છે કે ગુરુની અનુપસ્થિતિમાં પણ તેમની ઉપસ્થિતિ વેદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org