________________
પ્રસ્તાવ ૧
કન્યા આપે, તે શું યેગ્ય છે ? રૂપમાં રંભા જેવી આ કન્યા કયાં ? અને ગળતા કાઢવાળો હું કયાં ? જેમ હાથણ અને ગધેડાને સમાન ગમ કદી હોઈ શકે નહિ તેમ, આ કન્યાને અને મારો સમાગમ કદી હોય જ નહિ.” ૧૭૯-૧૮૦
રાજાએ કહ્યું – “આમાં તારે કઈ પણ જાતને વિચાર કરવાને નથી. દેવે જ આ કન્યાને વર તરીકે તને અર્પણ કર્યો છે; માટે તું મારી પુત્રીને પરણ. ૧૮૧ જે તું મારી આજ્ઞાને નહિ માનીશ તો (વિના મેતે) મરણ પામીશ.” તે પછી “બહુ સારું ” એમ તે કાઢીઆએ કબૂલ કર્યું એટલે રાજા પ્રસન્ન થયું. ૧૮૨ અને તેણે એક ક્ષણ વારમાં પિલી કન્યાના માતાને ઘેર ગાંધર્વ વિવાહની સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. ૧૮૩ કન્યાની માતા, આ વિવાહના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત હતી. તેણે તે ઉજજ્વળ વસ્ત્ર પહેરાવીને તથા હાથમાં કડાં વગેરે ધારણ કરાવીને પોતાની પુત્રીને રાજ પાસે હાજર કરી. ૧૮૪ પછી રાણીએ, જેને કંકણું વગેરે પહેરાવ્યાં હતાં એવા પેલા કઢીઆ વરને જોઈને રાજાને પૂછયું કે, કન્યાને પરણનારે વર કયાં છે?” ૧૮૫ એટલે રાજાએ પેલા કોઢીઆને બતાવ્યું કે તુરતજ રાણું મૂઈ પામીને ધરણું પર ઢળી પડી. પાછળથી કેટલાએક શીતળ ઉપચાર કરવામાં આવ્યા, ત્યારે તે જાગ્રત થઈ અને આ પ્રમાણે વિલાપ કરવા લાગી. ૧૮૬ અરે ઓ નિર્દય નાથ ! તમે આ દુષ્ટ ચેષ્ટા શી આરંભી છે ? અરેરે ! આવી સદ્દગુણસંપન્ન પુત્રી આવા કાઢીઆ વરને તમે કેમ આપો છો ? હાય ! તમારા ચિત્તમાં શું કોઈ ભૂત ભરાયું છે ? અથવા દૈવયોગે તમારી બુદ્ધિ શું નાશ પામી છે કે જે તમે મારા પ્રિય પતિ હેઈને આ રીતે વિપરીત થઈ બેઠા છો? ૧૭–૧૮૮ જેમ સર્પો વિશાળ શરીરવાળા અને કાંચળીથી ઢંકાયેલા હોઈને કુટિલ, કૂર ચેષ્ટાવાળા, અતિ ભયંકર અને મંત્રોથી
(૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org