SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વેસટ શ્રેષ્ઠીનું વર્ણન. નીચે જનારી પગથીઓની પંક્તિથી ભૂલભૂલામણુથી ભરપૂર છે.૨૮ કેટલાએક કૌતુકી લેકો એ વાવના પગથીઆપર કંકુના થાપા કરી કરીને વાવમાં ઉતરે છે પણ ફરીથી તેજ પગથીએ દ્વારા તે વાવમાંથી બહાર નીકળી શકતા નથી. (આવી ભૂલભૂલામણું ભરેલી તે વાવ છે.)૨૯ ઉકેશ વંશનું વર્ણન, હવે તે ઉપકેશ નગરમાં ઊકેશ નામનો એક ઉન્નત વંશ વિખ્યાત છે, કે જે માંહોમાંહે મજબૂત સંધિ—એટલે ઘણુજ સંપસલાહથી ભરેલે, સરળ અને ધનાદિની સંપત્તિથી શૂન્ય નથી પણ આંતરિક રીતે ભરપૂર છે -સમૃદ્ધિમાન છે. જેમ એક વંશમાં (વાંસના વૃક્ષમાં) ચિતરફ પાંદડાંઓ શોભી રહ્યાં હોય તેમ, એ ઊકેશવંશમાં ચોબાજુ પ્રસિદ્ધ એવાં અઢાર ગોત્રો શોભી રહ્યાં હતાં અને તે અઢારેમાંથી એક વિશાળ સ્થિતિવાળું શ્રેષ્ઠિગોત્ર અત્યંત પ્રસિદ્ધ હતું. ૧ વેસટ શ્રેષ્ઠીનું વર્ણન તે શ્રેષ્ટિગોત્રમાં “સટ” એવા નામથી પૃથ્વીમાં પ્રખ્યાત થયેલ અને મહાન ભાગ્યસંપત્તિ તથા વૈભવવાળે શ્રેષ્ઠી ઉત્પન્ન થયા. ૨ તેણે ઉપરાઉપરી ધનદાન કરીને યાચકોનાં ગૃહોને એવાં તો ભરપૂર કરી મૂકયાં કે જેથી દારિકને ત્યાં રહેવાનું સ્થાન નહિ મળવાથી તુરતજ ત્યાંથી દૂર ચાલ્યું ગયું.૩૩ તેની ઉજજવળ કીર્તિ જગતમાં એટલી બધી ફેલાઈ ગઈ કે ચંદ્રના ઉદય વિના પણ રાત્રિવિકાસી કમળો સદાને માટે વિકસ્વર રહેવા લાગ્યાં. ૪ ચંદ્રમા પિોતે પણ પોતાના સર્વોત્તમ ઐશ્વર્યથી તથા નવીન સૌમ્યતાથી તે શ્રેણીની સમાનતાને પામી શકતો ન હતો. ૩૫ વળી તેણે પોતાની અઢળક સંપત્તિથી ધનદેવ-કુબેરની જ જાણે તુલના કરી હતી, માત્ર (૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy