SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ તે ઉંચકાઈ રહી, અને અતિ અલ્પ પ્રયાસે મંત્રીએ કારીગર પાસે તે શિલાપાટને ગાડ ઉપર સુખેથી ચઢાવી દીધી. ૧૩૯–૧૪૦ તે વેળા રેતીના સમુદ્રરૂપ દુસ્તર મોર્ગમાં સહેલાઈથી તરવા જવા માટે તે શિલાપાટે મજબૂત પાટીયામાંથી બનાવેલ તે ગાડારૂપ વહાણને જાણે આશ્રય કર્યો હોય તેમ લાગતું હતું. ૧૪૧ પછી મંત્રીશ્વર પાતાકે શુભ મુહૂર્તે તે ગાડામાં વીશ બળદ જોડી દીધા અને સો. માણસો તેને વળગાડીને ત્યાંથી ચાલતું કર્યું. ૧૪૨ તેમજ પિતાના દેશના સીમાડા સુધી મોટા ઉત્સવપૂર્વક પિતે સાથે આવીને મંત્રી પોતાક ત્યાંથી ફર્યો. ૧૪૩ માર્ગમાં કેદાળીઓ વાળા માણસે ખાડા ખડીયાઓ પૂરી દઈને રસ્તા સપાટ કર્યે જતા હતા તેથી એ ગાડું દેવથી પ્રેરાયું હોય તેમ વેગથી આગળ ચાલવા માંડયું. ૧૪૪ માર્ગે જતાં ઠેક ઠેકાણે રખને પગલે પગલે તે શિલાપાટનું લેકે પૂજન વંદન કરતા હતા અને એમ કરતાં કરતાં અનુક્રમે તે શિલાપાટ “ખેરાલૂ' નામના નગર સમીપ આવી પહોંચી. ૧ કપ જ્યારે તે શિલાપાટ ત્યાં આવી ત્યારે એ નગરમાં રહેનારા સાથે તેનું પૂજન કરીને તેને પ્રવેશ મહેત્સવ કર્યો. ૧૪૬ પછી બીજે દિવસે ત્યાંથી તે આગળ ચાલી અને કેટલેક દિવસે સુખેથી ભાડુ ગામની સમીપ આવી પહોંચી. ૧૪૭ સાધુ દેશલે પિતાની એ શિલાપાટને ત્યાં સુધી આવેલી જાણી એટલે તે તથા તેનો પુત્ર બને જણું તેનાં દર્શન કરવા માટે ઉત્કઠિત બન્યા. ૧૪૮ અને તેજ સમયે શ્રી સિદ્ધસૂરીને તથા પાટણના સર્વ નાગર લેકને સાથે લઈ દેશલ ભાડુગામ ભણી ગયો. ૧૪૯ત્યાં જઈને તેણે જોયું કે શિલાપાટ અત્યંત શુદ્ધ છે અને ચંદ્રની કાંતિ સમાન ઉજજવળ છે, ત્યારે તેનાં નેત્રરૂપ ચંદ્રકાંત મણિમાંથી આનંદના અશ્રુઓ રૂપ અમૃત ગળી પડયું–શિલાપાટને જોઇને દેશનાં નેત્રોમાંથી હર્ષાશ્રુ ગળી પડયાં ૧૫૦ અને તેનાં નેત્રે હર્ષથી પ્રફુલ્લા (૧૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy