SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ-૧૧ કઠોર કર્મ બંધાવનારા વ્યાપાર-ધંધામ જેના વડે આકરા-તીવ્ર પાપકર્મોનું આદાન (ગ્રહણ) થાય એવા વ્યાપાર-ધંધાવ્યવસાયને કર્માદાન કહેવાય. કર્માદાન વડે આજીવિકા મેળવવાનું શ્રાવકોએ ત્યાગવું જોઈએ. ૧. અંગારકર્મ: જેમાં અગ્નિકાયના જીવોની પુષ્કળ હિંસા થતી હોય અને તે દ્વારા બીજા ત્રસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય તેવા વ્યવસાયને અંગારકર્મ કહેવાય. જેમ-લાકડા બાળીને કોલસાકરવા કોલસા પડાવવા, વેચવા, વેચાવવા, ભઠ્ઠીથી અનાજ શેકવા, ઈટો પકવવી, નળીયા પકવવા, કુંભાર, લુહાર, સોની વગેરેનો ધંધો કરવો; ત્રાંસુ, કલાઈ, સીસુ, પિત્તળ વગેરે બનાવવા-ઘડવા; કોલસાનો કોન્ટ્રાક્ટ રાખવો; બૉયલરોમાં કોલસા પૂરવાનું કામ કરવું, ઘાસતેલ, પેટ્રોલ, ઈલેક્ટ્રીક, પેટ્રોમેક્ષ વગેરે બત્તીઓ, દીવાસળી વગેરેનો વેપાર કરવો, એજીન ચલાવવા, જેમાં વીજળી વગેરેનો ખૂબ વપરાશ થતો હોય તેવો વ્યવસાય કરવો, અગ્નિની ભઠ્ઠીઓથી લોખંડ ઓગાળી રેલવેના પાટા વગેરે બનાવવાના વ્યવસાયમાં જોડાવું. ટુંકમાં-અગ્નિકાયની અને તેમાં પડતા અનેક ત્રસ વગેરે જીવોની હિંસા થતી હોય તેવો વ્યવસાય કે નોકરી વગેરેનો ત્યાગ કરવો. ૨. વનકર્મ: જેમાં વનસ્પતિકાયની પુષ્કળ હિંસા થતી હોય અને તે વનસ્પતિમાં રહેલ ત્રસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય તેવા વ્યવસાયને વનકર્મ કહેવાય-જેમ કાપેલા કે નહિ કાપેલા જંગલો, ઝાડ, પાંદડા, ફળો, ફૂલો, કંદ, મૂળીયા, ઘાસ, લાકડા, છાલ વગેરેને કપાવવા-વેચવા, અનાજ દળવા-ખાંડવાનો વ્યવસાય કરવો, જંગલને પાણી પાવું, વૃક્ષો ઉગાડવા વગેરેનો વ્યવસાય કરવો; જંગલના બીડ લેવા, વેચવા, કપાવવા, વાવવાં, બગીચા, વાડીઓ વગેરે વવરાવવા-ઉછેરવા દાતણનો કોન્ટ્રાક્ટ રાખવો, કપાવવા, ખરીદવા, વેચવાં; કઠોળની દાળો બનાવરાવવી; મેંદો-સોજી બનાવરાવવા; આટો દળવાની, ડાંગર ખાંડવાની વગેરે ફેક્ટરીઓ ચલાવવી વગેરે વ્યવસાયો કે તેમાં નોકરી કરવાનો ત્યાગ કરવો. ૩. શકટકર્મ : ગાડા, ગાડાની ધુસરી, પૈડા વગેરે અંગો ઘડવા, ઘડાવવા, વહન કરવા, કરાવવા, વેચવા, વેચાવવા સાયકલ, સ્કૂટર, કાર, રીક્ષા, ટેક્ષી, ટ્રેઈન, વિમાન વગેરે બનાવવા, વેચવા, વેચાવવા, તેના અંગો વગેરે ઘડવા, ઘડાવવા, વેચવા, વેચાવવા વગેરે દ્વારા વ્યવસાય કે નોકરી કરવી. (યાંત્રિક વાહનોથી પજવનિકાયની હિંસા, રસોડાનું તત્ત્વજ્ઞાન - ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy