________________
ગાદલાના કવર વગેરે ખૂબ મેલા રાખવાથી તેમાં માંકડ થવાની સંભાવના છે. લાકડામાં પણ માંકડ થાય છે. જે ઓરડામાં કે પલંગ વગેરેમાં માંકડ થયા હોય તેનો ઉપયોગ થોડા દિવસ પૂરતો બંધ કરી દેશો તો માંકડો આપોઆપ ચાલ્યા જશે. માંકડોને જાળવીને એક વાડકીમાં લઈને તેમને બીજે ઠેકાણે જુના લાકડામાં મુકી શકાય. માંકડને મારી નાંખવા, મારી નાખવાની દવાઓ વાપરવી તે શ્રાવક માટે જરાય ઉચિત નથી. માંકડ થયા હોય તેવા ગાદલા-ખાટલા વગેરે તડકે મૂકવાથી તો માંકડો મરી જાય છે, માટે તેમ ન કરવું. માંકડોને મારી નાખવાથી તેના કલેવરમાંથી ફરી ઘણાં માંકડો પેદા થાય છે. જ વાંદાન થાય તે માટે સ્વચ્છતા જરૂરી છે. વોશ મશીનમાં, મોરીમાં, બાથરૂમસંડાસ વગેરેમાં ભીનાશ ન રહેવા દેવી. એક મોટા ડબ્બામાં નાળિયેરના છાલા, જૂના કપડા, થોડા કોલસા વગેરે ભરીને ઉપર ખાખરા કે કડક પૂરીના ટુકડા મૂકો. જ્યાં વાંદા થયા હોય ત્યાં આ ડબ્બો મૂકો. વાંદાઓ આ ડબ્બાના પોલાણમાં આવીને ભરાઈ જશે. ૪-૫ દિવસ પછી સાંજના સમયે ડબ્બો દૂર કોઈ અવાવરૂ સુરક્ષિત સ્થાનમાં જઈ ખાલી કરી દેવો. વાંદા થવાની સંભાવના હોય ત્યાં કેરોસીનનું પોતું મારવાથી પણ વાંદા થશે નહીં. વાંદાને મારી નાખવા તેની દવાઓ છાંટવી એ બિલકુલ બરાબર નથી. કુરતા એ મિથ્યાત્વ છે. તે ભવભ્રમણ, ભયાનક દુઃખો અને દુર્ગતિઓને ખેંચી લાવે છે, જે બીજાને મારે છે, તેને અનેક ભવો સુધી મરવું પડે છે. દેવીકા મહાદેવી પ્રોડક્ટ્સની એક હર્બલ મેડીસીન બજારમાં મળે છે, તે મલમ ઘરમાં અમુક જગ્યાએ લગાવી દેવાથી વાંદા થતા નથી, થયા હોય તો ચાલ્યા જાય છે. વાંદા તેનાથી મરતા નથી. આવું જાણવા મળ્યું છે, છતાં ખાત્રી કરવી યોગ્ય. (દેવીકા મહાદેવી આ પ્રોડક્ટ્સ, ૪૩/ હુસેન મેનોર, બમનજી પેટીટ રોડ, પારસી જનરલ હોસ્પિટલની ગલી, કેન્ટસ કોર્નર, મુંબઈ-૩૬.) જ નવું મકાન બનાવતી વખતે સ્લેબ ઉપર લાદી જતાં પહેલા ડામરના રસનું પાતળું પડ પાથરી દેવાથી મકાનમાં ઉધઈ થતી નથી. ગેરૂ કે ચૂનાથી મકાન ધોળવાથી પણ ઉધઈ થતી નથી. પુસ્તક, કપડા વગેરેના કબાટોમાં ઘોડાવજ કે ડામરની ગોળી મૂકવાથી ઉધઈ થતી નથી. પુસ્તક, ફર્નીચર કે દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો તે જીવોને ખૂબ જ જયણાપૂર્વક ત્યાંથી લઈ દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવી. ઉધઈ થઈ હતી તે જગ્યા સંપૂર્ણ જીવાતરહિત થઈ ગઈ છે, તેવી ખાત્રી કર્યા બાદ ત્યાં કેરોસીન નીતરતું પોતું ફેરવી દેવું. તો ફરી ઉધઈ આવશે નહીં. ઉધઈ માટે પેસ્ટ
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૫૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org