________________
૧૫. અનંતકાય : જુઓ પાઠ ૫.
૧૬. સંધાન : લીંબુ, મરચાં, બીલી, બીજોરા વગેરેનું બોળ અથાણું અભક્ષ્ય છે. અથાણાંના ભક્ષ્ય-અભક્ષ્યની વિશેષ જાણકારી માટે જુઓ પાઠ 3.
૧૭. બહુબીજ : જે ફળોમાં બીજો વચ્ચે અંતર ન હોય, બધા બીજો ઉપર ફરી વળેલું એક પડ હોય અર્થાત્ બીજો એકબીજાને અડીને રહેલા હોય તેને બહુબીજ કહેવાય.. કોઠીબડાં, ટીંબરું, કરમદા, રીંગણાં, ખસખસ, રાજગરો, પંપોટા, અંજીર વગેરે બહુબીજ છે. આમાં પ્રત્યેક બીજે અલગ અલગ જીવ હોવાથી હિંસા ઘણી છે માટે અભક્ષ્ય ગણાય છે. જે ફળમાં ઘણાં બીજ હોવા છતાં અંતરપડ હોય છે તે અભક્ષ્ય નથી. જેમકે દાડમ, ટીંડોરા વગેરે.
૧૮. ઘોલવડા : ઘોલવડા એટલે દ્વિદળ. આ માટે જુઓ પાઠ
-
૧૯. તુચ્છફળ : જે ફળમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધુ હોય છે, તે તુચ્છફળ ગણાય છે. વળી તુચ્છફળ ખાધા પછી ફેંકી દેવામાં આવતાં ઠળિયાને મુખની લાળ લાગેલી હોવાથી અસંખ્ય લાળીયા જીવો તથા અસંખ્ય સંમૂર્ચ્છિમ મનુષ્યો
ર.
વધુ સમય કેળા, વટાણા, કાકડી, ટમેટાં વગેરે ફ્રીજમાં રહે તો તેનો રંગ બદલાઈ જાય છે. અમુક ફળો તો ઠંડા વધુ હોય તેમ જલ્દીથી તેમાં માઈક્રોબ તરીકે ઓળખાતા જંતુ પડી જાય છે. ઘણા ઘરોમાં ફ્રીજ આવ્યા પછી શરદી, ઉધરસ અને આંતરડાની બિમારી વધવા માંડી છે. ફ્રીજમાં રાખેલી વસ્તુઓ આરોગ્ય માટે ખતરનાક છે. ઉપર ઉપરથી ભલે તે ચીજો તાજી લાગે, પણ અંદરથી તો રોગ ક૨ના૨ા જંતુના ભંડાર જેવી બની હોય છે.
Jain Education International
૨૨ અભક્ષ્યના નામોમાં સાક્ષાત્ મીઠાનું નામ દેખાતું નથી, તેથી તે સર્વથા અભક્ષ્ય છે એમ કહી શકાય નહીં. - સેનપ્રશ્ન ગ્રન્થમાંથી સ્ટિવન સોન્સીનો નામનો બ્રિટનનો વિજ્ઞાની કહે છે કે “તમે માની લો છો કે ફ્રીજમાં રાખેલી ચીજ દેખાવથી, વાસથી કે ટેસ્ટથી ખાસ બગડતી નથી. પરંતુ એ ભ્રમણા છે. બે-ત્રણ દિવસમાં તો તે ચીજોમાં સારા એવા પ્રમાણમાં હાનિકારક જંતુઓ પેસી ગયા હોય છે. આધુનિક ઢબથી રાંધેલી વાનગી, પુલાવ વગેરે કલાકો સુધી ફ્રીજમાં રાખ્યા પછી ખાવાથી નવા રોગો ઊભા કરે છે.’’
For Private & Personal Use Only
રસોડાનું તત્ત્વજ્ઞાન
૪૦
www.jainelibrary.org