SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાધારણ વનસ્પતિને ઓળખવાના લક્ષણો: અમુક વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિ છે કે સાધારણ વનસ્પતિ? તે જાણવા માટે અહીં ચાર લક્ષણો બતાવવામાં આવ્યાં છે : ૧. સાધારણ વનસ્પતિની નસો, સંધિ અને પર્વ (ગાંઠ) ગુપ્ત હોય છે. શેરડીના સાંઠાની નસો વગેરે સ્પષ્ટ દેખાય છે, જ્યારે કુંવારમાં નસો, સાંધા અને પર્વ હોવા છતાં દેખાતા નથી. તેથી શેરડીને પ્રત્યેક વનસ્પતિ તરીકે અને કુંવારને સાધારણ વનસ્પતિ તરીકે ઓળખી શકાય છે. ૨. સાધારણ વનસ્પતિને ભાંગતાં સરખા ભાગ થાય છે : મૂળ, કંદ, થડ, છાલ, પાંદડાં, ફળ, ફૂલ, બીજ આદિ તમામ સાધારણ વનસ્પતિને ભાંગતાં સરખા જ ભાગ થાય છે-વાંકાચૂકાં કે ખાંચાવાળા કટકા થતાં નથી. જેમ એરંડાના પાંદડાને ભાંગતાં વાંકાચૂકાં અને ખાંચાવાળા કટકાં થાય છે, જ્યારે ઝાર (પીલુ) ના પાંદડા ભાંગીએ તો તુરત સીધા બે ભાગ થઈ જાય છે. એથી એરંડાના પાંદડા પ્રત્યેક વનસ્પતિ છે અને ઝારના પાંદડા સાધારણ વનસ્પતિ છે-તે જાણી શકાય છે. ૩. સાધારણ વનસ્પતિને ભાંગતાં તાંતણાં જણાતાં નથી: ગુવારને ભાંગતાં તાંતણા દેખાશે, જ્યારે શક્કરિયાને ભાંગતાં તાંતણાં (રેસાઓ) જણાશે નહિ. આ ઉપરથી ગુવાર પ્રત્યેક વનસ્પતિ છે અને શક્કરિયા સાધારણ વનસ્પતિ છે-તે જાણી શકાય છે. ૪. સાધારણ વનસ્પતિને કાપ્યા છતાં તે ફરી ઊગે છે : અરે ! ગમે તે ભાગ કાપીને ગમે તે રીતે ઊગાડવામાં આવે તો પણ ફરી ઊગે છે. જ્યારે પ્રત્યેકમાં તેવું થતું નથી. લીમડાના વૃક્ષને કાપ્યા પછી ફરી ઊગતું નથી, જ્યારે થોર (થુવેર) ને કાપ્યા પછી ફરી ઊગે છે, કુંવારને કાપીને અદ્ધર લટકાવીએ તો ફરી વધે છે. આ ઉપરથી લીંમડાનું વૃક્ષ પ્રત્યેક વનસ્પતિ છે અને યુવેર કે કુંવાર સાધારણ વનસ્પતિ છે તે જાણી શકીએ છીએ. ઉપરના ચારેય લક્ષણોથી સાધારણ અને પ્રત્યેક વનસ્પતિને ઓળખી શકાય છે. લીમડાનું મૂળ અને મૂળો તપાસતાં, ટામેટું અને બટાટું તપાસતાં, કોબી અને ડુંગળી તપાસતાં ઉપરના લક્ષણોને આધારે તેઓ પ્રત્યેક છે કે સાધારણતે નક્કી કરી શકાય છે. પ્રત્યેક વનસ્પતિ અતિ કોમળ અવસ્થામાં અનંતકાય જ હોય છે, તે બાબત રસોડાનું તત્ત્વજ્ઞાન - ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy