SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર-૫ : ખરા ખોટાં લખો. ખોટા સુધારી સાચા જવાબ લખો. કારણ જણાવો. (૧) પુરણપુરી બે રાત સુધી ચાલે. (૨) દૂધનો માવો ચોમાસામાં ૧૫ દિવસ સુધી ચાલે. (૩) બજારના પેંડા પ્રભાવનામાં આપવામાં કોઈ દોષ નથી. (૪) ગુલાબજાંબુ, ઘારી વગેરે શિયાળામાં ૩૦ દિવસ સુધી ચાલે. (૫) જલેબી ભક્ષ્ય છે. (૬) બજારમાં હલવો મળે છે તે ખાવામાં કોઈ દોષ નથી. (૭) આંબલીની ચટણી ચાર દિવસ સુધી ચાલે. (૮) રાયતાનો કાળ૪ પ્રહરનો છે. (૯) ઘેંસનો કાળ૮ પ્રહર છે, માટે તે રાત્રે ખાવામાં દોષ નથી. (૧૦) બરફના ગોળા ઉપર જે શરબત છાંટવામાં આવે છે તે ભક્ષ્ય છે. (૧૧) દળેલો લોટ ઉનાળામાં ૩૦ દિવસ સુધી ચાલે. (૧૨) શેકેલા ચણા, મમરા, ધાણી વગેરે ગમે તેટલા દિવસ સુધી ચાલે. (૧૩) નરમ બુંદી શિયાળામાં ૩૦ દિવસ સુધી ચાલે. (૧૪) ઉનાળાના અંતે બનાવેલા ફાફડાનો કાળ ૨૦ દિવસનો સમજવો. (૧૫) બુંદીના લાડુ બનાવીને તુરત જ ડબ્બામાં ભરી દેવા, જેથી બગડે નહીં. (૧૬) ચુરમાના લાડુ બીજે દિ' પણ ખવાય. (૧૭) બજારની મિઠાઈ, ફાફડા, સેવ, ખાખરા, ચવાણું, ભેળ, બિસ્કીટ વગેરે ખાવામાં દોષ નથી, કેમકે તે કયારે બન્યા તેની આપણને ખબર નથી. જે દિવસે લઈએ તે દિવસ કાળ ગણીએ તો પણ ચાલે. (૧૮) લોટનો કાળ થયા પહેલા ખોરો થઈ જાય તો અભક્ષ્ય બનતો નથી. (૧૯) કોઈપણ પ્રકારના મેવા ઉનાળા-ચોમાસામાં અભક્ષ્ય છે. (૨૦) ચોમાસામાં સૂકું ટોપરૂં ગમે તેટલા દિવસ ચાલે. લીલું ટોપરૂં આજે ફોડેલું આજે જ ચાલે. (આવા કોઈ પણ પ્રશ્નો પૂછી શકાય.) -૪-૪-૪ સરગવાની શીંગ ઢાળમાં, શાકમાં ઉપયોગમાં લેવાય છે. ખાતી વખતે તેના એંઠા છાલ-રેસા વગેરે ફેંકી દેવા પડે છે, તેમાં ૪૮ મિનિટે અસંખ્ય સંમૂર્ણિમ મનુષ્યોની હિંસાની પરંપરા ચાલે છે. માટે જ વાપરથી શ્રેષ્ઠ છે. ડાર શીંગોડા તળાવમાં વેલા ઉપર થાય છે. તેની આસપાસ ખૂબ જ ત્રસજીવો ઉત્પન્ન થાય છે. તથા પાણીમાં ખૂબ સેવાલ થયેલી હોય છે. માટે શીંગોડાનવપરાય. સોપારી ચોમાસામાં આજની ભાંગેલી આજે જ ચાલે. બીજે દિવસે નીલફુગ થવાના કારણથી ન ખવાય. રસોડાનું તત્ત્વજ્ઞાન - ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy