________________
જાય છે. જ્યારે ચાસણી ત્રણ તારવાળી થાય ત્યારે પાકી ચાસણી થઈ સમજવી. જ્યાં સુધી બે કે અઢી તાર નીકળે ત્યાં સુધી ચાસણી કાચી સમજવી. પૂરા ત્રણ તાર ખેંચાય ત્યારે જ પાકી સમજવી. આવો છુંદો, મુરબ્બો પણ લાંબો સમય સુધી ચાલે છે.
(૭) છુંદો, મુરબ્બો વગેરે ચૂલા પર પણ કરવામાં આવે છે. એમાં પહેલા ખાંડને ચૂલે ચડાવી તેમાં છુંદાની છીણકે મુરબ્બાના ટુકડા નાખવામાં આવે છે. પછી ચાસણી ત્રણ તારવાળી થાય ત્યાં સુધી હલાવતાં રહેવું પડે છે. ચાસણી પાકી થઈ ગયા બાદ તેને ચૂલેથી ઉતારી ઠંડું થઈ ગયા બાદ કાચની બરણી વગેરેમાં ભરી લેવાય છે. આવા છુંદા, મુરબ્બા પણ લાંબા સમય સુધી ચાલે છે.
(૮) કેર, મરચાં વગેરેને કાચી કેરીના ખાટા પાણીમાં અથવા લીંબુના રસની ખટાશમાં ત્રણ દિવસ પલાળીને પછી બહાર કાઢીને ફરી ત્રણ કે વધુ દિવસ તડકે બરાબર સૂકાવીને બંગડી જેવા કર્યા બાદ સરસિયાના તેલમાં રાઈ વગેરે ફીણીને પછી કેર કે મરચાને અંદર ડૂબાડવામાં આવે છે. આવા અથાણા પણ લાંબો સમય ચાલે છે.
લાંબો સમય ચાલતાં અથાણાં, છુંદા, મુરબ્બા માટે ખૂબ જ ચીવટથી ઝીણવટભરી કાળજી લેવીં પડે છે. જો તેવી કાળજીમાં ખામી રહી જાય તો એ અથાણાં વગેરે અસંખ્ય બેઈન્દ્રિય જીવો અને નીલ-ફુગનું ઉત્પત્તિસ્થાન બની જાય છે. અથાણાં અભક્ષ્ય બને છે અને આરોગ્ય પણ બગાડે છે. નીચે મુજબની મહત્ત્વની કાળજી લેવી.
આવા
(i)
મુરબ્બા વગેરેની ચાસણી જો નરમ રહી જાય તો ૧૦-૨૦ દિવસમાં જ નીલફુગ થઈ જવાનો સંભવ રહે છે. માટે ત્રણ તારવાળી પાકી ચાસણી કરવી. ચાસણી ત્રણ તારી કરવાથી ઢીલા ગોળ જેવો મુરબ્બો થશે.
(ii) સૂકવણી જેવી તેવી કરાય, બરાબર તડકા ન દેવાય તો તે અથાણાં વગેરે ત્રણ દિવસથી વધુ ચાલી શકે નહીં, માટે કડક બંગડી જેવા કરવા. ત્રણ, પાંચ, સાત કે પંદર દિવસ પણ તડકો આપવો પડે.
(iii) અથાણાં વગેરે કરતાં પાણીનો અલ્પ પણ સ્પર્શ ન થવા દેવો. પાણીવાળા હાથ હોય તો તે બરાબર કોરા કરવા.
(iv) અથાણાં વગેરે ભરવાની બરણી ગરમ પાણીથી બરાબર સાફ કરીને કોરી
રસોડાનું તત્ત્વજ્ઞાન
૧૮
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org