________________
૪) કાચા દૂધની તપેલી કે કાચા દહીં, છાશના ભાજન ખુલ્લા ન રાખવા. કેમકે તેમાં
અજાણે કઠોળનો દાણો કે મેથીની ભાજીનું પાંદડું વગેરે પડી જાય તો તુરત તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો પેદા થઈ જાય. વળી કાચા દૂધ, દહીં, છાશના વાસણને કારણ વિના અડવું નહીં. અડવાની-લેવાની જરૂર પડે તો એવી રીતે કાળજીથી લો કે દૂધ, દહીં કે છાશનો અંશ પણ તમારા હાથને લાગે નહીં. જો લાગી જાય તો ધોઈ અલગ રૂમાલથી સાફ કરવો. શક્ય બને તો છાશ, દહીં વગેરે એમના ઘેર વપરાતા હોય તેઓએ તેના વાસણ, તેને લૂછવાનો રૂમાલ વગેરે અલગ રાખવા
અને અલગ ધોવા. ૫) મેથી દ્વિદળ છે, તેથી તે સંબંધમાં ભૂલ ન થાય તેની કાળજી રાખવી જેમ-મેથી
નાખેલ અથાણા સાથે કાચા દૂધ, દહીં, છાશ કે શીખંડ વગેરે ન વપરાય, મેથીના વઘારવાળી કઢી હોય તો તે સાથે કાચા દૂધ, દહીં, છાશ કે શીખંડ વગેરે ન લેવાય. મેથીની જેમ મેથીની ભાજી પણ કઠોળ ગણાય છે, તેથી મેથીના થેપલા (ઢેબરાં). બનાવતી વખતે વપરાતી છાશ પહેલા એકદમ ગરમ કરેલી હોવી જોઈએ. નહીં તો મેથીના પાંદડાં અને છાશ ભેગા થતાં જ અસંખ્ય બેઈન્દ્રિય જીવોનો સંહાર થશે. વળી આ મેથીના ઢેબરાં કાચા દહીં વગેરે સાથે ન વપરાય. છાશ કે દહીંની કઢી બનાવતી વખતે છાશ કે દહીંને એકદમ ગરમ કર્યા પછી જ ચણાનો લોટ ભેળવાય. નહીં તો કાચા કે સામાન્ય ગરમ કરેલ દહીં-છાશ સાથે ચણાનો લોટ ભેળવતાં જ અસંખ્ય બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જશે. ઢોકળાકે
હાંડવાનો બોળો પણ છાશને બરાબર ગરમ કરીને પછી જ કરાય. ૮) કઢી સાથે જો શીખંડ વાપરવાનો હોય તો કઢીમાં ચણાના લોટને બદલે ચોખાનો
લોટનાખવો. અને વઘારમાં ભૂલેચૂકે પણ મેથીનો ઉપયોગ ન કરવો. કેમકે ચણા, મેથી કઠોળ છે અને શીખંડમાં કાચુ દહીં હોય છે. શીખંડ ઘરમાં કે જમણવારમાં બનાવાય ત્યારે ભૂલેચૂકે કઠોળવાળી એકપણ આઈટમન બનાવવી. શીખંડ સાથે લીલાં-સૂકાં કઠોળના શાક, કેળાવડા, ચણાના ખમણ, ખમણની ચટણી, મગની દાળ, પાપડ, ચણાના લોટવાળી કે મેથીના વઘારવાળી કઢી વગેરે ચાલી શકે નહીં. શીખંડ જ ન કરાય તો સારું. છેવટે કેટલાક લોકો શાક શીંગદાણાનું, ખમણ ચોખાના લોટના, કઢીમાં ચોખાનો લોટ
રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૩
૯)
જી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org