SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈનો એક ધનાઢય વેપારી પરદેશ જાય ત્યારે પણ ત્યાં કદાપિ રાત્રિભોજન કરતો નથી. તપોવની એક બાળક વેકેશનમાં મુંબઈ પોતાને ઘેર ગયો. માતા-પિતા તેને રાત્રે ચોપાટીએ લઈ ગયા. તે બાળકે રાત્રિભોજનન કર્યું દીકરાની મક્કમતા નિહાળીને માતાપિતાને જાત ઉપર ફિટકાર વરસ્યો. આખા ઘરે સદા માટે રાત્રિભોજનનો ત્યાગ કરી દીધો. પૂર્વના કાળમાં માતા-પિતાઓ સંસ્કારી અને ધર્માત્મા હતા. આજે જમાનો પલટાયો છે. શિબિરો, તપોવનો વગેરે દ્વારા સંતાનો ચુસ્ત ધર્મી બનવા લાગ્યા છે, અને ઘરનો દીવો બનીને ઘરના સૌને ધર્મી બનાવવા લાગ્યા છે. સંતાનો ખાતર પણ માતા-પિતાઓએ રાત્રિભોજન છોડી દેવું જોઈએ. રાત્રિભોજનના ત્યાગી અને પવિત્ર માતા-પિતાના સંતાનો સાત્ત્વિક, ગુણીયલ, પવિત્ર વિચારવાળા અને દુષણથી મુક્ત હશે. करोति विरतिं धन्यो, यः सदा निशिभोजनात् । મોડદ્ધ પુરુષાયુષણ્ય, વિવશ્વમુપોષિત: રૂ/દરા જે સદા રાત્રિભોજનનો ત્યાગ કરે છે, તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. રાત્રિભોજનના ત્યાગીને અડધી જીંદગીના ઉપવાસનું ફળ મળે છે.' બે દિવસ રાત્રિભોજનના ત્યાગથી એક ઉપવાસનું ફળ મળે છે, એક મહિનાના રાત્રિભોજનના ત્યાગથી ૧૫ ઉપવાસનું ફળ મળે છે, એક વર્ષના રાત્રિભોજનના ત્યાગથી છ માસના ઉપવાસનું ફળ મળે છે, અને આખી જીંદગીના રાત્રિભોજનના ત્યાગથી અડધી જીંદગીના ઉપવાસનું ફળ મળે છે. જેઓ માસક્ષમણાદિ તપ કરીને પારણે પાછા રાત્રિભોજન ચાલુ કરે છે, તેમના તપની શું કિંમત? માસ-ક્ષમણ જેવી તપશ્ચર્યા કરનાર સહેલાઈથી રાત્રિભોજન ત્યાગી શકે છે, માટે તેની ઉપેક્ષા કરવી ઠીક નથી. અપેક્ષાએ તો સદા રાત્રિભોજનનો ત્યાગ કરવો તે વધુ ઉત્તમ છે. रजनीभोजनत्यागे, ये गुणाः परितोऽपि तान् । न सर्वज्ञाद् ऋते, कञ्चिदपरो वक्तुमीश्वरः ॥३/७० ॥ ‘રાત્રિભોજનના ત્યાગમાં જે સર્વ પ્રકારના ગુણો-લાભો ઉત્પન્ન થાય છે. તેને સર્વજ્ઞ ભગવાન સિવાય બીજા કોઈ કહેવા સમર્થ નથી.” રાત્રિભોજન વિષે આટલી વાત જાણ્યા પછી રાત્રિ-ભોજન કરવાનું કે કરાવવાનું રસોડાનું તત્ત્વજ્ઞાન - ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy