SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તુટવું, શરદી, અજીર્ણ, ખરાબ ઓડકાર, ઝાડા, ભોજનની અરૂચિ, આંખનું તેજ ઘટવું, દાંતમાં સડો થવો, મગજશક્તિ ઘટવી, ચીડીયો સ્વભાવ બનવો, કામવાસના ઉત્પન્ન થવી વગેરે અનેક દોષો પેદા થાય છે. ભોજન પચાવવા માટે જરૂરી ઓકિસજનનું પ્રમાણ સૂર્યની હાજરીમાં મળે છે, માટે આરોગ્યની દૃષ્ટિએ રાત્રિભોજન કુપથ્ય છે. ડૉ. એસ. પેરેટ (એમ.ડી.) સ્વાસ્થ્ય અને જીવન નામના પુસ્તકમાં લખ્યું છે કે, “એક હૃદયરોગીને રાત્રે ખાવાથી ખૂબ બેચેની રહેતી હતી; અને હૃદયમાં દુઃખાવો થતો હતો. તેણે સૂર્યાસ્ત પછી જમવાનું છોડી દીધું, તેથી હૃદય વગેરે બરાબર કામ કરતા થઈ ગયા. 55 ડૉ. રમેશચન્દ્ર મિશ્ર જણાવે છે કે, “ભારતમાં પેટની બિમારી માટે અયોગ્ય ભોજન અને સૂર્યાસ્ત પછીનું ભોજન જવાબદાર છે.” રાત્રે જે તે ખાઈને આરોગ્ય ખતમ કરવું; અને દવાઓ ખાઈ ખાઈને જીંદગી ચલાવવી એ કેટલી મુર્ખતા કહેવાય ! યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, ‘રાત્રિભોજન કરતાં ભોજનમાં કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિનો નાશ થાય છે. જૂ આવી જાય તો જલોદર થાય છે. માખી આવી જાય તો ઉલ્ટી થાય છે. કરોળીયો આવી જાય તો કોઢ થાય છે. લાકડાની ફાંસ આવી જાય તો તાળવું વીંધાઈ જાય છે. ગળામાં વાળ આવી જાય તો સ્વરભંગ થાય છે. જો વીંછી કે સર્પનું ઝેર આવી જાય તો મૃત્યુનું પણ સંકટ ઊભું થાય છે.’ वासरे च रजन्यां च खादन्नेव तिष्ठति । ગૃ૫-પુચ્છ-પરિભ્રષ્ટ સ્પષ્ટ સ પશુરેવ દિ॥૩/૬૨ા : યોગશાસ્ત્રના આ શ્લોકમાં રાત્રિભોજન કરનાર માટે કડક શબ્દો વાપર્યા છે. ‘જે દિવસે અને રાત્રે ખા ખા કરે છે, તે ખરેખર સ્પષ્ટપણે શીંગડા અને પુંછડા વિનાનો પશુ જ છે.’ યોગશાસ્ત્રના અધ્યાય ત્રણના ૬૧મા શ્લોકમાં કહ્યું છે કે, ‘જે ભોજનમાં જીવોનો સંહાર છે, તેવું રાત્રિભોજન કરનાર મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કઈ રીતે પાડવા ? અલબત્ત રાત્રે કોણ ખાય ? જે રાક્ષસ હોય તે ખાય. માણસ કદી રાત્રિભોજન ન કરે. કેમકે રાત્રિ-ભોજનમાં જીવોનો મોટો સંહાર છે.’ Jain Education International For Private & Personal Use Only રસોડાનું તત્ત્વજ્ઞાન - ૬ www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy