SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ખાવુંપીવું પેટને પુછી, ઔષધ લેવું વૈદ્યને પુછી, મુહૂર્ત કરે જોષીને પુછી, અન્ન લાવે અસલને પુછી. ગુણવત્તા ઉંચી ખાનપાનની અસલને જે પરખે, દવાખાના તો દૂર રહે, ને રોગ કદીના ભરખે. માનવપ્રાણી છે અન્નાહારી, નહિં તે શાકાહારી, અન્નાહારી હુષ્ટપુષ્ટ, ને માંસાહારી દુષ્ટ બને. જીવન ટકે છે અન્નથી, ને જીભને ગમે છે મેવા, પેટ માંગે ત્યારે આપીએ, તે સૌથી મોટી સેવા. રોજ સવારે ઝાડે ફરવા, ઠાંસીને નવિ ખાયે, માથું ઠંડું થાયે, વૈદ્યજી ટાઢા પાણીએ હાયે. રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. ભોજનપાણી સર્વે કામ સૂર્યપ્રકાશની સાથે, તનમનને વિશ્રામ આપે, ચંદામામા રાતે. ધૂપ કરે અસલી ગુગળ, ને દીવા કરે છે ઘી, સાંજ સવારે ધૂપદીપથી, થાયે વાયુશુદ્ધિ. રાત્રિએ નહિં ભોજનભાણા, કંદમૂળ નહિ ખાણા, બોળ-અથાણા રોગના થાણા, પરસ્ત્રીમાં નહિગાણા. જન્મે જે માનવ થયા, માંસાહારથી દાનવ થયા, હિંસક માંસાહારથી, અનંતા નરકે ગયા. જમણા સ્વરમાં ભોજન, ને ડાબા સ્વરમાં પાણી ડાબો-જમણો બંને સાથે, બંધ ભોજનપાણી. ચોમાસામાં આકાશજળનું, ટાંકુ ભરવું ખાસ, જળપ્રદુષણથી બચવા માટે, પીવું બારે માસ. ઘઉને તો પરદેશી જાણું, જવ છે દેશી ખાણું, મગની દાળને ચોખા મળે તો, લાંબુ જીવી જાણું. ઘઉં ખાવાથી શરીર ફલે, જવ ખાવાથી ઝૂલે, મગને ચોખા ના ભુલે તો, બુદ્ધિ બારણા ખુલે. નવા ઘઉંથી પેટ દુ:ખે, થાય મરડોને આમ, ઘઉંનો મેંદો અતિશય ભારે, પેટ રહે છે જામ. ચરબીતત્ત્વ છે સૌથી ઉંચું, કફકારક છે ઘઉં, ચરબીતત્ત્વ છે સૌથી નીચું, સર્વશ્રેષ્ઠ છે જવ. જવ તો છે સોનાની લગડી, ઘઉંથી જાયે બગડી, મગની સાથે ચોખા રગડી, ઘઉંને મેલો તગડી. જવથી રહે નિરોગી કાયા, છોડવી ઘઉની છાયા, રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy