SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મોભાથી જીવે છે, જેઓ કસાઈઓ કરતાં પણ ખરેખર તો ભૂંડા છે. દિવસને અંતે ઓપરેશન થિયેટરનો તમામ માનવ-એંઠવાડ, ઊભરાતી બાલદીઓ, મૃત્યુ પામેલાં અને ટળવળતાં મનુ-સંતાનોને દાટી દેવામાં આવે છે અથવા ભઠ્ઠીમાં નાંખીને બાળી નાખવામાં આવે છે. જેથી સામાન્ય નાગરિકોની નજરે આ લા કદી ચઢતી નથી. ગર્ભમાં ત્રણ માસ સુધી જીવ હોતો જ નથી, આવું બોલનારા ડોક્ટરો તો એકદમ જૂઠા છે. જૈનધર્મમાં જીવની ગર્ભમાં ઉછેરની આખી પ્રક્રિયા બતાવવામાં આવી છે. હવે તો વિજ્ઞાની-ઓએ ગર્ભના વિકાસની ફિલ્મ તૈયાર કરી સાબિત કરી આપ્યું છે કે સ્ત્રીને ગર્ભાવસ્થાની જાણ થાય તે પહેલાથી ગર્ભના બાળકનું હૃદય ધબકતું થઈ જાય છે. છ અઠવાડિયાની ગર્ભાવસ્થા પછી મગજમાં પેદા થતા વિચારોના તરંગો માપી શકાય છે. આઠ સપ્તાહમાં ગર્ભનું બાળક તમામ અંગોપાંગ ધરાવતું થઈ જાય છે. દશ અઠવાડિયાનું ગર્ભસ્થ બાળક માતાના પેટમાં પોતાનો અંગૂઠો ચૂસતું થઇ જાય છે. બારમા અઠવાડિયે તો તેના શરીરનાં તમામ તંત્રો બરાબર કામ કરતા થઈ જાય છે. પછી બાકીના છ જેટલા મહિના તો તેના પોષણ અને વૃદ્ધિ માટે જ હોય છે. ગર્ભમાંના આવા પોતાના બાળકની હત્યા કરનારી માને અને હત્યારા ડોક્ટરને માટે કયા શબ્દો વાપરવા તે સવાલ છે ! ગર્ભહત્યા એટલે ક્રૂરતાની પરાકાષ્ઠા છે. બાઈબલનો શેતાન પણ કહે છે કે આવું પાપ તો હું કદી ન કરૂં. ડોક્ટર જ્યારે ગર્ભપાત કરવા માટે ઓપરેશન થિયેટરમાં તૈયારીઓ કરે છે, ત્યારથી ગર્ભના બાળકના હૃદયના ધબકારા વધી જાય છે. ડોક્ટરનો ચીપિયો જ્યારે ગર્ભાશયમાં દાખલ થાય છે, ત્યારે તો ગર્ભનું બાળક બચવા માટે રીતસર તરફડિયા મારે છે અને ગર્ભના પ્રવાહમાં તરીને એક ખૂણામાં ભરાઈ જાય છે. છેવટે જ્યારે ડોક્ટરનો ચીપિયો તેને પકડી પાડે છે, ત્યારે તેના મોંમાંથી એક મૂંગી ચીસ નીકળી પડે છે. સમગ્ર પ્રક્રિયા સાઈલન્ટ સ્ક્રીમ નામની ફિલ્મમાં હૂબહૂ બતાવવામાં આવી છે. ગર્ભપાત કરાવવા આવતી બહેનોને જો આ ફિલ્મ બતાવવામાં આવે તો ૧૦૦ માંથી ૯૦ સ્ત્રીઓ તો ગર્ભપાત કરાવ્યા વિના પાછી ચાલી જાય, એવો તરફડાટ બાળકનો હોય છે. ડોક્ટરો આ બધી બાબત જણાવતાં નથી, કેમકે તેમનો ઈરાદો માત્ર નફો રળવાનો હોય છે. આ ગર્ભપાતને પાપી સરકાર કાયદેસર બનાવે તેથી તે પાપ મટી જતું નથી. ગર્ભપાત એ ગંભીર કક્ષાનો અપરાધ છે. Jain Education International રસોડાનું તત્ત્વજ્ઞાન For Private & Personal Use Only ૧૦૬ www.jainelibrary.org -
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy