________________
૭૮
ચપન્ન મહાપુરુષોના ચરિત અંગુલ અને આયુષ્ય ત્રણ સાગરેપમનું છે. ત્રીજી વાલુકાપ્રભા નરકમૃથ્વી ૧૨૮૦૦૦ એકલાખ, અઠ્ઠાવીસ હજાર જન જાડી, નવ પાટડા, પંદરલાખ નરકાવાસે, સવાએકત્રીશ ધનુષ–પ્રમાણ ઉંચી કાયા, સાત સાગરોપમનું આયુષ્ય જાણવું. ચોથી પંકપ્રભા નરકપૃથ્વી ૧૨૦૦૦. એકલાખ, વિશહજાર જન જાડી, સાત પાટડા, દસ લાખ નરકાવાસ, સાડીબાસઠ ધનુષ-પ્રમાણ ઊંચી કાયા, દશ સાગરેપમનું આયુષ્ય જાણવું. પાંચમી ધૂમપ્રભા પૃથ્વી ૧૧૮૦૦૦ જન જાડી, પાંચ પાટા, ત્રણ લાખ નરકાવાસ, એકસો પચ્ચીશ ધનુષ ઊંચી કાયા, સત્તર સાગરોપમનું આયુષ્ય જાણવું. છઠ્ઠી તમ પ્રભા પૃથ્વી ૧,૧૬૦૦૦ એકલાખ સોળહજાર જન જાડી. ત્રણ પાટડા, ૯,૯૫ નવાણું હજાર, નવસો પંચાણુ નરકાવાસે, અઢીસે ધનુષ-પ્રમાણ શરીર, બાવીશ સાગરેપમનું આયુષ્ય છે. સાતમી તમસ્તમાં પૃથ્વી ૧૦૮૦૦૦ એકલાખ, આઠ હજાર જન જાડી, એક પાટડો, પ-પાંચ નરકવા, તે આ પ્રમાણે-કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. પાંચસે ધનુષ ઊંચાઈ–પ્રમાણુ કાયા, ૩૩–તેત્રીશ સાગરોપમની ભવસ્થિત. જેનું જે ભવ–ધારણીય શરીર હોય, તેના કરતાં બમણું ઉત્તરક્રિય શરીર હોય. મહાકુર કર્મ કરનારા, રૌદ્રધ્યાની તીવ્ર સંકિલષ્ટ પરિણામવાળા અનંતાનુબંધી કષાયમાં વર્તતા હોય, મિથ્યાત્વઅજ્ઞાનમાં મૂંઝાયેલ બુદ્ધિવાળા, વિરતિના વૈરી, મદ્યાદિ પ્રમાદનું સેવન કરનારા, ઉત્કટોગવાળા, મહારં ભી, મહાપરિગ્રહી. પંચેન્દ્રિયજીના વધ કરવાના પરિણામવાળા, માંસ-રસાદિ સેવન
રવામાં આસક્તિવાળા, અશુભ લેશ્યાવાળા, બીજાના સંકટમાં આનંદ પામનારા એવા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો તેમાં ઉત્પન્ન થાય છે. નારકમાં રહેલા નારકીના છે જે પ્રકારના દુઃખને અનુભવ કરે છે, તે તમને વચન–પ્રયોગથી કેવી રીતે સમજાવવું? કારણ કે, તેમના દુઃખને યથાર્થ સમજાવી શકાય, તેવા શબ્દ નથી.
તે નારકીઓમાંથી નીકળી વિવિધ પ્રકારની વેદનાથી ત્રાસ પામેલા પરાધીન પ્રાણુવાળા, રક્ષણ વગરના, શરણુરહિત શીત-ઉષ્ણુવેદનાથી પીડાતા દેહવાળા, ક્ષુધા–તૃષ્ણથી કલેશ પામતા, પિોતે કરેલા કર્મને વશ બનેલા તિર્યંચગતિ અને ચોરાશી લાખ યોનિ વાળી સંસાર–અટવીમાં આમ તેમ અથડાયા કરે છે. બીજા પણ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના છ આર્ત-રૌદ્રરૂપ અશુભ ધ્યાન પામેલા, ક્રોધ, માન, માયા અને લેભ કષાને આધીન બનેલા, શીલ વગરના, વ્રતરહિત, શુભ અધ્યવસાયથી રહિત, સંસારમાં ભુંડ સરખા, માતા, પિતા, પુત્ર અને પત્નીની નેહ-સાંકળમાં જકડાયેલા તિર્યંચગતિમાં ઉપજે છે. પરંતુ જે આત્માઓ સ્વભાવથી ભદ્રિકમંદકષાયવાળા હોય, ધર્મની રુચિવાળા, દાન આપનારા, શીલ પાલનારા, અલ્પ અ૫ શુભ અધ્યવસાયવાળા હોય, તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. જે ધર્મધ્યાન કરનારા, મહાદાન દેવાના વ્યસની, શીલ ત્રતાદિ અનુષ્ઠાન કરવામાં અપ્રમાદી, અલ્પકષાયવાળા આત્માઓ હોય, તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે અને જેઓ સમગ્ર કમને ક્ષય કરનારા હોય, તેઓ મોક્ષ નામની પાંચમી ગતિમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને કેટલાક સંસાર-સમુદ્રમાં વહાણ-સમાન મોક્ષવૃક્ષના સફલબીજરૂપ સમ્યકત્વરત્ન પામ્યા. કેટલાક દેશવિરતિ અને કેટલાકે સર્વસંવરરૂપ ચારિત્ર અંગીકાર કર્યું. કેટલાક ભારેકમાં આત્માઓ તે નિષ્કારણ બંધુ સખા ત્રણલેકના ગુરુ સર્વજ્ઞ ભગવંતને વેગ મળવા છતાં પણ પરમાર્થ જાણતા નથી, મોહલડીને ઉખેડતા નથી અને મિથ્યાત્વ-પડલ હઠાવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org