________________
ચેપન્ન મહારનાં ચરિત હે તે માત્ર તમે જ છો. હે જગતના ગુરુ ! સમગ્ર સારાં લક્ષણોને ધારણ કરનાર તમારા ચરણોને નમસ્કાર થાઓ. ભવમંથન કરનાર મહાયશવાળા, મેહ અને મહામાનના નાશ કરનાર, જ્ય અને મંગળ સ્વરૂપ, મંગળ ધારણ કરનાર, સંસારવાસથી મુક્ત થયેલા, ગુરુઓના ગુરુ, મુનિઓના સ્વામી નિષ્કલંકી હે ભગવંત! તમને નમસ્કાર થાઓ.” આ પ્રમાણે મોટી ભક્તિના સમૂહથી પૂર્ણ એવા ભાવથી ઋષભસ્વામીની સ્તુતિ કરીને બાહુબલી ચાલ્યો અને ચતુરંગ રસેના સહિત રાજધાનીમાંથી બહાર નીકળ્યો. પોતાના રાજ્યના સીમાડે પહોંચી યુદ્ધને વેગ્ય પ્રદેશની નજીકના ભૂમિભાગમાં પડાવ નાખે. ભરતને પાઠવેલ સંદેશ
પછી બરાબર શીખવેલા એક દૂતને ભરતરાજા પાસે કહ્યું. ત્યાં જઈને ચગ્ય સમયે દેખીને ભરત મહારાજાને વિનંતિ કરી કે, “હે મહારાજ! જે માર્ગે તમે પ્રવર્તી રહ્યા છે તે માર્ગ સતુપુએ નિંદેલે છે. જે કાર્યને અંત દુ:ખવાળ હોય, તેવું કાર્ય કોઈ ડાહ્યો પુરુષ વિજયની ઈરછાથી કરે ખરે? વૈભવની વાત બાજુ પર રાખીએ, પરંતુ તે ઉત્તમ પુરુષ! તમારું જીવિત પણ અસાધારણ છે. હે નરનાથ ! આ પ્રમાણે યુદ્ધ કરવાથી તો અસાધારણ અપયશની પ્રાપ્તિ થશે. શું તમે એટલું સમજી શકતા નથી કે સજજનેની પ્રીતિ હંમેશાં એકસરખી ટકી રહેનારી હોય છે, તે દુઃખપૂર્વક દૂર કરી શકાય છે અને વિઘટિત કરેલીતોડેલી પ્રીતિ ફરીથી ઘણું દુઃખપૂર્વક જોડી શકાય છે. હે રાજન્ ! આ કાર્યને છેડે વિષમ આવશે. એ વાત મેં પ્રથમ જણવેલી છે. વિરોધ પક્ષમાં સામે સિંહ હોય, ત્યારે ગાધિપતિનું કુશલ કેવી રીતે માની શકાય? ભરતખંડ જિતને જેણે કોઈ પ્રકારે યશપ્રતાપ ઉપાર્જન કર્યો છે, તેને બાહુબલીના સુભટે રખે અત્યારે પડાવી ન લે. પિતાએ આપેલા રાજ્યથી સંતોષ અનુભવતા બાહુબલી તમારા બંધુ છે.-આ વાતમાં તમને ક્યાં વાંધો છે? માટે હે ભરતાધિપ ! તમે યશ લેતાં શીખે. હે નરાધિપ! બાહુબલીની સાથે યુદ્ધ કરવામાં ભરતખંડ ગુમાવ પડશે અથવા બંધુને નાશ. કરી છેવટે અપયશના અધિકારી બનશે.” આ પ્રમાણે વિનયપૂર્વક કહ્યા પછી દૂતે સ્વામીએ કહેવરાવેલ સંદેશો સંભળાવ્યો કે- હીન, મધ્યમ અને ઉત્તમ એવા ત્રણ પ્રકારના યુદ્ધમાંથી ક્યા પ્રકારનું યુદ્ધ આપણે કરવાનું છે?
દતનાં વચન સાંભળ્યા પછી ભરત મહારાજાએ કહ્યું, પિતાની પ્રશંસા પિતે કરવી તે તે જઘન્ય(હલકા) પુરુષને યોગ્ય ગણાય. તે સિવાય ગુણને પક્ષપાત કરનાર બીજે ક્યાં તારી પ્રશંસા કરે? સત્પુરુષના માર્ગથી ખસી ગયેલા તારા રાજાને માત્ર વચન છટા કરતાં આવડે છે આના પ્રત્યુત્તર કેવા આપવા ? તે અમારા ગુરુએ અમને શીખવ્યું નથી. વચનમાત્ર સારવાળા અરે દૂત! બહુ બકવાદ કરવાથી શું લાભ? શૂરવીર અને કાયર કેણ છે? તે તે છેવટના પરિણામથી જ જાણી શકાશે. ફરી જણાવ્યું કે, ઉત્તમ પ્રકારના યુદ્ધથી લડાઈ લડીશું.”
દૂતે કહ્યું, જે એમ જ છે, તે પછી જેમાં અનેક લોકેને ક્ષય થાય, તેવા ફલવાળા આ યુદ્ધથી સયું. તમારું સિન્ય અમારા પુરુષો વડે પરાભવ કરવા સમર્થ નથી બની શકવાનું કે તમારા સુભટોથી અમારું સિન્ય હારવાનું નથી. તમે પણ પિતાજીના પુત્ર છે, હું પણ તેમને જ પુત્ર છું. બંનેના પરાક્રમની સ્પર્ધા થવા દે. બંનેના સૈન્ય સાક્ષી બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org