________________
"भयं शोलाचार्यो निवृतिकुलीनमानदेवसूरेः शिष्यः । आचारा-सूत्रकृतावृत्तिकारः शीलाचार्योऽस्माद् fમનો શાસે' છપાયું છે, ત્યાં “sનામનો શાને સુધારી વાંચવું જોઈએ.
કહેવાનો આશય એ છે કે, આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રના વ્યાખ્યાકાર નિતિક્લીન માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્ય એ જ “ચોપન મહાપુરુષ–ચરિતના રચનાર સમજવા જોઈએ. તવાદિત્ય એવું એમનું અપરના ત્યાં સૂચિત કરેલું છે.
એવી રીતે આ ચરિત-ગ્રન્થમાં “વિબુધાનન્દ નાટક નામનું એક અંકવાળું રૂપક રચેલું છે, તેમાં સૂત્રધાર દ્વારા કવિએ પિતાનું નામ વિમલમતિ કવિ શીલાંક પણ સૂચિત કર્યું છે.
શ્રી હેમચન્દ્રાચાર્યો દેશીનામમાલા વૃત્તિમાં જે શીલાંક ગ્રન્થકારનું નામ સૂચન કર્યું છે, તથા વિનયચન્દ્રાચાર્યે કવિશિક્ષા'માં જે “શીલાંકનું નામ સૂચવ્યું છે, તે આ જ ચરિતકારને ઉદ્દેશીને જણાય છે, પરંતુ તે આ ચરિતકારની દેશીનામમાલા અને કવિશિક્ષા જેવી બીજી કૃતિને લક્ષ્યમાં રાખી જણાવ્યું લાગે છે, જે અન્ય રચના વર્તમાનમાં જણાતી નથી.
વિક્રમની બારમી સદીમાં વિધમાન શ્રીજિનદત્તાચાર્યે પ્રાકૃતમાં રચેલ ગણધર સાર્ધ શતકમાં ગાથા પરથી ૫૯ દ્વારા શ્રીહરિભદ્રાચાર્યને પરિચય આપ્યા પછી ૬૦મી ગાથા દ્વારા આચાર અંગના વિવરણકાર તરીકે શીલાંક (શીલાચાર્ય)નું સ્મરણ કર્યું છે, તેમને ચંદ્ર સાથે સરખાવ્યા છે.
અંજાર-વિચારજ-વચન-ચંરિના-રિચ-સય–વંતા ' सीलंको हरिणंकु व्व, सहइ कुमुयं वियासंतो ॥" [ સવારવિરાર-નદ્રઇ-રિત-શસ્ત્ર-સતાપ: .
शीलाको हरिणाङ्क इव, शोमते कुमुदं विकासयन् ॥ ] અપભ્રંશકાવ્યત્રી-પરિશિષ્ટ ૨ (ગા. ઓ. સિ. નં ૩૭, પૃ. ૯૫). અન્યત્ર જીવદેવસૂરિની જિનસ્નાત્રવિધિ સાથે પ્રકાશિત વાદિવેતાલ શાંતિસૂરિએ રચેલ અહંદભિષેકવિધિની પંજિકા સાથે તત્ત્વાદિય શ્રી શીલાચાર્યનું નામ મળે છે–એ વિચારણીય છે. જૈન સાહિત્ય વિકાસ મંડલ, વિલે પારલે-મુંબઈ દ્વારા વિ. સં. ૨૦૨૧માં પ્રકાશિત એ ગ્રન્થની પ્રસ્તાવનામાં તરાદિત્ય શીલાચાય યા ? તે અંગે અમે વિચારણું કરી છે. વિશેષાવ૫કભાષ્પ–ટીકા અને જીવસમાસવૃત્તિના કર્તાનું નામ પણ શીલાચાર્ય મળે છે.
અણહિલવાડ પાટણની સ્થાપના કરનાર વનરાજ ચાવડાના આશ્રયદાતા ગુરુ શીલગુણસૂરિ એ જ આ શીલાચાર્ય સંભવિત છે. પાટણની સ્થાપના સંવત જે ૮૦૨ મનાય છે, તે વિક્રમ સંવત નહિ. પણ શકસંવત સિદ્ધ થાય તે એ બની શકે છે. એ અરસામાં પ્રસ્તુત પ્રતિષ્ઠિત શીલાચાર્ય ગંભતા ગાંભુ (ગુજરાત)માં વિચરતા હતા અને શ્રીમાલપુરથી પ્રાવાટ વણિક નીના ઠકકર એ જ અરસામાં ગાંભુ (ગૂજરાત)માં આવ્યા હતા અને તેમણે તથા તેમના વંશજોએ ૭ પેઢી સુધી ગૂજરાતને કારભાર સંભાળ્યો હતો. જુઓ અમારે ઐતિહાસિક લેખસંગ્રહ ગુજરાતને પ્રાચીન મંત્રિ-વંશ “પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો” (સયાજી સાહિત્યમાળા પુષ્પ ૩૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org