________________
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
પત્નીથી પ્રધાન, તથા બ્રાહ્મણ અને વૈશ્યશ્રીના સંબધથી થયેલા અખટ્ટ, ક્ષત્રિય અને શૂદ્રીથી ઉગ્ર, બ્રાહ્મણ અને શૂદ્રીના સચૈાગથી નિષાદ-ચાંડાળ, ફરી પણ પાછલા ક્રમે જોડાણુ થવાથી શૂદ્ર અને વૈશ્યસ્ત્રી અભવ–અયેાગવ, વૈશ્ય અને ક્ષત્રિયાણીથી માગધ, ક્ષત્રિય અને બ્રાહ્મણીથી જન્મેલે સૂએ (સૂત) તથા શૂદ્ર અને ક્ષત્રિયાણીથી ખત્તા, વૈશ્ય અને બ્રાહ્મણીથી વૈદેહ, શૂદ્ર અને બ્રાહ્મણીથી ચંડાલ, ઉગ્ર અને ખત્તાથી સેાપાક, (શ્વપાક) વૈદેહ અને ખત્તાશ્રીથી વણુવ અથવા અબડ્ડા, શુદ્રી સાથે નિષાદપુરુષથી જન્મેલા એકકસ, નિષાદીસ્ત્રી અને શૂદ્રથી જન્મેલા કડક. એ પ્રમાણે પહેલાના અને પછીનેા વિભાગ ઘણા ભેદવાળા થયા.
૫
ઋષભ ભગવ′તની દીક્ષા-લાચિવિધ, પારણું
આ પ્રમાણે ગૃહસ્થધર્મ પ્રવર્તતા હતા, કુલાચાર મળ્યા હતા, તથા સંપૂર્ણ કામભોગા પ્રાપ્ત થયા હતા, લાકે સુખી બન્યા હતા અને સંસાર પસાર થઈ રહેલા હતા. સર્વ ઋતુઓ સ્પષ્ટ પણે પ્રગટ થવા લાગી, ત્યારે કોઇક સમયે પુત્ર-પરિવાર-સહિત સમગ્ર લેાકની સાથે આશ્રમ જરીના પરાગવડે વ્યાપેલી દિશાવાળું, વિકસિત કમલ–સરોવરમાંથી ઉડેલી રજવડે જેમાં આકાશ કેસરી રંગનુ થયેલું હતુ –એવા વૈશાખ માસમાં ભગવંત ક્રીડા કરવા ગયા. ભરત વગેરે સર્વ કુમારેા વિવિધ ક્રીડા કરવા લાગ્યા. શું આ દેશુંક દેવતાએ ક્રીડા કરે છે કે બીજા કોઈ છે? એ જાણવા માટે ભગવંતે અવધિજ્ઞાનના ઉપયોગ મૂકયા. વિચારણા કરતાં કરતાં અવધિજ્ઞાનથી ઉત્તરાત્તર દેવતાનુ સુખ અને પાતે અનુભવેલ અનુત્તરવિમાનનું સુખ સાક્ષાત્કાર કર્યું". એટલે પીગળી ગયેલા મહામેાહના ધનવાળા પ્રભુ વિચારવા લાગ્યા કે ખરેખર અજ્ઞાન એ પણ ક છે, માહનું સામ્રાજ્ય મહાન છે, કર્માંના પરિણામે ભય કર છે, વિષયેાની ઇચ્છા વશ કરવી મુશ્કેલ છે, ઇન્દ્રિયા ચંચળ છે, ચિત્તના ફેલાવા થતા અટકાવવા મહામુશ્કેલ છે, કામ સથી ચડિયાતા, ન જિતી શકાય તેવા છે. દોરડાના બંધન વગરનેા સ્નેહાનુરાગ છે. આ સંસાર સર્વથા એકાંત અસાર છે. આ સંસારમાં રહેલા આત્માએ પોતાનું હિત સમજતા નથી, ભવિષ્યમાં થનારા ભયંકર કમના વિપાકને દેખતા નથી. અલ્પ વિષય સુખ મેળવવાની અભિલાષાવાળા જીવા આના કરતાં ચડીયાતું બીજું કાઈ સુખ નથી’--એમ માનનારા દુઃખના પ્રતિકારરૂપ ઇન્દ્રિયાના અનુકૂળ વ્યાપારામાં સુખની કલ્પના કરીને પ્રવર્તે છે. અન્યાન્ય ઉલટી બુદ્ધિવાળા સુખના અભિલાષી દુ:ખના પિરહાર કરવાના સ્વભાવવાળા એવા તેમને દરેક પ્રકારની ચેષ્ટાએ દુઃખના કારણમાં જ પરિણમે છે. બીજું આ સંસારના વિલાસાના પ્રભાવ પણ કેવા છે કે, અનુત્તરવિમાનના સુખના અનુભવ કરવા છતાં પણ હું હજી દુઃખના પ્રતિકાર કરવાના કારણભૂત મનુષ્યના તુચ્છ કામભોગમાં અતૃપ્તિવાળા, તૃપ્તિ કરનાર તે વિષયસુખની અભિલાષા કરૂં છું. ચારે સમુદ્રના જથી જેની તૃષ્ણા છેદાઈ નથી. એવા પુરુષની તૃષ્ણાના છેદ ઝાકળના જળ બિંદુથી કેવી રીતે થાય? કયું કેાની સાથે સંબંધવાળુ રહ્યુ છે? ખરેખર સર્વથા સંસારના વિલાસો જ આ વિષયમાં મુંઝવણ ઉત્પન્ન કરનારા છે. સ`સારી આત્માએ વિવેકરહિત હાય છે.” એ પ્રમાણે સંસારથી પરાઙમુખ થયેલા, એસરી ગયેલા કમ સમૂહવાળા, મેહરાજાને મહાત કરનાર, જેનું તીર્થંકરનામકર્મ પરિપકવ બની ઉયમાં આવેલુ છે, એવા ઋષભદેવ ભગવંત જ્યારે આમ વિચારતા હતા, ત્યારે ચલાયમાન આસન થયેલા નવ પ્રકારના લેાકાન્તિક દે ત્યાં આવ્યા. તે આ પ્રમાણે-૧ સારસ્વત, ૨ આત્યિ, ૩ વ≠િ, ૪ વરુણ, ૫ ગાય, ૬ તુષિતાશ્વ, છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org