________________
ચપન મહાપુરુષોનાં ચરિત કલ્પવૃક્ષનો બનેલે આહાર જઠરાગ્નિથી બરાબર પચાવી શકાતું નથી. ત્યારે ભગવંતે કહ્યું કે, તે ભીંજવીને હાથથી મસળીને બગલ વગેરેના પરસેવાથી પકાવીને પછી ઉપગ કરે. તે પણ આહાર પચતું ન હોવાથી ફરી વિનંતિ કરી કે, “હે દેવ ! વૃક્ષને ઘસારો થવાથી ઉત્પન્ન થયેલ દરેક વૃક્ષને વિનાશ કરનાર કેઈક મહાભૂત ઉત્પન્ન થયેલ છે. ત્યારે તે સાંભળીને ભગવંતે કહ્યું, “સ્નિગ્ધ કાલ વીતી ગયેલ હોવાથી અને રૂક્ષકાલ પ્રગટ થયેલ હોવાથી તમારે આહાર પકાવનાર અગ્નિ પ્રગટ થયે છે. તે ફેતરાં છેલીને એને ગ્રહણ કરે. યુક્તિથી તેને સંગ્રહ કરે. હાથીની ખાંધ પર બેઠેલા ભગવંતે માટી મંગાવીને શ્રેષ્ઠ હાથીના કુંભસ્થલના આધારે માટીને કુંભ તૈયાર કર્યો. પછી યુગલીયાઓને કહ્યું કે, “આ પ્રમાણે પૃથ્વીના પરિ ણામરૂપ કુંભ વગેરે બનાવીને કલ્પવૃક્ષનાં ફલે અને ધાને ભાજનેમાં પાણી સાથે નાખીને યુક્તિથી અગ્નિવડે પકાવીને પછી સુખપૂર્વક આહારને ઉપયોગ કરે. ત્યારપછી પ્રાપ્ત થયેલા ઉપાયવાળા તે યુગલિયાઓ તે જ પ્રમાણે કરવા લાગ્યા. તેથી તેઓને સહેલાઈથી આહાર પચવા લાગે, તેથી તેઓ અત્યંત આનંદ પામ્યા. લિપિ, કલાદિકનો પ્રાદુર્ભાવ
એ પ્રમાણે સૂર્યવડે જેમ કમળ વિકાસ પામે, વૈશાખ માસે આંબા આદિને પુષ્પ ગમન થાય છે, તેમ અવશ્ય બનવાવાળા ભાવીના ભાવે બન્યા કરે છે, તેમ આ કલ્પ છે. એ પ્રમાણે કુંભકાર, ચિત્રકાર, લુહાર, સાળવી, કાશ્યપ-સો સે ભેદવાળી આ પાંચે શિલ્પકળાઓ પ્રસિદ્ધિને પામી. અ, હાથીઓ, ગાયે આદિ રાજ્યસંગ્રહ માટે એકઠાં કર્યાં. ચાર પ્રકારના રાજાઓ થયા, તે આ પ્રમાણે–ઉગ્રો, ભેગો, રાજન્ય અને ક્ષત્રિય. લેકનીતિ બતાવી. યથાયોગ્ય દંડનીતિઓ પણ પ્રવર્તાવી. ભગવંતે ભરતને નાટય, સંગીત આદિ ૭૨ કળાઓ શીખવી. ચાર પ્રકારની બુદ્ધિના ગુણથી યુક્ત તેણે તે કળાઓ પોતાના પુત્ર-પૌત્રાદિકને પણ શીખવી. ઝાષભ સ્વામીએ બાહુબલીને હાથી, ઘોડા, પુરુષો આદિનાં લક્ષણે જાણવાની કળા શીખવી. કાલાન્તરે થએલા કલાશાસ્ત્રના નિર્માતાઓ
આ કળાનાં લક્ષણે ઘણું પ્રકારે વહેંચાઈ જવાથી ધીમે ધીમે તેમાં ઘટાડો થયે અને જે બાકી રહેવા પામી, તેને કેઈકે કેટલીક ગ્રંથરૂપે રચના કરી. તે આ પ્રમાણે–ભરત નાટ્ય, સમુદ્ર પુરુષનાં લક્ષણ, ચિત્રરથે ગંધર્વ, નગ્નજિતે ચિત્રકર્મ, ધવંતરિએ આયુર્વેદ, શાલિભદ્ર અધલક્ષણ, વિભાણે વ્રત, બુદ્દબુધે હસ્તિ-લક્ષણ, અંગિરસે નિયુદ્ધ, શબરે ઈન્દ્રજાલ, કાત્યાયને સ્ત્રીલક્ષણ, સેનાપતિએ શકુનજ્ઞાન, ગજેન્દ્ર સ્વપ્ન-લક્ષણ, નલે પાકશાસ્ત્ર, વિદ્યાધરએ પત્રછેદ્ય વગેરે અને બીજાઓએ પણ વર્તમાન કાળના પુરુષ સમીપ કળાઓ અને પુરુષ–લક્ષણ વગેરે આપ્યું. તે તે કળાના નિષ્ણાતો પાસેથી પરંપરાથી આવેલ કળાઓ અને પુરુષનાં લક્ષણે વિષયક કલાશાસ્ત્રોની રચના કરેલી છે. કહેવું છે કે “તેવી કઈ કલા નથી કે તેવું કઈ લક્ષણ નથી કે જે પાદલિપ્ત આદિ મહાકવિઓએ રચેલી “તરંગવતી' આદિ કથાઓ વિષે સ્પષ્ટાર્થપણે જણાતું ન હોય.” લિપિના પ્રકારે
વળી ભગવંતે બ્રાહી પુત્રીને અક્ષરલિપિ બતાવી. તે લિપિઓમાં પણ પ્રથમ બ્રાહ્મીને બતાવી, તે કારણે “બ્રાહ્મી નામ પડી ગયું, તે પછી બ્રાહ્મી વગેરે અઢાર લિપિઓ થઈ. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org