________________
૪૬૬
અનુવાદક-પ્રશસ્તિ
વદિ ૨ અને ૩ ના દિવસે આગમાદ્ધારકશ્રીજીના શુભહસ્તે અનુક્રમે ગણી અને પંન્યાસ–પદવીઓ થઈ. સ. ૨૦૦૭ ની સાલમાં સુરત નગરે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યાં મહારાજ શ્રીમાણિકચસાગરસૂરિજીના વરદ હસ્તે અનિચ્છાએ શ્રીસંઘના આગ્રહને વશ બની આચાર્ય પદ સ્વીકારવું પડ્યુ. અને સૂરિમંત્રની પાંચે પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું.
પ. પૂ. આગમેદ્ધારકશ્રીના આગમવિષયગભિત પ્રવચનો શ્રવણ કરવાના વ્યસનને અ’ગે મેાક્ષમાગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળુ ગુરુજી મહારાજ સમયે સમયે ખોલાવી વિશેષાવશ્યકભાષ્ય-ટીકા, દશવૈકાલિક સૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર, લલિતવિસ્તરા, પોંચાશક, આચારાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર આદિની વાચનાએ પણ આપતા હતા. વ્યાખ્યાન-શ્રવણ-સમયે લખવાની વરાના કારણે આગમાદ્ધારકશ્રીનાં અનેક વ્યાખ્યાનાનાં અવતરણેા ઉતારી લીધાં હતાં. તેની પ્રેસકાપી કરાવી, સુધારી, અનેક વ્યાખ્યાન પુસ્તક છપાવ્યાં, તેમજ ‘સિદ્ધચક્ર' પાક્ષિકમાં પણ જે વ્યા ખ્યાના છપાયાં છે, તેમાંના મોટા ભાગ મારાં અવતરણાને છે. હાલમાં જ ‘આગમાદ્ધારકપ્રવચન-શ્રેણી’ નામનું પુસ્તક છપાઈ ગયુ છે.
ગુરુમહારાજના કથનાનુસાર ઉપદેશમાલાની દોટ્ટી ટીકાની તાડપત્રીય પેથી પરથી પ્રેસકોપી કરાવી, કેટલીક બીજી પ્રતા સાથે મેળવી, યથાશકય પ્રયત્નપૂર્વક સંશાધન કરી સપાદન કરી. વળી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ-રચિત મહાચ પૂકાવ્ય (પ્રાકૃત) કુવલયમાલા-મહાકથાના, તથા ૧૪૪૪ ગ્રંથકાર આ. શ્રીહરિભદ્રસૂરિ-રચિત સમરાદિત્ય ચરિત્ર (પ્રાકૃત) કથાના પણુ સંપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી સંપાદન કર્યાં, જે ગત વર્ષોંમાં પ્રસિદ્ધ થયા છે. ક. સ. શ્રી હેમચન્દ્રાચાયૅ –વિરચિત સ્વાપજ્ઞવિવરણ-સહિત યાગશાસ્ત્રના ગૂ રાનુવાદ સંપાદન કરી પ્રસિદ્ધ કર્યાં. હવે પછી મહાવીર ભગવન્તના નિર્વાણ પછી પ૩૦ મે વર્ષે આ. શ્રીવિમલસૂરિજીએ ૧૨૮ પ્રકરણ સ્વરૂપ પ્રાકૃત ભાષામાં પદ્યમય રચેલ પમચરિય-પદ્ધરિત અર્થાત્ જૈન મહારામાયણના અનુવાદ તૈયાર કયેર્યાં છે, તે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. આ. શ્રીશીલાચાય વિરચિત ચઉપ્ન્ન મહાપુરિસ-રિયના અનુવાદ કર્યાં, તે વાચકવૃન્દના કરકમલમાં સમપણુ કરી કૃતકૃત્યતા અનુભવવા આજે હું ધન્ય બન્યો છું. આ ચિરતને અનુવાદ કરી જે ક ંઈ કુશલ કપાર્જન થયું હોય, તેનાથી સર્વ જીવે મૈત્રી આદિ ભાવનાએ સહિત પ્રભુશાસનના અનુરાગી અને’-એ જ અન્તિમ અભિલાષા.
શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય પાયધુની મુંબઈ ૩ સં ૨૦૨૫, આસા શુદ્ધિ પ ગુરુ
૧૬-૧૦-૬૯
Jain Education International
}
આ. શ્રીહેમસાગરસૂરિ
શીલાંક શ્રી શીલાચાર્ય રચિત પ્રાકૃત ચેાપન્ન મહાપુરુષાનાં ચિરતના ગૂ રાનુવાદ સંપૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org