________________
૪૫૪
ચોપન્મ મહાપુરુષોનાં ચરિત નાર પુરુષોએ આવીને નિવેદન કર્યું કે- હે દેવ ! સકલ જંતુઓના એક બંધુ સમાન ભગવાન વાદ્ધમાન સ્વામી આવતી કાલે આપના નગરની બહાર સમેસરશે. તેઓનાં વચન સાંભળતાં જ રાજાને કે હર્ષ થયે ?
અંદર વૃદ્ધિ પામતા પૂર્ણ હર્ષથી ઉભા થયેલા વિશદ રોમાંચાફર શરીરમાં સર્વત્ર શેભા. પામતા હતા.
હર્ષ પામવાના કારણે આનંદાશ્રજળના ભારથી ભારી છે મુખતલનાં દર્શન જેનાં અર્થાત્ મુશ્કેલીથી દર્શન કરી શકાય તેમ, જળ વચ્ચે રહેલા સરસ ઉગેલાં નીલકમળની માળાની જેમ તે રાજાની દષ્ટિ વિકસ્વર થઈ હદયમાં પ્રસાર પામતા વિશેષ હર્ષના કારણે જેને પૂર્વાપરભાવ નહિ જણાયેલ એવા અસ્પષ્ટાક્ષરોથી પ્રતીત થતાં વચન શેભા પામતાં હતાં. આ પ્રમાણે દૂતના વચનથી વૃદ્ધિ પામેલા હર્ષથી વિકસિત થએલા રોમાંચ-પટલના સમૂહવાળે તે વધતી શોભાથી સુંદર દેખાતે જાણે કઈ બીજે જ હોય તેમ જણાવા લાગે.
........ ત્યારપછી પ્રભુ-આગમનના સમાચાર આપનાર ચાર પુરુષોને ઈરછાધિક ભેટયું આપીને અંદર ઉલાસ પામતા હર્ષવાળે સમગ્ર સામંત અને સભામાં બેઠેલા બીજાઓ સમક્ષ કહેવા લાગ્યું કે “આવતી કાલે મારે ભગવંતને તેવા પ્રકારના અદ્ધિવિસ્તારથી વંદન કરવું કે, જે પ્રમાણે ત્રણે ભુવનમાં કોઈએ વંદન ન કર્યું હોય. એમ કહીને સર્વ સામંતને રજા આપીને રાજા અંતઃપુરમાં ગયા. ત્યાં પણ જગદગુરુ વિષયક વાર્તા–વિનોદમાં સર રાત્રિ પસાર કરીને ફરી સૂર્યોદય પહેલાં સમગ્ર સેવકવર્ગને બેલાવીને કહેવા લાગ્યો કે–“મારા મહેલના પ્રદેશથી સમવસરણના દ્વારમુખ સુધી યથાવૈભવ રાજમાર્ગને શણગારીને મારે જવા યોગ્ય સુંદર રીતે તૈયાર કરાવે. એમ કહીને તેઓને વિસર્જન કર્યા. તે રાજસેવકોએ રાજાની આજ્ઞાનુસાર રાજમાર્ગો શેભાયમાન કર્યા. તે કેવા દેખાવા લાગ્યા – મહાનગરની ગૃહિણીઓ શકુન માટે બેડાની પાલી કરે, તેમ શકુનવંતી પાલીની ભાવાળા, કાદંબરી– કથામાં કહેલ તારાપીડ રાજાના સભામંડપના ધરાતલની જેમ, સ્વાધીન શુકના મંત્રીની જેમ, જેમાં સજજનેની આશા સ્વાધીન છે, મહાઅટીના વનની જેમ, જેમાં ચામરો ઝૂલી રહેલા છે. સમુદ્ર-કિનારા માફક છૂટાછવાયા વેરાએલા મુક્તાફલના ઉપચારવાળા રાજમાર્ગો શણગાર્યા.
મણિમય વિશાલ તંભે અને વિવિધ મણિઓનાં તારણોથી શોભાયમાન, અત્યંત નિર્મળ સુવર્ણ અને મહર સુતરાઉ વસ્ત્રના બનાવેલા મંડપવાળા, ચીનાઈ રેશમી ઉજજવળ ચમક્તા વસ્ત્રના ગૂહાતા ચંદુઓવાળા, દિવ્ય વના તંબૂઓમાં લટકતી મનહર ઝાલરવાળા, પ્રાન્તભાગમાં ઝૂલતી મુક્તાફળની માળાના સમૂહવાળા, પવનથી કંપતા સ્વરછ મણિઓના ગુચ્છાવાળા, દરેક દિશામાં લટકતા ચલાયમાન મનોહર ચામરવાળા, જળી રહેલ કાલાગરના ધૂપની સુગંધ ફેલાવતા ધૂમ-સમૂહવાળા, ભૂમિ પર વેરેલા સુગંધી પુષ્પના પરિમલથી એકઠા મળેલા ભ્રમરોનાં કુલે કરેલ ઝંકારવવાળા, સુગંધી પટવાસ-ચૂર્ણ ઉડાડીને સુવાસિત કરેલ સમગ્ર દિશાવાળા, ચૂરો કરેલ કપૂરના પરાગથી ઉજજવલ કરેલ સમગ્ર પૃથ્વીપીઠવાળા, કેસર ઘુંટેલા રસન છાંટણાવાળા ઉજજવલ શતપત્ર કમળ પુષિાના ઉપચારવાળા, ફરકતી સફેદ વજા પર ટાંકેલ ચંચળ, મધુર શબ્દો કરતી ઘુઘરીઓના કલાપવાળા, અતિપ્રશસ્ત પંચવર્ણમય ઉડતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org