________________
૪૪૪
ચિપન્ન મહાપુરુષનો તિ [૨૧] અભયકુમારે નિવારેલ શ્રમણની અવજ્ઞા - ત્યાર પછી નરકમાં ઉત્પન્ન થવાના ભયવાળા શ્રેણિકરાના પિતાના પરિવાર, અંતઃપુર તેમ જ સમગ્ર નગરમાં અનુમતિ આપવા લાગ્યા કે–જે કોઈને પણ પ્રભુની પાસે પ્રવજ્યા અંગીકાર કરવી હોય, તેને હું રોકીશ નહિં. રાજાનું આ કથન સાંભળીને ઘણુ રાજાઓ, અંતઃપુરની રાણીએ, દેશવાસી અને નગરવાસી લોકો પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે ઉદ્યમવંત થયા. સમગ્ર અધિ-સમુદાયને ત્યાગ કરીને તેવા પ્રકારની પ્રવજ્યા સ્વીકારતા લેકેને જોઈને ત્યાં રહેતે એક જન્મથી દરિદ્ર પુરુષ વિચારવા લાગ્યું કે, “જુઓ તો ખરા કે ઈચ્છિત સંપત્તિ પિતાની પાસે હોવા છતાં પણ, વિષયભોગની ખામી ન હોવા છતાં, વૈભવ, વિષયસુખ આદિન તણખલાની જેમ ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરે છે! જ્યારે મારે તે કોઈ પત્ની-પુત્રનું બંધન નથી, આમાં સ્થિરપણાનું અભિમાન કયાં રાખવું ? આ સર્વ કેને તે લેભાવનાર સર્વ છે. પિતાની સુંદરીઓને ત્યાગ કરીને, સુંદર મણિ, સુવર્ણ, રત્ન, મુક્તા ફલ વગેરે પિતાની ફધિ છેડીને પ્રત્રજ્યા અંગીકાર કરે છે. દરિદ્રતાના દુઃખથી પીડાએલા મને તે મનોરથથી પણ સુખલેશ પ્રાપ્ત થવાનું નથી, તેથી મારે મનુષ્યભવ નિષ્ફળ છે. કારણ કે–
અતિશય જીર્ણ મકાનના દરમાંથી નીકળતી સાપની ફણાઓ સરખી ભયંકર દરિદ્રતાની કંદલીએ નીકળતી જોવામાં આવે છે. દિનભર દેડતા અને જીર્ણ થએલા ઉદરને પુરવામાં તત્પર તેમજ વિશેષ ભેદ ન જાણનાર ધર્મ, અર્થ અને કામમાં આસક્ત થએલા મારા દિવસો નિરર્થક વહી જાય છે. જુના રખડતા વસ્ત્રના ટુકડાઓ વણ વણીને તૈયાર કરેલા ખંડખંડવાળા વસ્ત્રથી આચ્છાદિત કરેલા મલિન શરીરવાળે હું લોકોના ઘરે ઘરે ભટકીને તિરરકાર પામતે મુશ્કેલીથી પેટ માટે ભિક્ષા પ્રાપ્ત કરું છું. અહીં સંસારમાં આસ્વાદની પ્રાપ્તિ માટે નાચતા મને જેટલું દુઃખ થાય છે, તેટલું જ જો શ્રમણપણમાં સહન થાય તે કેટલે લાભ થાય ?
વારંવાર આમચિંતવતો તે પ્રભુની પાસે પહોંચ્યું. બીજા નગરલેકે સાથે તેણે પણ પ્રવ્રયા અંગીકાર કરી. પિતાની શકિત અનુસાર શ્રમણપણાને ઉદ્યમ કરવા લાગે. દરરોજ સાધુસમુદાયને ભોજન-પાણી લાવી આપવામાં ઉદ્યમવાળે નગરના માર્ગમાં જતો હતો, ત્યારે લોકેએ તેને છે. તેને જોઈને અવજ્ઞાથી લેકે બોલવા લાગ્યા કે “આણે શું દુષ્કર ત્યાગ કરીને દીક્ષા લીધી ? કહેલું છે કે –
જે મનુષ્ય મણિ, રત્ન, સુવર્ણયુક્ત લક્ષ્મીને ત્યાગ કરીને તેમજ તેની અસ્થિરતાના જાણકાર થઈ દીક્ષા ગ્રહણ કરે છે, તે ખરેખર પ્રત્રજિત કહેવાય છે. જે ધન-સંપત્તિ, ઘરબાર વગરનો દરિદ્ર દીક્ષા અંગીકાર કરે, તે વનવાસ છે; તે વાસ્તવિક દીક્ષા ગણાતી નથી.”
જે નિષ્કિચન થવું તે જ એક ઉત્કૃષ્ટ પ્રવજ્યા છે. વનવાસ સમાન ઘરવાળાને ત્યાગવાનું શું અને તેની દીક્ષાથી શું વધારે ? ધન આદિના વ્યાસંગથી વ્યાકુલ મતિવાળા લકે પ્રવ્રજ્યા શું છે? તે તેઓ સમજ્યા નથી, તેથી બીજાની નિંદા ઉત્પન્ન કરનારા તેઓ યતિ અને દરિદ્રમાં તફાવત જાણી શક્તા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org