________________
વિબુધાનન્દ નામનું નાટક એમ કહીને તે ગયે. તેમાં શું પરિણામ આવશે? તે હું જાણતું નથી. જે અવશ્ય બનવાનું જ છે, તે ખેદ કરવાથી લાભ? જે થવાનું હોય તે થાવ. મને દૈવી વાણીએ જણાવેલું જ છે કે, “શેકના માર્ગનો ત્યાગ કરીને કાર્યમાં મન પરોવવું” (એમ ફરી પણ તે જ બેલે છે) તે હવે મારે એ લક્ષ્મીધર કુમારને કયાં છે ? (આગળ નજર નાખીને) કેઈ પણ કારણે હર્ષિત મુખ-કમલવાળે, દિશાઓનું અવલોકન કરતે કુમારને સેવક બટુક આટલામાં રહેલો જણાય છે, એની આવવાની રાહ જોઉં.
(ત્યાર પછી હર્ષિત બનેલે વિદૂષક પ્રવેશ કરે છે.) વિદૂષક- અરે અરે ભાઈ ! પિતાના સંદેશથી ઉત્તેજિત ક્ષત્રિયવીર્યવાળા પ્રિય મિત્રે મને મેક
છે, અને કહ્યું છે કે, હે વિચિત્ર ! તું જા અને ખબર લાવ કે, “રાજા કયાં વર્તે છે?” વળી મેં સાંભળ્યું છે કે રાજાએ પિતાની પુત્રી અને અર્ધરાજ્ય આપવાની આજ્ઞા કરી છે. ભાગ્યની વાત છે. પિતાની ધારણું બીજી હતી અને કુમારના પુણ્યના પ્રભાવથી ગુણે અને રૂપથી આકર્ષાએલ હદયવાળા લોકો તેની પાછળ ફરે છે. (આગળ જઈને) આ કંચકીને તે રાજાએ મેક છે. માટે તેની આગળ આનંદ અને હાસ્યની ચેષ્ટા કરતો
આંટા મારૂં. (તેમ કરે છે) કંચુકી– (લગાર તેની પાસે જઈને) અરે બટુક! તારા રાજા કયાં રહેલા છે?
(વિદૂષક આકાશમાં ઉચે નજર કરે છે). કંચુકી– પિતાના મનમાં આ ઉન્મત્ત માણસના જેવી ચેષ્ટા કેમ કરે છે? અથવા તે બ્રાહ્મણ
બટુક વિદ્યાથી છે એટલે, બીજું આ મૂર્ખ છે. અધુરામાં પૂરું રાજપુત્રીએ એને બેલાબે, મોટી અનર્થની માલા થઈ. ભલે જે થવાનું હોય તે થાવ. એને બોલાવું તે ખરે.
(પ્રગટ થાય છે. અરે નિર્લજ્જ બટુક! કપિ હોવા છતાં પણ આમ વિરુદ્ધ વર્તન કરે છે? વિદૂષક- અરે ! યમરાજાના હાડકા સરખા પિતાને જેતે નથી અને દાંતની બત્રીશી વગરના
મુખ અને કંપતા શરીરવાળે તું બીજાની મશ્કરી કરે છે? કંચુકી- તે વાત રહેવા દે, તે સાથે તારે શો સંબંધ? પરંતુ કહે કે, તારા રાજા ક્યાં છે?
કે જેથી તેને શુભ સમાચાર આપું. વિદૂષક– પણ એમાં બ્રાહ્મણને શું લાભ થશે? કંચુકી- હમણુ ઉત્સવ થશે, તેથી વિશિષ્ટ પ્રકારનો લાભ થશે. વિદૂષક-હમણુ ઉત્સવ થશે, તેના પછી શેક થશે, તેથી હર્ષ અને ખેદ થશે. તેમાં બ્રાહ્મણને
કંઈ નહિં મળે. કંચુકી– અરે મૂર્ખ ! મંગળમાં અમંગળને શબ્દ કયાં બોલે છે? વિદૂષક- અરે! આમાં વચનમાત્ર બેલવાથી કંઈ પણ થાય ખરૂં ? અને કદાચ તેમ થાય તે મને લાડુ મળશે કે નહિં મળશે?
(ત્યાર પછી લાડુભરેલા થાળવાળી દાસી આવે છે.) દાસી– મારાં સ્વામિની રાજરાણીએ મને મોકલી છે. અને આજ્ઞા કરી છે કે–અરે ચતુરિકા!
બહાર જઈને બંધુમતીને ઉત્તમવરની પ્રાપ્તિના નિમિત્તે ભગવતી કુલદેવતાને આ લાડવા ધરાવીને કેઈકતેવા અતિથિવિશેષને આપજે. તે હવે મારે અતિથિને કયાં ખેળવા જવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org