________________
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત કાર્યની સિદ્ધિ થવાથી તુષ્ટ થએલા રાજાએ બ્રાહ્મણને કહ્યું કે- ઈચ્છા હોય તેની માગણી કર.” તેણે કહ્યું કે- મારી પત્નીને પૂછીને આવું. રાજાએ હસતાં હસતાં એમ કહ્યું કે- “ભલે એમ કર.” બ્રાહ્મણી પાસે ગયે. તુષ્ટ થએલા રાજાની બનેલી હકીક્ત કહી કે રાજા ઈચ્છિત માગવાનું કહે છે. તે તું કહે તેની માગણી કરું. બ્રાહ્મણીએ ચિતવ્યું કે, જે તેને રાજલક્ષ્મી મળશે તે બીજી સારા રૂપવાળી યુવતીઓ પરણશે, મારા ઉપર અ૫ નેહવાળે થશે, માટે મારા પરને સ્નેહ ઓછો ન થાય તેવી માગણી કરવાનું જણાવું. બ્રાહ્મણીએ કહ્યું કે હે ભટ્ટ ! આપણે બ્રાહ્મણની જાતિવાળા છીએ, તે રાજાની પાસે આગળ બેસનારા તથા નગરવાસીઓ પાસેથી ઉત્સવ વગર પણ દરરોજ તેમને ત્યાં ઉત્તમ ભેજન અને દક્ષિણમાં એક સોનામહોર મેળવો.”. તે સાંભળીને બ્રાહ્મણ રાજા પાસે ગયે. પત્નીએ કહ્યા પ્રમાણે માગણી કરી, હર્ષ પૂર્વક તેની માગણીને સ્વીકાર કર્યો.
આ પ્રમાણે હંમેશાં વારાફરતી જુદા જુદા દરેક ઘરે ભજન કરતું હતું, તથા દરરેજ સેનામહોરની દક્ષિણ મળવાથી તેની દરિદ્રતા દૂર થઈ. “આ રાજાને માનીતે પરણે છે એમ ધારીને સમગ્ર પ્રજાવર્ગ દરરોજ તેને આમંત્રણ કરે છે. બ્રાહ્મણપણની લેભ અને લેલુ પતાની પ્રકૃતિથી પહેલાં ભજન કરેલ હોવા છતાં આંગળી મુખમાં નાખીને પહેલાના જનની ઉલટી કરીને ફરી ભજન કરતે રહેતે હતે. એવી રીતે કેટલેય કાલ પસાર કર્યો. તેને ઘણા પુત્ર-પૌત્રાદિક ઉત્પન્ન થયા, ઘણી ત્રાદ્ધિ-સમૃદ્ધિ વૃદ્ધિ પામી. તેવા પ્રકારનું ભારી ભેજન નિરંતર કરતો હોવાથી તેને કુષ્ઠવ્યાધિ ઉત્પન્ન થયો. સમગ્ર શરીર અને અવયમાં ફેલાઈ ગયે અને અસાધ્ય બની ગયે. તેવા પ્રકારની રોગી અવસ્થાના કારણે પુત્ર-પૌત્રાદિક તેને ઉદ્વેગ કરવા લાગ્યા. હવે સેવા કરવાનું પણ ઓછું કરી નાખ્યું. તેના રોગના કારણે લજજા પામવા લાગ્યા. કુટુંબિઓનું આવું વર્તન દેખીને તે બ્રાહ્મણ વિચારવા લાગ્યું કે- “મેં ઉપાર્જન કરેલા વૈભવથી આ સર્વે ને અભિમાન ઉત્પન્ન થયું છે અને મારી આજ્ઞા પણ સાંભળતા નથી. અથવા
પોતાના અંગત સ્વાર્થના કાર્ય કરવા માટે ઉઘુક્ત થએલા અશુદ્ધ સ્વભાવવાળા દુષ્ટજનનાં હૃદયે હજારે સુકૃત–પરોપકારથી પણ વશ કરી શકાતાં નથી. સજજન શુદ્ધસ્વભાવના કારણે સ્નેહપૂર્વક પરોપકારને વર્તાવ કરે છે, જ્યારે દુષ્ટ મતિવાળે ખલજન દુષ્ટ ભાવથી અપકાર કરવાની અવળી જ કલ્પના કરે છે. અશુદ્ધ ભાવનાવાળો હલકે પુરુષ જ્યાં ભજન કરે છે, ત્યાં જ તે પાત્ર ભાંગી નાખે છે અને દુષ્ટભાવથી છેટી જ કલ્પના કરે છે. જેમાં પિતે ઉત્પન્ન થાય છે. તે જ કાષ્ઠમાં સેંકડો છિદ્રો કરીને જર્જરિત કરવાની ઈચ્છાવાળા ઘુણ કીડા સરખે ખલજન સજનને ફેલી ખાય છે. જે કાષ્ઠથી જેની ઉત્પત્તિ થઈ છે, એ અગ્નિ જેમ કાષ્ઠને, તેમ દુર્જન પણ સજ્જનને ભરખી જાય છે. અનેક મર્મભેદ કરનાર દુષ્ટોની અને કંટકનો આ વિચિત્ર સ્વભાવ હોય છે. તે તેમનો દૂરથી જ ત્યાગ કર, અગર પાદુકાથી તેના મુખનો ભંગ કરે, ખલજના દિવસે તે પારકા ગુણ કે વૈભવ દેખતાં જાણે મૂરછ પામેલ ન હોય તેમ રહે છે અને રાત્રે તેના દોષ દેખીને ત્રણે લેકનું રાજ્ય પામ્યું હોય, તેવી ધીરતાને પામે છે. આ પ્રમાણે કદાચ તેને પ્રયત્ન પૂર્વક તેના કાર્ય માટે મસ્તક પણ આપે, તો પણ કદાપિ સજજન તે ખલપુરુષને પ્રભાવિત કરી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org