________________
નંદિણનો પશ્ચાત્તાપ
૪૩૫ એમ જ તે સમયે બ્રાહ્મણે કહ્યું કે-જે એમ છે, તે પ્રથમ ધર્મને સ્વીકાર કરી પાછા નથી કેમ પરિભ્રષ્ટ થયા?'—એમ સાંભળતાં જ નંદિણને સ્મરણ થયું કે, “મેં આ ઠીક ન કર્યું.” પશ્ચાત્તાપ વૃદ્ધિ પામે. વિષયે પ્રત્યે અણગમો ઉલ્લાસ પામે. વૈરાગ્ય-પરિણામ પ્રગટ થયા. વિચાર કરવા લાગ્યા કે-“અરે રે! મેં આ કેવું ખોટું આચર્યું ? જે હું એક વખત ઉત્તમ મહાન તેવા પ્રકારની પદવી પામ્યા હતા ! અ૫ વિષયસુખ ખાતર આત્માને ભૂલીને અત્યંત વિવેકી લેકોને નિંદવા ગ્ય મેં આચરણ કર્યું. ત્યાર પછી સમગ્ર વિષયવિલાસને ત્યાગ કરીને વીર ભગવંત પાસે ગયા. વિધિ પ્રમાણે ફરી પણ શ્રમણપણું અંગીકાર કર્યું.
માટે હે મેઘકુમાર ! આ પ્રમાણે પ્રત્રજ્યા ગ્રહણ કરવી, તે દુષ્કર છે. મેઘકુમારે કહ્યું કે, “કર્માધીન જીવને આમ થવું સંભવિત છે, એટલું જ નહિ, પરંતુ પરમાર્થ નહીં સમજેલા હોય, પ્રથમ શરીરથી તે અભ્યાસ પાડેલે ન હોય, એકલા વિહાર કરવાને ટેવાએલા હોય, તેને આમ થવું સંભવી શકે, જ્યારે હું તો પ્રભુના ચરણ-વૃક્ષની છાયા સેવનાર હોવાથી મને તે વિષયાભિલાષરૂપ તડકો લગાર પણ ચલાયમાન કરવા સમર્થ થઈ શકવાને નથી. વિલાસિનીનાં મુખ દેખવાની તૃષ્ણ લગાર પણ ઉદ્ભવવાની નથી, માટે મને પ્રત્રજ્યા અંગીકાર કરવાની સમ્મતિ આપે.” મેઘકુમારનું આ પ્રમાણે વચન સાંભળીને અભયકુમારે તેને કહ્યું કે– નિર્વિદને કલ્યાણકાર્યની સાધના કરે, તમારા ઈચ્છિત મને પૂર્ણ થાઓ.” આ પ્રમાણે રજા મળવીને મેઘકુમાર ભગવંતની પાસે ગયા. વિધિપૂર્વક મુનિ-વેષ અંગીકાર કર્યો. શ્રમણ-સમુદાયની અંદર રહીને તપ-સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા. એ પ્રમાણે દિવસો પસાર થવા લાગ્યા.
કેઈક સમયે વસતિ–ઉપાશ્રયનું સ્થળ નાનું હોવાથી અને શ્રમણ સંઘ વિશાળ હોવાથી, અંદર સ્થાન ન મળવાથી ક્રમસર દ્વારભાગમાં તેને સંથારો કરવાને આવ્યું. ત્યાં સાધુઓ પ્રવેશ-નિગમન કરતા હતા, ત્યારે તેમના ચરણના વારંવાર સંઘટ્ટ થવા લાગ્યા. તે સહન ન થઈ શકવાથી વિચારવા લાગ્યા કે, “અહા ! જુઓ તે ખરા ! કે લોકાચાર ન સમજેલા આ સાધુઓ મેરુ સરખા મારા કુળને પણ વિચાર કર્યા વગર હાથ, પગ, શરીર અને મસ્તક-પ્રદેશમાં પિતાના ચરણ મૂકીને પ્રવેશ-નિર્ગમન કરે છે ! ઉદ્વેગ પામેલા તેની રાત્રિ કઈ રીતે પસાર થઈ પ્રભાત સમયે તેના મને ગત ભાવ જાણીને વીરભગવંતે મેઘકુમારને કહ્યું કે, “અરે દેવાનુપ્રિય! શું તું તારે પૂર્વભવ ભૂલી ગયો? આગલા ભવનું તારું હાથીનું શરીર હતું, તેને યાદ કર. જળપાન કરવા માટે સરોવરના જળમાં જતાં જતાં તું કાદવમાં ખૂંચી ગયે અને પછી મૃત્યુ પામ્યો હતો. તારા શરીર ઉપરથી ત્યાં જળપાન કરવા માટે આવેલા શિયાળ, ગિધડા અને હિંસક પશુઓ પિતાના ચરણ સ્થાપન કરતા હતા અને આમ -તેમ ફરતા હતા. તે તેવાના ચરણથી ચંપાયેલા તને યતિજનના ચરણથી ચંપાતાં દુઃખ ઉત્પન્ન થાય છે. પણ એ બે વચ્ચેના આંતરાને વિચાર કર્યો? પ્રભુનું તે વચન સાંભળીને “મિચ્છા મિ દુક્કડું” એમ બોલીને ઉત્પન્ન થએલા શુભ અધ્યવસાયવાળા તે મેઘકુમાર વિચારવા લાગ્યા કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org