________________
મેઘકુમારની દીક્ષા
૪૫
જેણે ગજઘટાઓનો સમૂહ, એકઠો કરેલ છે, હથિયારોના સમૂહ જેણે એકી સાથે-એક સામટા છોડી દીધા છે. એવા શત્રુના સૌન્ય સાથે યુદ્ધ કરનારે હું છું. એટલું જ નહિં, પરંતુ શત્રુ રૂપી ગજઘટામાં સિંહની જેમ ઉતરી પડતા, રથની ધુરામાં પ્રલયકાળના અગ્નિ સરખા, એક સાથે ચાલતા અશ્વોના સમૂહમાં વંટોળીયાના પવન સરખા, સુભટોના સમૂહમાં ક્રોધાયમાન યમરાજા સરખા મને જેઈ પરાભવ કરી શકે તેમ નથી.”
–આ પ્રમાણે પિતાના મનમાં યુદ્ધ કરી રહેલા પ્રસન્નચંદ્ર મહર્ષિ આગળથી શ્રેણિક રાજા પસાર થઈને સમવસરણ ભૂમિમાં પહોંચ્યા. દૂરથી જ યાન, છત્રાદિક રાજચિહ્નો છોડીને શ્રેણિક રાજા સમવસરણમાં દાખલ થયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક વંદન કરીને અતિક્રૂર નહિ એવા પ્રદેશમાં બેઠા. ધર્મકથા પૂર્ણ થયા પછી પ્રસન્નચંદ્ર મુનિને વૃત્તાન્તને પૂછવા લાગ્યા કે-“હે ભગવંત! આવા ધ્યાન કરતા પ્રસન્નચંદ્ર મુનિની કઈ ગતિ થાય ?” ભગવંતે કહ્યું કે, “નીચે સાતમી નરકમૃથ્વી.” વળી કેટલાક સમય પછી પૂછતાં ભગવંતે તિર્યંચગતિ કહી. વળી થોડા સમય પછી પૂછતાં ભગવંતે “મનુષ્યગતિ” વળી “દેવગતિ” જણવી. એટલામાં તે “કેવલજ્ઞાન પ્રગટ થયું.”
આ સમયે વિસ્મયથી રોમાંચિત થએલા શ્રેણિક રાજાએ પૂછ્યું કે-“હે ભગવંત ! આટલા ટૂંકા કાળમાં આમ કેમ થયું ? ' અથવા તે મારા સાંભળવામાં કાંઈ ભૂલ થઈ ભગવંતે કહ્યું કે- “તમારી સાંભળવાની ભૂલ નથી, પરંતુ તમે જ્યારે અહીં આવતા હતા, ત્યારે માર્ગમાં તમારા બે પગપાળા પહેરગીરે પણ એ જ માગે આવી પહોંચ્યા. તેમના વચનના કારણે ઉત્પન્ન થએલ મહાક્રોધથી મનમાં સંકલ્પથી આરંભેલા મહાયુદ્ધ કરતાં જેનાં સમસ્ત અસ્ત્ર-શો પૂર્ણ થઈ ગયાં છે–એવા તે મહર્ષિ મહાખેદ પૂર્વક પિતાના મસ્તક પરના મુગટને ફેંકવા માટે લેવા જાય છે, એટલામાં તેમના હાથમાં મુંડ થએલ મસ્તક આવ્યું. જ્યાં લેચ કરેલા મસ્તકને સ્પર્શ થયા કે, તરત આત્મ-સ્મરણ થયું અને વિચાર્યું કે; “હું કયાં છું ? કયાં મારો પુત્ર? એમ પોતે કરેલા ચિંતવન વિષયક નિંદન-ગીંણપશ્ચાત્તાપ કરતા અને ધર્મધ્યાન કરતાં તરત જ શુકલધ્યાનની શ્રેણિમાં ચડતાં કેવલજ્ઞાન પ્રગટ કર્યું. આ પ્રમાણે અધ્યવસાય વિશેષ અવસ્થાએ વિવિધ પ્રકારની થવાથી મેં તમને જુદા જુદા ઉત્તર આપ્યા હતા. તેથી કરીને હે નરેન્દ્ર! આત્માના પરિણામ-વિશેષ મૂલવાળા શુભ કે અશુભ કર્મના અનુબંધ હોય છે.” આ પ્રમાણે ભગવંતનું કથન શ્રવણ કરીને જેના હૃદયમાં આશ્ચર્ય વિસ્તાર પામી રહેલ છે, એવા તે શ્રેણિક રાજા પ્રભુને વંદન કરીને નગરીમાં ગયા. મેઘકુમારની દીક્ષા
હવે શ્રેણિકરાજા નગરમાં ગયા પછી નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે– હે ભગવંત ! સર્વ લોકેનાં નયને અને મનને મનહર લાગતે અત્યંત શીલાલંકારથી શોભતે આ “મેઘકુમાર' માત્ર હાથીઓને કેળવવાની શિક્ષામાં તત્પર, હાથીના જ વ્યવસાય કરવામાં લીન બનેલે, હાથીઓના સમૂહને એકઠા કરવા અને તેની કળા સિદ્ધ કરવામાં તેની વચ્ચે જ
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org