________________
પ્રસન્નચંદ્ર રાજર્ષિ
૪૨૩ ત્યારે દેવતા અને મનુષ્યની પર્ષદા સમ્મુખ નિરુત્તર કરી નિષ્ફળ અભિમાનવાળો કર્યો. કોઈક સમયે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર આદિ ભિક્ષુક સાથે વિવાદ ઉત્પન્ન થયો. એટલે વિવાદના કારણે ઉત્પન્ન થએલા કપાતિશયથી તેઓના ઉપર તેજલેશ્યા ફેંકી. તેઓએ પણ શાળા ઉપર પિતાની તેજલેશ્યા છેડી. તે બંને તેલશ્યાનું પરસ્પર યુદ્ધ જામ્યું. આ સમયે ભગવંતે તેની શાંતિ કરવા માટે શીતલેશ્યા મેકલી. પરંતુ તેજના અગ્નિના પ્રભાવને નહીં સહી શક્તા તેણે પ્રભુના ચરણનું શરણ અંગીકાર કર્યું. પ્રભુના ચરણના પ્રભાવથી પ્રશાન્ત થએલા ઉપસર્ગના પ્રસારવાળો ગાળો ચિતરવા લાગ્યું કે- “અરે! મેં ખોટું અને દુષ્ટકાર્ય કર્યું કે, ભગવંત સરખા સાથે હરિફાઈ કરીને તેમની મેં મેટી આશાતના કરી. એ પ્રમાણે દરજ પિતાની નિંદા કરતે આયુષ્ય પૂર્ણ થતાં તે પ્રાણ ત્યાગ કરીને અચુત દેવલેમાં ઉત્પન્ન થયે. [૧૮] પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેવલજ્ઞાનની ઉત્પત્તિ
ભગવંત પણ અનુક્રમે વિહાર કરતા કરતા કોઈક વખતે “રાજગૃહ' નામના મહાનગરે પધાર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં પહેલાં કહેલા ક્રમથી સિંહાસન પર બિરાજમાન થઈને દયાદિમૂલક ધર્મનું કથન કરવા લાગ્યા. આ સમયે શ્રેણિક મહારાજા “ભગવંત સમવસરણમાં બિરાજમાન થએલા છે.” તેમ સાંભળીને પ્રભુને વંદન કરવા નીકળ્યા. કેવી રીતે ? –
ચાલી રહેલા સામંતે સહિત, વગાડાતી ઢક્કાના શબ્દથી મિશ્રિત શ્રેષ્ઠ બિરદાવલી બોલનારાના જય જ્યકારના શબ્દોથી જેને અત્યંત પ્રચંડ કોલાહલ ઉછળી રહ્યો છે, જેમાં હસ્તિના સમૂહે અભિમાન પૂર્વક કંઠની ગર્જનાઓ કરેલી છે, ગુરુદર્શનના આનંદના કારણે મેઘ સરખા ગરવના શબ્દો ઉછળી રહેલા છે, જેનાથી ત્વરા કરાએલા ચંચલ અોવડે ઉખેડેલી પૃથ્વીરાજ ઉડી રહેલી છે, જેમાં ચાલતા પાયદળ-સમૂહે મેટા કેલાહલના શબ્દો કરેલા છે. મસ્તક ઉપર ઉજજવલ છત્ર ધારણ કરાએલ અને મુકુટના આભરણુવાળા, જેમાં વારાંગનાઓ વડે ઉલાળાતા ચામથી રજ પ્રશાન્ત કરેલ છે.-એ રીતે શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા માટે નીકળ્યા. ત્યારે શ્રેણિકરાજા એક પગના ટેકાના આધારે સમગ્ર શરીર ટેકવીને, બંને ભુજાઓને ઊંચી રાખીને ધ્યાનમાં એકાગ્ર હોવાથી બંધ કરેલા નિશ્ચલ નેત્રોવાળા, અડાલતામાં મેરુની સાથે તુલના કરતા, કાઉસ્સગ્ન-ધ્યાનમાં રહેલા રાજર્ષિ
પ્રસન્નચંદ્ર” ને માર્ગમાં ઉભેલા જોયા. જેઈને હૃદયમાં ઉત્પન્ન થએલા પ્રચંડ હર્ષના કારણે વિકસિત થએલા રોમાંચપટલવાળા શ્રેણિકરાજા વાહનમાંથી નીચે ઉતર્યા, અને ત્યાં ગયા કે જ્યાં “પ્રસનચંદ્ર” હતા, વિનયપૂર્વક પ્રણામ કરી બે હાથની અંજલિ મસ્તકે રચી રાજાએ વંદના કરી. વંદન કરીને પ્રભુ પાસે જવા પ્રયાણ કર્યું. એ જ પ્રમાણે મહાસામંત વગે અને સાથેના બીજા પરિવારે પણ “રાજાએ વાંદ્યા” તે આપણને પણ આ વંદનીય છેએમ ધારીને વિનોપચાર કરવા પૂર્વક વંદના કરી આગળ વધ્યા.
તેટલામાં ત્યાં આગળ રાજાના “સુમુખ” અને “દુર્ગખ” એ નામના બે સેવકો આવી પહોંચ્યા. તેમાં એકે કહ્યું કે, આ તે મહર્ષિ મુનિ પ્રસન્નચંદ્ર” તે, તેમને વંદન કરીને આપણુ પાપમલને ઘેઈ નાખીએ.” ત્યારે બીજાએ કહ્યું કે, “એવાને વંદન કેમ કરાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org