________________
વેન્દ્રોનું આગમન.
૪૧૩
ચાલીને, પૃથ્વીતલ સાથે જાનુમંડલ મેળવીને, પ્રણામ કરીને શું કરવા લાગ્યા, તે જણાવે છે —
હસ્તકમલના ઉલ્લાસ પામતા નખિકરણારૂપ કેસરાથી શેાભાયમાન, તે જ સમયે ચૂંટેલાં કલ્પવૃક્ષનાં ઉપન્ન થએલાં પુષ્પાની અંજલિ એકદમ ફેંકવા લાગ્યા. તેમ જ મધુર શબ્દ કરતા કાંકણાથી સુખર ભુજામ'ડલવાળા, સુંદર કંપાયમાન અંગુલિદલયુક્ત હસ્તકમલને ભાલતલમાં સ્થાપન કરીને ઘણા વિસ્તારવાળા રચેલા, વિવિધ અક્ષરોની ગોઠવણીવાળા, અભ્યંતર ભક્તિસમૂહ જણાવનાર એવા પ્રકારના જયજયકાર કર્યાં. · પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે ’~એમ જાણીને ઈન્દ્રમહારાજા વૃદ્ધિ પામેલા હવાળા અને રામાંચિત ગાત્રવાળા થયા. ત્યાર પછી મણિમય સિંહાસન પર બેસીને પ્રતિહારને આજ્ઞા કરી કે, ઘંટાના રણકારના પ્રયાગ વડે સમગ્ર દેવા અને અસુર-સમુદૃાયને એકઠા થવા જણાવેા. તે આજ્ઞા થતાં જ તેણે ઘટ વગાડયા.
દેવતાએ વગાડેલ ઘટના રણકારના પ્રસારથી દિશાના અવકાશે। ભરાઈ ગયા. એવા ઘંટાના રણકાર ઇન્દ્રના વિમાનમાં ચારે બાજુ પ્રસરી ગયા. તે સાંભળીને હુ પામેલા અને પ્રસરેલા ઉત્સાહવાળા સમગ્ર સુર-સમુદાય વાહુના અને પરિવાર સાથે ચાલવા લાગ્યા. નિત અસ્થળમાં ધારણ કરેલ મણિજડિત મેખલાના મધુર શબ્દ કરતા, ગતિના વેગથી ઉછળતા હારમંડળવાળા દેવાંગના–જન પણ સાથે ચાલવા લાગ્યા. આ પ્રમાણે સર્વાંદરથી પોતાના વૈભવાનુસાર વસ્ત્રાલ કાર સજીને દેવસમુદાય એકદમ ઇન્દ્રના સ્થાને પહેાંચ્યા.
દેવસમૂહ આવી પહોંચતાં જ ઈન્દ્રમહારાજા ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થયા. હાથી કેવા હતા ?–તે જ સમયે નિર્માણ કરેલા રજતમય હિમવાન પર્વત પ્રમાણુ દેહભાગવાળા, સિન્દ્ર વર્ષોંથી રંગેલા મહાકુભસ્થળવાળા, નિર ંતર અરતા મજળથી ભીંજાએલા કપાળમૂળવાળા, કાનના મૂળભાગ પાસે લાગીને રહેલા અને ઝૂલતા મનહર ચામરની ચૂડાવાળા, સ્થિર સ્થૂલ લાંખી કુંડળી કરેલ સૂંઢવાળા ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થયા. સુરસેવકાના હાથથી અફળાએલાં વિવિધ વાજિંત્રાના ઉછળતા પડઘા જ્યારે સંભળાતા હતા, ત્યારે સમગ્ર સુરસૈન્ય પ્રયાણ કરવા લાગ્યું. કેવી રીતે ?
દેવાના હાથના પ્રહારથી વાગતાં વાદ્યોથી આકુલ, મુખના વાયુથી પૂરેલા અસ`ખ્ય શ`ખાના વિશાલ કાલાહલવાળું, આકાશમાં ગમન કરનારા ચતુર વિદ્યાધરા વડે ગવાતા સંગીતથી શાભાયમાન, વાયુથી લહેરાતી ધ્વજાશ્રેણિની શેાભાવાળું, દેવેાના હાથીએ કરેલા ગારવથી ત્રાસ પામતા અન્ધુસમૂહવાળુ, ચંચળ અવેાના વેગથી મુક્ત થએલ વાહન વિસ્તારવાળુ, સિંહનાદ જેમાં વિસ્તાર પામ્યા છે, એવું દેવસૈન્ય પ્રયાણ કરવા લાગ્યું.
આ પ્રમાણે વૈભવાનુસાર વિસ્તારવાળા, વસ્ત્રાભૂષણ સર્જેલા દેવેાના પિરવાર સહિત ઈન્દ્રમહારાજાએ આવીને વીરપ્રભુના કેવલજ્ઞાન-કલ્યાણકના મહાત્સવ કરવા દેવસમૂહને આજ્ઞા કરી કે—‹ અરે ! સમવસરણ–ભૂમિ તૈયાર કરો.' ત્યાર પછી ઈન્દ્રની આજ્ઞાથી તરત જ તે તૈયાર કરવા લાગ્યા. કેવી રીતે ?—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org