________________
પૂર્ણ અભિગ્રહ, દાન પ્રભાવ, વસુધારા
૩૯૯ બનાવી? હે નિષ્કરુણ દેવ! જે તારે બંધુઓ સાથે વિયેગ કરાવવું હતું, તે વળી બીજુ આ મને દાસીપણું કેમ કરાવ્યું ? આ પ્રમાણે સુકુલમાં ઉત્પન્ન થવું અને આવી પિતાની વિચિત્ર અવસ્થાની સવિશેષ નિંદા કરતી તે બાળા દડદડ વારંવાર આંસુ પાડતી રુદન કરવા લાગી.
એમ પિતાના જન્મની નિંદા કરતી, પિતાની અવસ્થાને શેક કરતી, સુધાથી કરમાઈગએલા કપિલ મંડલવાળું મુખ હથેલીમાં સ્થાપન કરીને અડદના બાકળા તરફ નજર કરી. સ્નેહાદિસ્વાદ ગુણરહિત મક્ષિકા સમૂહ સરખા દેખાવવાળા તેવા અડદને જોઈને વળી અધિક્તર દુઃખ પામેલી રેકાઈ ગએલા કંઠવાળી વિચારવા લાગી કે-“ક્ષુધાવેદનાવાળા જતુને કંઈન ભાવે તેમ હતું નથી, તે ભલે હું વિષમદશા પામી છું, તે પણ શું હું અતિથિને આપ્યા વગર ભેજન કરું એમ વિચારીને ઘરના દ્વાર તરફ નજર કરી.
આ અવસરે દિવસને કેટલેક ભાગ વીતી ગયો અને યક્ત પારણને સમય થયે હતું, ત્યારે મહાઅભિગ્રહપણથી કેઈ સ્થળે ઈચ્છિત અભિગ્રહવાળે આહાર પ્રાપ્ત ન થવાના કારણે લગાર પણ વેદના ન ગણનાર એટલું જ નહિં પણ શુભ લેસ્થાની વિશુદ્ધિ કરતા ભગવંત કેમે કરી ઘરે ઘરે ફરતા તેના શુભકર્મોદયથી જ હોય તેમ તેના ગૃહાંગણમાં આવી પહોંચ્યા. ચંદનાએ ભગવંતને જોયા. જગદ્ગુરુને જોઈને “આવી અવસ્થામાં પણ મારે જન્મ સફલ, જે આ મહાનુભાવ આ અડદ ગ્રહણ કરવા મારા ઉપર કૃપા કરે, તો હું કૃતાર્થ થાઉં.” આ પ્રમાણે અશ્રજળથી મલિન ગંડતલ હોવા છતાં હર્ષના વેગથી વિકસિત માંચ-પડલને વહન કરતી, દુસહ દુઃખના પરિશ્રમથી સુકાયેલા શરીરવાળી હોવા છતાં અપૂર્વ ભગવંતનાં પગલાં થવારૂપ સુખસંપત્તિ પ્રાપ્ત કરનાર, મજબૂત બેડીમાં ચરણયુગલ જકડાયેલ હોવા છતાં પણ પિતાના દુઃખબંધનમાંથી પિતાને મુક્ત થયેલી માનતી એક પગ દ્વારની બહાર કાઢીને, હાથમાં રહેલા સૂપડાના એક ખૂણામાં રહેલા અડદના બાકુલા ભગવંતને આપવા તૈયાર થઈ અતિશય સ્વસ્થ ચિત્તવાળા ભગવંતે પણ પૂર્વની પછીની વિશુદ્ધિ જોઈને “અભિગ્રહ પૂર્ણ થયે” એમ તપાસીને હસ્તાંજલિ ધરી. તેમાં તેણે બાકળા વહોરાવ્યા. આ સમયે આકાશમાંથી વિકસિત પુષ્પોની બ્રા
, વૃષ્ટિ થઈ. મેઘકુમાર દેવાએ સુગંધવાળું જળ વરસાવ્યું. અતિશય સુગંધી વાયરે વાવા લાગ્ય, આકાશમાં દેવદુંદુભિ વાગ્યાં. ઈન્દ્રોએ રત્નની વૃષ્ટિ કરી. કેવી રીતે?
વિવિધ પ્રકારના વર્ણની ભાવાળાં રને દેવેએ એવી રીતે વરસાવ્યાં છે, જેથી કરીને મેઘધનુષના વર્ષોની જેમ તે શાભા પામવા લાગ્યાં. સુગંધના કારણે એકઠા થતા ભ્રમર-મંડળના ગુંજારવવાળી, દિશાના અંત સુધી વ્યાપેલ રજવાળી, સુરતનાં પુષ્પોની વૃષ્ટિ પડવા લાગી. કમલ જેવા કેમલ હાથના તાલથી વગાડાતા, ગંભીર વાગતા વાજિંત્રથી યુક્ત મંદશબ્દવાળે દુંદુભિને શબ્દ ઉછળી રહ્યો હતો. આ પ્રમાણે સુંદર ભુજાઓ ઊંચી કરી કળી સરખી અંજલિ મસ્તક સાથે મેળવી દેવાએ કરેલા જયજયકાર શબ્દ સાથે રત્નવૃષ્ટિ વરસવા લાગી.
એવી રીતે “અહા! દાનમ' એમ મોટા શબ્દથી બોલતા દેએ રત્નવૃષ્ટિ કરીને ધનશ્રેષિનું ઘર ભરી દીધું. નગરમાં મોટે કેલાહલ ઉછળે કે, પ્રભુના પારણા–સમયે ધનશ્રેણીના ઘરે વસુધારા” વરસી. લેક–પરંપરાથી આ હકીકત સાંભળીને શતાનીક રાજા પણ શ્રેષ્ઠીના ઘરે આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org