________________
અનુકૂળ ઉપસર્ગ તમે બીજા જન સાથે સંગસુખના રસિક બની અનુરાગ કરે છે, તે ખરેખર અરણ્ય-રુદન
માન છે. તાત્પર્ય કે બીજીનિવૃત્તિ સ્ત્રીમાં અનુરાગ કરે છે અને અમારા સરખી ઉપર અનુરાગ કરતા નથી ! આ પ્રમાણે કામદેવથી વ્યાકુળ દેવાંગનાઓનાં વચન સિદ્ધિ સુખના સંગમ માટે ઉત્સુક મનવાળા જગદગુરુનાં મનને પ્રસન્ન કરતાં નથી–અર્થાત્ અનુકૂલ ઉપસર્ગોમાં પણ પ્રભુનું મન લગાર પણ ચલાયમાન કરી શકતી નથી.
આ પ્રમાણે તે દેવાંગનાઓના શ્રવણસુખ ઉત્પન્ન કરનાર ગીતના શબ્દોથી કે મધુર બંસરી કે વીણાના વિનોદથી કે વિવિધ પ્રકારના શરીરના હાવભાવ, અભિનય, કરણવાળાં નૃત્ય અને નાટકથી કે વિલાસપૂર્વક વૃદ્ધિ પામતા દષ્ટિના કટાક્ષથી પ્રિય–ખુશામતનાં નિપુણ વચનેથી પ્રભુ ભાયમાન ન થયા. આ સમયે રાત્રિ લગભગ પૂર્ણ થવા આવી. પ્રભાત-સમય થયો. તે સમયે સૂર્યના કિરણોના સ્પર્શથી વિકસિત થએલા કમળની શોભા પ્રભુની પ્રાર્થનામાં નાસીપાસ, થએલી દેવાંગનાઓના મુખની શેભાને જાણે હાસ્ય કરતી કેમ ન હોય ? જે સમયે ચંદ્ર પશ્ચિમ દિશામાં ડૂબી ગયા, તે સમયે કુમુદિનીના ભ્રમરગણે કાજળથી શ્યામ થએલા અશ્રબિન્દુઓની જેમ નીચે પડતા હતા.
કંપી રહેલ લવંગલતાના ગંધથી ભરપૂર અને કમલના પરિમલથી સુગંધિત પ્રાતઃકાળને પવન સમગ્ર જીવલકને જાણે લિંપતે ન હોય ? ચંદ્રકિરણેથી વિકસિત થએલ, વાયુથી કંપિત પત્રસમહવાળાં કુમુદે જાણે વેદના-પીડિત હાય-એમ માનીને સૂર્ય પોતાના કિરણે રૂપ હસ્તથી સાત્વન આપતે હતે. વિરહથી વ્યાકુળ થએલા ચક્રવાકના યુગલને સંધ્યા સરોવરના ઉલ્લંગરૂપ શય્યાપટમાં પ્રિય સખીઓની જેમ પ્રગટરૂપે મેળાપ કરાવી આપતી હતી. ઉદયાચલના આંતરામાં રહેલા સૂર્યના ચમક્તા ઊર્ધ્વગામી કિરણોને સમૂહ નભમંડળમાં છિદ્ર સરખા ઊંચા નક્ષત્રમંડળને આચ્છાદિત કરતે હતે. સિંદૂરથી લાલ કરેલા દર્પણની જેમ ત્રિભુવન-લક્ષમીએ સામે રહેલા મણિ–દર્પણ સરખા સૂર્યમાં તરત જ પિતાના આત્માને જે. આ પ્રમાણે સૂર્યકિરણોથી નિર્મલ થએલ સમગ્ર દિશાઓ આકાશ અને ધરાતલવાળો જીવલેક વિકસિત લાલ કમળના પરિમલવાળે થયે. ત્યાર પછી સૂર્યનાં કિરણને સ્પર્શ થવાના કારણે વિકસિત થએલાં કમળની સુગંધ પ્રસરવાથી હર્ષિત થએલા કલહંસેના કલરવવાળા પ્રાત:કાળમાં દેવતાઈ માયાથી ઉત્પન્ન થએલ પ્રાતઃકાળની શંકામાં મૂકાએલા એવા ભગવાન વર્ધમાન સ્વામીએ અવધિજ્ઞાનના ઉપયોગથી યથાર્થ પ્રાતઃકાળ જાણીને સ્વીકારેલ મહાઅભિગ્રહને નિર્વાહ કરીને તેમ જ અંગીકાર કરેલ પ્રતિમા–વિશેષને પૂર્ણ કરીને પિલાસના જીર્ણ મંદિરથી આગળ પ્રયાણ કર્યું. તીવ્ર અભિમાનથી વિસ્તાર પામેલા કોધવાળાની જેમ તે અધમ “સંગમ' દેવ ભગવંતની પાછળ પાછળ અનુસરતે “એવય” નામના ગામે પહોંચે. ભગવંતને ચલાયમાન કરવાને કઈ લાગ ન ફાવવાથી તેમજ અવધિજ્ઞાનને ઉપગ મૂકીને ભગવંતની નિષ્કપતા જાણીને ઉપાર્જન કરેલા પાપસમૂહને વહન કરતો વૃદ્ધિ પામતા પરિશ્રમવાળે હવે ઉપસર્ગ કરવાથી કંટાળે. પોતાની પ્રતિજ્ઞા સફળ ન થવાથી મનમાં ગૂરાતે ભગ્ન થએલા અભિમાનવાળે ચિંતન કરતાં જ વિમાનરત્નમાં આરૂઢ થયે. નાશ પામેલા દિવ્યપ્રભાવવાળા તે વિમાનને કેવા પ્રકારનું જોયું ? તે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org