________________
૩૨
ચેપન મહાપુરુષોનાં ચરિત
ઉછળેલા રજ-સમૂહથી જેણે આકાશ-મંડલને આચ્છાદિત કરેલ છે. જેણે મૂળમાંથી ઉખેડી ઉછાળીને નીચે પાડ્યા છે, જેણે અતિતીર્ણ પથરા અને કાંકરાની સતત વૃષ્ટિ-ધારાથી પીડા ઉત્પન્ન કરી છે, જેણે વેગથી ઉખાડેલા પર્વતેને નીચે પાડીને ભૂમંડલ કંપિત કર્યું – એવા પ્રકારને પ્રચંડ વાયુ વિકળે, વળી તે દેવ રજ-પટલ એકઠું કરીને પવનને વટેળીયારૂપે જમણું કરાવવા લાગે. કેવી રીતે ? તે કહે છે –
તે સમયે અધિક ઉતી રજના સમુદાયથી થએલા વંટોળીયા વડે જાણે પૃથ્વી કંપતી ન હેય-તેમ જણાવા લાગ્યું. તે જ ક્ષણે અતિતીણ અગ્રધા રવાળા વેગથી ફેકેલા અણીયાલા પત્થરના અસા પ્રહારો જગદ્ગુરુ ઉપર પડવા લાગ્યા. કઠેર સ્પર્શવાળા કાંકરાઓની વૃષ્ટિ થવાના કારણે તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. તે મહાપવનના કારણે અગ્નિજ્વાલાઓ વધવા લાગી અને મહાઉત્પાત થયે. આ પ્રમાણે સમસ્ત વન, સમગ્ર ઉદ્યાન અને પૃથ્વીરજને વટેળીયાએ ભમાવ્યું, પરંતુ તે વાયુચક્ર આ મહામુનિના હૃદયને ભમાવી ન શક્યું. એટલે ત્યાર પછી પ્રભુના શરીરના સંસર્ગથી ખંડ ખંડ થએલ નિષ્ફળ વાયુચક્રના પ્રવેગવાળા, જગદ્ગુરુના અભિગ્રહને ભંગ કરાવવા માટે આકાશ-પાતાળ કરતા, ઉપસર્ગમાં નિષ્ફળતા મેળવતાં પ્રભુને વધ કરવા માટે એકતાન બનેલા અને તે જ વ્યવસાય કરનાર અત્યંત દુષ્ટબુદ્ધિના પ્રકર્ષવાળા તે “સંગમ” દેવે કાલચક્રની વિમુર્વણ કરી. તે કેવું હતું ?– ચમકતી વિજળીના મંડળથી જાજવલ્યમાન ઉન્નત મેઘના શિખર સરખા વિલાસવાળું, મેરુપર્વત અને સ્વયંભુ સમુદ્રના સરખા પરાક્રમવાળું, હજાર કાલલેહના ભાર પ્રમાણુ વજનદાર પ્રચંડ કાલચક બનાવ્યું. તે વળી કેવું હતું ?- પ્રજ્વલિત ભાસ્વર અગ્નિશિખાના સમૂહના કારણે અસહ્ય દર્શનવાળા, પ્રલયકાળના અગ્નિથી સળગી રહેલ પૃથ્વીમંડળને ગ્રહણ કરીને જાણે ઉડતું ન હોય ? જગદ્ગુરુના વધ કરવાના વ્યવસાયના સાહસ કરવાના મનવાળા ઉપર રહેલા તે દેવે પ્રસાર પામેલા અગ્નિના તણખાઓથી ત્રાસ પમાડનાર એવા ચક્રને ભગવંત પર ફેંકયું. ઉપરથી પડતી ઉલકાથી ભુવનને ભયની શંકા ઉત્પન્ન કરાવનાર સૂર્યમંડળની જેમ મધ્યમાં ઉકાવાળા ઊંચા-નીચા થતા દોડતા પ્રજવલિત જ્વાલા-સમૂહથી કાબરચિત્રા વર્ણવાળા પડતા ચક્રને પોતાના ભવનમાં રહેલા વિદ્યાધરો અને નરેન્દ્રો જોતા હતા. તે સમય કાજળની જેમ ચમક્તા શ્યામવર્ણવાળા, વિજળીએના ચમકવાથી શોભતા, ભયંકર ગર્જનાના શબ્દો કરતા પ્રલયકાળના મેઘ-સમૂહ સરખા કાળચક્રને જોઈને ભયથી વ્યાકુળ દે અને દાન આકાશમાને છેડીને ચારે દિશામાં દૂરદૂર દેડી ગયા. તે ચક્રના વૃદ્ધિ પામતા તેજ અને પ્રભાવથી ચંદ્રમંડળની પ્રભા ઝાંખીનિસ્તેજ બની ગઈ નષ્ટ થએલ નક્ષત્રમંડળવાળું આકાશ-આંગણુ સળગી ઉઠ્ય, પર્વતે કંપવા લાગ્યા, પૃથ્વી ભ્રમણ કરવા લાગી. અતિશય વેદના ઉત્પન્ન કરનાર, નિષ્કપ અને ધૂમાડા સહિત જ્વાલાસમૂહવાળું તે ચક્ર એકદમ પ્રભુના મસ્તક-પ્રદેશ ઉપર પડ્યું. તે સમયે પ્રભુ કાદવની જેમ કઠણ પૃથ્વી-મંડલમાં ઘુંટણ સુધી ઊંડા ખૂંચી ગયા, પરંતુ શુભધ્યાનના વ્યાપારથી વિચલિત ન થયા. આવું ચક્ર પ્રભુના ઉપર ફેંકવા છતાં તેમના મહાધ્યાનને ભંગ ન થયે, એટલું જ નહિં પણ થઇના ટુકડા થયા ત્યારે તે દેવની ઈચ્છા નિષ્ફળ થવાથી તે મનમાં દુભાયે. આવા પ્રકારના અનેક પ્રતિફળ ઉપસર્ગો ઉપર નવા નવા ઉપસર્ગો કરવા છતાં જ્યારે ભગવંતનું ચિત્ત લગાર પણ ચલાયમાન ન કરી શકે, ત્યારે તે દેવ વિચારવા લાગે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org