________________
સૌધર્મેન્ટે કરેલી ભગવંતની સ્તુતિ
૩૮૭ એકદમ સર્વ ઈદ્રિના દુષ્ટભાવથી રહિત, દષ્ટિના વિક્ષેપવાળા અને નિઃશ્વાસ-પ્રસાર રોકવાથી નિષ્ફપિત સર્વ અંગવાળા, એકાગ્રચિત્તવાળા રહેલા હોવાથી હૃદયમાં વિશુદ્ધ થતી શુભ લેશ્યાવાળા, સુરે, નર અને.તિર્યંચોએ કરેલા દુસ્સહ ઉપસર્ગોમાં દુર્લફયવાળા, સર્વ નેની ઈચ્છા પૂર્ણ કરનાર તેમ જ શુભફળ આપનાર લટકતી ભુજારૂપી શાખાવાળા ભગવત કલ્પવૃક્ષની જેમ અશોકવૃક્ષના મૂળમાં શોભતા હતા. (લેષાર્થ હેવાથી કલ્પવૃક્ષ પણ મનોરથ પૂર્ણ કરનાર અને લટકતી શાખાવાળા હોય છે. ) આ પ્રમાણે મહાઅભિગ્રહના કારણે વિશેષ પ્રકારે વૃદ્ધિ પામતા શુભ ધર્મધ્યાનવાળા ભગવંત ઘણું ભવમાં ઉત્પન્ન થએલા દુઃખને ક્ષય કરવા માટે પ્રતિમાપણે કાઉસગ્ન-ધ્યાનમાં રહ્યા.
વૃદ્ધાવસ્થાના કારણે ઘટી ગએલા પ્રતાપવાળા રાજાની જેમ સૂર્ય આથમી ગયે. (સૂર્યપક્ષે પણ દિવસ પૂર્ણ થવા આવે, ત્યારે તેને તાપ ઘટતું જાય છે. ) પશ્ચિમદિશાના મુખરૂપ સરોવરમાં સૂર્યનાં કિરણેથી ગૃહિત કમલિનીની જેમ સંધ્યા પ્રતિબંધ પામી. દુર્જનનાં કૃષ્ણવદન-પાપવચનની જેમ વિલાસવાળા, સૂર્યના અસ્ત થયા પછી લાગ મળતાં અત્યંત અંધકારસમૂહ ફેલાવા લાગે. પૂર્વ દિશારૂપ વધૂના ઘુસણુ-કેસરથી અરુણ સ્તનમંડલ સરખું ચંદ્રબિંબ ઉદય પામ્યું. દૂર રહેલા હોવા છતાં પણ ચંદ્ર કાંતિના પ્રકર્ષથી અંધકાર-સમૂહને ભૂંસી નાખે–અર્થાત અંધકાર દૂર કર્યો. વિકસિત દલપુટની અંદર લીન થએલ ભ્રમર-મંડળવાળા, કુમુદખંડે સારવારમાં ઉત્પન્ન થયા. આ પ્રમાણે રાત્રિમાં ભ્રમરમંડળના ચંચળ પાદ અને પાંખવડે ઉડાડેલી, ચાંદની સરખી ઉજજવલ, પરાગરજથી ધુંધળા વર્ણવાળી ચંદ્રથી જેની શોભા વૃદ્ધિ પામી રહેલી છે, એવી એક રાત્રિમાં એક સમયે પિતાના પરિવાર સાથે સભામંડપમાં બેઠેલા સૌધર્માધિપતિ ઈન્દ્ર ઘણું દૂર રહેલા હોવા છતાં પણ હંમેશાં હૃદયમાં પ્રભુને ધારણ કરતા ચિંતવવા લાગ્યા કે- “અત્યારે વર્ધમાન સ્વામી ભગવંત પોતાના ચરણકમળના સ્પર્શથી ધરાતલના ક્યા પ્રદેશને પવિત્ર કરતા વિચારતા હશે?” -એમ વિચારતાં અવધિજ્ઞાનને ઉપયોગ મૂક્યો, તે નગર બહારના ઉપવનમાં, વિચિત્ર ભૂમિ–ભાગમાં પ્રતિમા અભિગ્રહવિશેષ અંગીકાર કરીને રહેલા પ્રભુને જોયા. પ્રતિમાપણે રહેલા ત્રિભુવનગુરુને ઈન્દ્ર મહારાજા કેવી રીતે જોતા હતા?
નિષ્કપ શરીરની વૃદ્ધિ પામતી નિર્મળ કાંતિથી અલંકૃત ધરપ્રદેશવાળા, અને મેરુપર્વતની જેમ દેવતાઓ અને અસુરે વડે સેવાતા ચરણ-કમળવાળા, ધ્યાનાગ્નિ વડે ઘણુ ભવેના કર્મસમૂહને બાળતા, જળહળતા વડવાગ્નિના સમૂહની જેમ ભવ્યજીના સંસાર-સમુદ્રને શેષનાર, અર્થાત્ સંસાર ટૂંકે કરનાર, બાલસૂર્યની સરખી કાંતિને ધારણ કરનાર, નજીકમાં થનાર કેવલજ્ઞાનની પ્રભાવાળા, અંતરમાં ઉર્ધ્વગામી કિરણવાળે સૂર્ય જેમાં પ્રગટ થઈ રહેલ છે એવા આકાશમાર્ગની સરખા, આ પ્રમાણે ત્રિભુવનરૂપ ભવનના તેજેરાશિ માફક દીપતા અવધિજ્ઞાનથી ઉપગ મૂકીને સકલ જગતના નાથને ઈન્દ્રમહારાજા જતા હતા.
ભગવંતને જોતાં જ એકદમ સિંહાસનને ત્યાગ કરીને બંને હાથની અંજલિ ભાલતલ પર એકઠી કરીને ધરણિતલમાં સ્થાપન કરેલા જાનુયુગલવાળા, પૃથ્વીતલ પર આંદોલન થતા મનહર રનહારવાળા ઈન્દ્રમહારાજા મસ્તકથી પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org