________________
૧ ઋષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર નામનું બીજું કારણ ગ્રહણ કરીને ઉખર ભૂમિમાં દવાગ્નિ જેમ ઓલવાઈ જાય, તેવી રીતે મેહનીયકર્મને ઉદય રેકીને કર્મગ્રંથિ ભેદીને અનિવૃત્તિકરણ પામીને પહેલાં કઈ વખત મેળવેલ ન હોય, સંસાર પાર પામવા માટે સેતુ-સમાન સુખપરંપરા અને કલ્યાણનું કારણ એવું સમ્યક્ત્વ મેળવે છે. તે સમ્યકત્વના પરિણામથી પરિણમેલો જીવ શુભ અધ્યવસાયયુક્ત થઈને મિથ્યાત્વના દલિકેના ત્રણ વિભાગ કરે છે. તે પ્રમાણે–શુદ્ધ, અલ્પશુદ્ધ અને અશુદ્ધ. ત્યાં અંતમુહૂર્ત કાળ સુધી ઉપશમ–સમ્યક્ત્વી થઈને જ્યારે શુદ્ધ સમ્યકત્વના દળીયાને ઉદય અનુભવે, ત્યારે ક્ષાયોપથમિક સમ્યગદષ્ટિ થાય અલ્પશુદ્ધ દળીયાને ભેગવે, ત્યારે મિશ્રદષ્ટિઆમ નિસર્ગ સમ્યગદર્શન થાય.
અધિગમ–સમ્યકત્વ તે પ્રવચન સાંભળતાં, જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ રૂપ સાત પદાર્થોની વિચારણા કરતાં, હેતુ, દૃષ્ટાંત અને યુક્તિઓથી પદાર્થોની સિદ્ધિ કરતાં, જ્ઞાનાવરણીય કર્મને લેપશમ થવા વેગે, મેહનીયકર્મમાં વિવર થયે છતે દરરેજ આચાર્યની પાસે શાસ્ત્ર અને ધર્મોપદેશ સાંભળનારને નિરંતર ક્ષય પામતા કર્મવાળાને કર્મની ગ્રંથિને ભેદ થાય એટલે શુભ પરિણામ સ્વભાવવાળું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. આ અભિગમ સમ્યક્ત્વ. વળી તે સમ્યક્ત્વના પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે-ઉપશમ, સાસ્વાદન, લાપશમિક, વેદક અને ક્ષાયિક. તેમાં પ્રથમ ભેદ ઉપશમ સમ્યકત્વ ભિન્ન ગ્રંથિવાળાને પ્રથમ સમ્યકુત્વ-પ્રાપ્તિ વખતે હોય. ઉપશમશ્રેણિ કરતો હોય અને મેહને ઉપશાન્ત કરેલો હોય ત્યારે તે ઉપશમ સમ્યત્વ ગણાય. મેહનીય કર્મનો ક્ષયે પશમ થાય, ત્યારે ક્ષાપશમિક સમ્યકૂવ. તે તે વળી સમ્યકત્વને પુગલના ઉદયથી થયેલા પરિણામવાળાને હોય છે. સાસ્વાદન સમ્યકૂવ તે સમ્યક્ત્વના ભાવનો ત્યાગ કર્યો ન હોય અને મિથ્યાત્વ સન્મુખ થયે હોય, અનંતાનુબંધીને ઉદય થયે ન હય, સમ્યક્ત્વના પરિણામની આસ્વાદ ચાલુ હોય, કંઈક સમ્યક્ત્વના શુભ પરિણામવાળાને તે હોય છે. વેદક સમ્યકત્વ વળી ક્ષપકશ્રેણિ પામેલાને જેના અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વનાં દલિકે ક્ષીણ પામ્યાં હોય, હવે જે દળીયાં છેલ્લાં જ વેદતો હોય અને ક્ષાયિક સમ્યકત્વના સન્મુખ થયે હોય, તેને તે હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ સાત પ્રકૃતિઓને ક્ષય કર્યો હોય અને આત્માના સ્વભાવથી ઉત્પન્ન થયેલા શુભ પરિણામવાળો શ્રેણિક જે જાણ. આમ પાંચ પ્રકારનું સમ્યક્ત્વ વર્ણવેલું છે. સમ્યક્ત્વના પરિણામ આમને આમ અખંડિતપણે ચાલુ રહે તે સુખની પરંપરાનો અનુભવ કરી અવશ્ય સર્વદુઃખથી રહિત એ મોક્ષ મેળવે છે. કદાચ સમ્યકત્વથી પતિત થાય તે પણ ગ્રંથિદેશથી અધિક સ્થિતિવાળું કર્મ ન બાંધે.
વળી ગુણથી તે સમ્યત્વે ત્રણ પ્રકારનું હોય છે. તે આ પ્રમાણે-રોચક, દીપક અને કારક, તેમાં રોચક સમ્યક્ત્વ તે કહેવાય કે અરિહંત ભગવંતે પ્રરૂપેલા જીવ, અજીવાદિક પદા ર્થોમાં હેતુ, યુક્તિ, દષ્ટાન્તથી સિદ્ધ ન થાય, તે પણ ‘તમેવ સર નિરdજં, ૪ નિર્દૂિ ” તે જ સત્ય અને નિઃશંક છે, જે જિનેશ્વરેએ પ્રરૂપ્યું છે. આ પ્રમાણે રુચિ કરે. દીપક સમ્યકુત્વ તે પિતાનામાં સમ્યક્ત્વ ન હોય પણ બીજા આત્મામાં દેશનાથી સમ્યકૂવને દીવે પ્રગટોવે. કારક સમ્યક્ત્વ તે તપ સંયમમાં પરાક્રમ કરાવે. ઉત્પન્ન થયેલા તે સમ્યક્ત્વને આ ત્રણ ભાવથી ઓળખી શકાય. અથવા શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયમતિથી પણ જાણી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org