________________
૩૮૨
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
(૮) પુષ્ય સામુદ્રિક અને ઇન્દ્રના સવાંદ
ત્યાંથી આગળ અનુક્રમે વિહાર કરતા કરતા ભગવત ચપળ જળ-તર ગાર્થી શૈાભાયમાન ‘વરાંગ' નામની નદીએ પહાંચ્યા. તેના કિનારાના પ્રદેશમાં કે જ્યાં જીણી સુકુમાર રતીના પટ ઉપર રહેલા હતા, તેમજ જે પ્રદેશ અચિત્તપણે પરિણમેલા હતા, તે ઉપર પગલાં સ્થાપન કરીને ભગવંત રહ્યા હતા. તે રેતીમાં પડેલાં પગલામાં ચક્ર, અંકુશ, વા વગેરે લક્ષણો દેખીને લક્ષણ જાણનાર પુષ્પ નામના સામુદ્રિક વિચાર કરવા લાગ્યો કે—મહા આશ્ચર્ય, કે ચક્રવતી ના લક્ષણવાળી પગલાની શ્રેણી કાઈક પગે ચાલનારની જણાય છે, તે તે વિષયમાં મને મેટું આશ્ચર્ય થાય છે, અથવા તે આમાં આશ્ચર્ય પામવા જેવુ' શુ' હાઈ શકે ? કારણ
આ સંસારમાં કેની વિષમ દશા થતી નથી ? —એમ વિચારીને જોઉ તા ખરે। તે મહાનુભાવને' તેના પગલે પગલે તેમની પાછળ ગયા. આ મહાનુભાવનાં દનથી નકકી મારા સ પદાર્થાની સિદ્ધિ થશે.’ એમ વિચારી આગળ ચાલવા લાગ્યા. કેટલાંક ડગલાં ચાલ્યા, એટલે અશાક વૃક્ષની નીચે કાઉસ્સગ્ગ-પ્રતિમા ધારણ કરીને રહેલા ભગવંતને દીઠા. ભગવંતના દેહનુ' સ્વરૂપ દેખીને વિચારવા લાગ્યા કે, માત્ર મામના ચરણમાં જ સામુદ્રિક લક્ષણો નથી, શરીરમાં પણ શ્રેષ્ઠ શ્રીવત્સનુ લક્ષણ દેખાય છે. તે આવા પ્રકારની શ્રેષ્ઠ લક્ષણુ—સ'પત્તિ હોવા છતાં તેમના દેહ પર વસ્ત્ર માત્ર પણ નથી; તે આ લક્ષણો નકામાં છે કે, લક્ષણશાસ્ત્ર ખાટુ છે ? તે ખરેખર આ શાસ્ત્રના કરેલા મારા પરિશ્રમને ધિક્કાર થાઓ, કારણ કે ઝાંઝવાના જળમાં જેમ ભેળું હરણ ભ્રાંતિ પામે તેમ, હું પણુ લક્ષણુશાસ્ત્રની વ્યાખ્યામાં ભરમાયે જણાઉ છું, નહિંતર આ સમગ્ર લક્ષણુ-સંપત્તિ ભરતાધિપતિના ફળવાળી કેમ ન થાય ? ભિક્ષા પ્રાપ્ત ન થવાથી એનું આવું દુખલ શરીર કેમ થાય ? આ પ્રમાણે પુષ્પ સામુદ્રિકને પેાતાની નિંદા કરતા જાણીને ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે અરે લક્ષણ જાણનાર ! તે સામુદ્રિક શાસ્ત્ર જાણેલુ છે. કારણ તુ સાંભળ–
ખરાખર
ચક્રવતીનાં લક્ષણા ખાટાં છે-એમ રખે તું ન વિચારીશ, ‘આ ભગવાન ધર્મચક્રવતી છે’-એમ તે‘ કેમ એમને ન જાણ્યા ? જે લક્ષણા ભરતાધિપ ચક્રવતી નાં કહેલાં છે, તે જ લક્ષણા હે બુદ્ધિશાળી ! ઉદાર ધર્મચક્રવતી પણાનાં કહેલાં છે, ચક્રવતી પણાનું ફળ ક્રૂરતાવાળું છે, જ્યારે ધર્મચક્રવતી પણું શુભફળ આપનાર છે. અહીં આ બેને પ્રગટ આટલે ફરક સમજવા, માટે કરીને ‘લક્ષણશાસ્ત્ર ખાટુ છે. ’ એમ ખેદ ન કરીશ. વળી શાસ્ત્રમાં કહેલ છે કે–બીજા કરતાં ધર્મચક્રવતી ગુણામાં સત્કૃષ્ટ હાય છે.' આ પ્રમાણે મહુરીતે સમજાવીને પુષ્પ સામુદ્રિકને લક્ષણુશાસ્ત્રમાં વિશ્વાસવાળા કર્યાં ઘણા ધન, ધાન્ય, સુવણૅ સમૂહથી તેની તૃષ્ણા દૂર કરીને ઈન્દ્ર મહારાજાએ તેને કહ્યું કે, તું એમ કલ્પના કરીને આવ્યે હતા કે
આ મહાનુભાવનાં દર્શન કરવાથી મારા મનેરથા પૂર્ણ થશે.' ફરી તેમનું સ્વરૂપ જોઈ ને વિષાદ પામ્યા, પરંતુ આ ભગવ'તના ચરણની રજના પણ સ્પર્શ કરવાથી જીવાનાં દારિવ્ અને ઉપદ્રવ નાશ પામે છે, તેા પછી દન તે શું ન કરે ? એમ કહીને ઇન્દ્રમહારાજા
અદૃશ્ય થયા.
જેણે શિષ્ટ પુરુષાના પ્રભાવ દેખેલા છે અને ઈન્દ્રવડે ધનના દાનથી ઉત્પન્ન થએલા પર્યાપ્ત પૂર્ણ ભાવવાળા આનંદના વેગના કારણે વિકસિત અત્યંત ઊર્ધ્વગત રામાંચાથી શે।ભતા, મેહરહિત તે ‘પુષ્ય' પ્રણામ કરીને પેાતાના સ્થાને ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org