________________
૩૬૨
પન્ન મહાપુરુષોનાં ચરિત જતું હોય, તેમ હદયથી સરવા લાગ્યું. ચંદ્રને અસ્ત થાય તેમ દૌર્ય ચાલી ગયું. વારંવાર પ્રિયનાં દર્શન થવાના કારણે ઉછળેલા રોમાંચથી અંગે કઠિન થતાં હતાં, પરંતુ ગળી ગએલા માનવાળા પ્રિયના મનને જાણી શકતી નથી. સુરત-ક્રીડાના વિલાસ માટે ઉલ્લાસ પામતી કાંતિવાળો, તરુણિવર્ગ સંગના અંતસમયની જેમ પ્રિયનાં દર્શન સમયે પ્રસાર પામી રહેલા પરસેવાવાળે રોમાંચિત થયે. અર્થાત સુરતક્રીડાની અંતાવસ્થા અને પ્રિયનાં દર્શનની સમાન અવસ્થા અનુભવી, અપાએલ મદિરાપાનના કારણે અર્ધ બીડાએલ નેત્રવાળા પ્રિયજને વડે દંતકિરણરૂપ પુષ્પોથી મિશ્રિત મદિરાના પ્યાલાની જેમ સ્નેહથી અધર–પાન કરાતું હતું. નિષ્કારણ કલહથી લજિત કુપિત અને ઉપેક્ષિત કરેલા સખીવર્ગના આલાપવાળ તરુણિવર્ગ મદથી ધીમી ગતિએ ચાલીને શયનસ્થાનમાં પડતું હતું. આવા પ્રકારના રાત્રિના આરંભસમયમાં એકમાત્ર સિદ્ધિવધૂના સમાગમ માટે ઉત્સુક થએલા મનવાળા જગદ્ગુરુ પાર્શ્વપ્રભુના વિષયમાં કામદેવ કઈ પણ પ્રકારે લગાર પણ અવકાશ મેળવી શકતું ન હતું.
આ પ્રમાણે વિષયાભિલાષાથી મુક્ત થએલા અને શાન્તરસરૂપ વૈરાગ્યરસ પામેલા, પરમ અર્થસ્વરૂપ મેક્ષને સમજેલા હેવાથી કામદેવના વિલાસને વિડંબના માનનારા, પ્રિયતમાઓ પ્રત્યેના ઓસરી ગએલા અનુરાગવાળા, સંસારસ્વરૂપ વિચારવામાં જોડાએલા ચિત્તવાળા, એવા ભગવંતને પ્રદોષ–રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગયે, સમગ્ર પરિવારને વિદાય કરીને પ્રભુ પલંગમાં સુઈ ગયા. સર્વ સાંસારિક બંધના ત્યાગના કારણભૂત શુભ અધ્યવસાયમાં ભગવંતની રાત્રિ પૂર્ણ થઈ. તેટલામાં પશ્ચિમ દિશામાં આકાશરૂપ વૃક્ષના ફળ સમાન ચંદ્રમંડળ ઊંચે લટક લાગ્યું. વસંત સમયની જેમ રાત્રિ જલદી પસાર થવા લાગી. પ્રભાતકાળના આભૂષણ સરખા દિવસલફમીના વદનમાં લાલકાંતિ વિસ્તાર પામવા લાગી. ઉદયાચલની જેમ અસ્તાચલના સમયે પણ ચંદ્રમંડલ લાલવર્ણવાળું થયું.
ચંદ્રમંડલ અસ્ત પામ્યા પછી સ્ના (ચાંદની) અદશ્ય થવાના કારણે સંકોચ પામેલા કુમુદવનો ત્યાગ કરીને ભ્રમરોનાં ટોળાં સૂર્ય-કિરણથી વિકસિત થએલા કમલવનમાં ગયાં. નિર્મલ ચંદ્ર અસ્ત થતાં રાત્રિ-સમયે જે અંધકારને ફેલાવ્યું હતું, તે જ અંધકારને સૂર્ય રાજાએ હણીને દૂર કર્યો. વહી રહેલા સ્નારૂપ જળપૂર્ણ શ્યામ ગગનમાર્ગમાં સૂર્યના ભયથી જાણે ન હોય તેમ, નક્ષત્રમંડલ કાદવમાં ખેંચી ગયું. ઉપશાન્ત નક્ષત્રમંડલરૂપ સુવર્ણ રજના કારણે ચમકતા પીળાવર્ણવાળા મેરના કંઠની પ્રચંડ શોભા સરખા ઉદયાચલ વિષે રહેલા સૂર્યવાળાં આકાશ-સ્થળો દેખાતાં હતાં. ત્યાર પછી તેજવી કિરણેના સમૂહથી પરિ. પૂર્ણ વિશાળ મંડલવાળે સૂર્ય ભુવનને પ્રકાશિત કરતે તીવ્ર તાપ ઉત્પન્ન કરતું હતું. મકરંદરસથી શોભતા પત્રવાળા, પરિમલ પાન કરવા માટે એકઠા થતા ભ્રમરેવાળાં કમળવને વિકસિત થતાં હતાં. એક એકની ચાંચના અગ્રભાગમાં રહેલ કેમલ મૃણાલિકાના વલયવાળા સંગમના ઉત્પન્ન થએલ મહાન સુખાનુભવવાળાં, રાત્રે વિખૂટા પડેલાં ચકવાક-યુગલે સૂર્યોદય-સમયે ભેગા થતાં હતાં. આ પ્રમાણે બાલાતપથી મિશ્રિત. હંસેના શબ્દોથી મુખરિત, સૂર્યમંડલના વિકાસથી શોભિત એવા પ્રાતઃકાળના સમયમાં વિવિધ અવસ્થાઓ થતી હતી. ત્યાર પછી સૂર્યપ્રભાથી પૃથ્વીતલ વિભૂષિત થયું. એટલે વિકસિત કમલખંડની ભાવાળે પ્રાતઃકાળ થયે, ત્યારે બગાસું ખાતાં વદનમાંથી નીકળતી દંતપ્રભાથી વિકસિત મુખકમલવાળા ભગવંત જાગૃત થયા. વિનય અને નમ્રતાથી માતા-પિતા પાસે દીક્ષાની અનુમતિ માંગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org