________________
મહાઇટવીમાં મુનિવરને ભિલને મરણાત ઉપસર્ગ
૩૪૫ પર્વતની શ્રેણિમાંથી વહેતાં ઝરણાનાં ઉછળતાં જળથી સિંચાતા અને વૃદ્ધિ પામતા વૃક્ષો વડે, વિકસિત વેતપુના અટ્ટહાસ્યના બાનાથી ગ્રહણને જાણે હસતી હોય, મદિરાપાનથી મત્ત થયેલી કામિનીના વદનની શભા સરખા લાલ નવીન પલ્લવ-સમૂહવાળી, વનલક્ષમીના ચાલવાથી લાગેલા અલતાના લાલ રસવાળી હોય તેવી અટવી શેભતી હતી. લવંગલતાના ઘણું નવીન પલવની બનાવેલી શય્યામાં વેરેલાં પુષ્પોના સમૂહવાળી, વનદેવતાએ સજેલ રતિગૃહનું અનુકરણ કરતી હોય, અતિશય મદેન્મત્ત હાથીના ગંડસ્થળમાંથી ગળતા મદજળ વડે વૃદ્ધિ પામતા એલાયચીનાં વન અને હાથીના દાનજળની સુગંધવડે ચારે બાજુ આ અટવી સુગંધથી મહેકતી હતી. આ પ્રમાણે ચપળ વાંદરાઓના ચરણોથી ચલાયમાન થયેલા દાડિમ વૃક્ષોથી નીચે પડેલા દાડિમફૂલ-સમૂહવાળી અને અનેક સ્થાપદો વનેચરના ઘોર કહ કહ કરતા શબ્દવાળી દુખે કરી જોઈ શકાય તેવી તે અટવી હતી.
આવી મહાઇટવીમાં સાત ભયસ્થાનેને ત્યાગ કરીને પર્વતનાં પિોલાણો અને ગુફાઓમાં રહેતા અને વાસ કરતા કરતા જવલન–પર્વત નજીક આવ્યા. તે સમયે સૂર્ય અસ્ત થયા. અંધકાર-સમૂહ ચારે તરફ પથરાઈ ગયા. ઘૂવડે ઘૂ ઘૂ શબ્દ કરવા લાગ્યા, શિયાળે ભેંકારવ શબ્દ કરવા લાગી, ડાકિણીઓ કિલકિલાટ કરવા લાગી, વાઘે “દુર દુર” કરવા લાગ્યા, ચિત્તાઓ
રૂ રૂ” શબ્દ કરવા લાગ્યા. હાથીઓ “ગુલ ગુલ’ ગર્જના કરવા લાગ્યા, કેસરીસિંહ સિંહગર્જના કરવા લાગ્યા, રીંછે “કહ કહ” કરવા લાગ્યા. મનને સંભ કરનારી આવી અટવીમાં પણુ જેના ચિત્તમાં નિર્ભયતા, ધીરતા રહેલી છે. શુભ ધ્યાનના અધ્યવસાય વડે નિર્મલ બનતા હતા. તે સમયે રાત્રિ પૂર્ણ થઈ. મુનિના કર્મપડલ ફુટવા માફક અરુણોદયની પ્રભા પ્રગટી. સૂર્યનો ઉદય થયે. ત્યાર પછી સૂર્યના તાપથી તપેલી જંતુ-રહિત પૃથ્વીતલ વિષે ધુંસરાપ્રમાણુ દષ્ટિ સ્થાપન કરતા મુનિવર તે સ્થળેથી આગળ ચાલ્યા.
આ સમયે જીવને ઘાત કરવા માટે કુરંગક ભિલ્લ બહાર નીકળે. વિહાર કરતા મુનિને દેખ્યા. એટલે “શિકાર કરવા જતાં અપશકુન થયાંએમ વિચારી પૂર્વભવના અભ્યાસથી ઉત્પન્ન થયેલા ક્રોધાનુબંધથી કઠણ દોરીવાળા ધનુષને ખેંચીને છેડેલા એક બાણના પ્રહારથી તરત જ મુનિને જમીન પર પાડ્યા. “ur favori' એમ બોલતાં ધરણિમંડલ પર બેઠા. આત્માનું સ્મરણ કય'. યથાવિધિ ચરમ-પ્રત્યાખ્યાન કર્યા. ત્યાર પછી ચાર પ્રકારની આરાધનામાં તત્પર બનેલા, સર્વ પ્રકારની અનિત્યાદિક અને મૈત્રી વગેરે ભાવના ભાવતા, સમગ્ર જીવને ખામણુ કરતા, શુભ અધ્યવસાયની શ્રેણિ પર આરૂઢ થયેલા મુનિ દેહ ત્યાગ કરીને મધ્યમ રૈવેયકમાં લલિતાંગ” નામના અહમિન્દ્ર દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતા સમગ્ર વિષય-સુખને અનુભવ કરતાં કાળ પસાર કરતા હતા.
પિલો પાપકર્મ કરનાર કુરંગક પારધી એક પ્રહારથી વિધી નાખેલા મસ્તકવાળા નીતરતા લેહીના સમૂહથી ભયંકર દેખાતા મહામુનિને જોઈને “અરે! હું કે ધનુધી છું – એમ માનતે અતિશય આનંદ પામે. ઘણુ જીને વિનાશ કરતા તે દ્વારા આજીવિકા ચલાવતા તેને દિવસે પસાર થતા હતા. કેઈક સમયે આયુષ્ય પૂર્ણ થયું એટલે મૃત્યુ પામીને રીરવ નામની નારકીમાં ઉત્પન્ન થયે, કે જ્યાં અગ્નિના દાહની, ઠંડીની, દુર્ગધની સ્પર્શની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org