________________
૩૩૮
ચિપન્ન મહાપુરુષોનાં ચરિતા નાલના વલયોથી વીંટળાયેલા સ્વાદિષ્ટ શીંગડાં ફલ અને જળમાં ઉગેલા બીજા વનસ્પતિ-સમૂહને આહાર કર્યો.
આ પ્રમાણે તે હાથણીઓની સાથે ઘણા પ્રકારની જળક્રીડા અને વિલાસ કરીને વનવાથી સરોવરમાંથી બહાર નીકળે. સરેવરની પાળની ટોચે પહોંચે, ચારે બાજુ નજર કરી, મૃયુની જેમ સાથે તેની નજરમાં પડ્યો. દેખતાં જ તરત સૂંઢનું ગુંચળું વાળીને પ્રચંડ રીતે કંઠની ગર્જના કરી દિશા મુખેને શબ્દથી પૂરી દીધા. કર્ણયુગલને કંપાવતે, મેટા વેગથી પગ ઉપાડતે, દિશાવલયને ગળતે હેય, તેમ હાથી સાથે તરફ દેડ. સમગ્ર સાથે તેને જેયો. હાથી કે ?–શરદ સમયની જેમ કમળ અરુણ લહેરાતા સૂંઢના અગ્રભાગવાળા, (શરદ-પક્ષે કોમળ અરુણ ફેલતા કમળવાળા), વિશુકુમારની જેમ ત્રણ પગેથી ઉભા રહેવાના વિલાસો જેણે કરેલા છે, (વિષકુમાર-પક્ષે ત્રણે પગલૅની માગણ) મેઘસમયની જેમ પોતાના ગૌરવથી જનસમૂહ જેનાથી ઉભગી ગયો છે, મેઘ–પક્ષે પિતાના વિસ્તારથી જેણે આકાશ સમૂહને આચ્છાદિત કરેલ છે), એવા હાથીને જોયો.
શુભાશુભ-કર્માધીન પ્રાણિઓની જેમ સાર્થના મનુષ્યો સર્વ દિશામાં નાસી ગયા. મુનિવર પણ અવધિજ્ઞાનના પ્રયોગથી તેનો આશય સમજીને કાઉસ્સગ્ગ–ધ્યાને ત્યાં ઉભા રહ્યા. સર્વ હાથણીઓથી પરિવરેલા તે હાથીએ બધા સાથેની ચીજ સામગ્રીનો ખરાબ રીતે વિનાશ કરીને આગળ નજર ફેરવી, તે તે મહામુનિને દેખ્યા. એટલે તરત તેમના તરફ દોડ્યો. તેવા પ્રકારના ભય, હાસ્ય, રેષ-રહિત મુનિને દેખીને તેને ક્રોધ ઓસરી ગયે. મારી નાખવાને અભિલાષ ચાલ્યા ગયે, અનુકંપ પ્રગટી. તે મુનિના પ્રભાવથી હાથીના હૃદયમાં સંવેગ ઉલ્લાસ પામે. ચિત્રામણમાં ચિન્નેલ હોય, તેવા સ્થિર હાથીને જોઈને મુનિએ કાઉસ્સગ્ન પા. દેહના સમગ્ર અવયને નિશ્ચલ કરેલા હોઈ અંજનગિરિ સરખા જણાતા પડખે રહેલા હાથીને જે. તેને પ્રતિબંધ કરવા માટે અત્યંત સુખ ઉત્પન્ન કરનાર મધુર વાણીથી મુનિ કહેવા લાગ્યા કે
હે મરૂભૂતિ ! શું તું મને અરવિંદ રાજાને સંભારતે નથી ? અથવા દ્વિજાતિમાં ઉત્પન્ન થયેલ, જિનમત સ્વીકારનાર પિતાના મનુષ્યજન્મને યાદ કરતું નથી, કે પ્રજાને ઉપદ્રવ કરનાર એવા પ્રકારના કર્મને તું આચરે છે ? મુનિએ કહેલું સાંભળી વિચારતાં હાથીને પૂર્વજન્મનું સ્મરણ થયું. એ પછી તેણે ધરણિતલ પર મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યો. તેની ચિત્તવૃત્તિ જાણીને મુનિ કહેવા લાગ્યા કે–“ચપળ નયનથી સ્નેહપૂર્ણ કટાક્ષ કરનાર, વિજળી સરખી તેજસ્વી, કર્ણભૂષણ ધારણ કરનાર, રૂપ-સૌભાગ્ય-લાવણ્યાતિશયવાળી પ્રિય પ્રિયાએ મળવી સુલભ છે, પરંતુ જિન ધર્મ – પ્રાપ્તિ દુર્લભ છે. વિવિધ મણિ, સુવર્ણ, રત્નજડિત ભવનના ભગવટાવાળી ઋદ્ધિઓ મળવી સુલભ છે, પરંતુ જિનેશ્વર-ભાષિત ધૂર્મ કયાંય પણ મેળવી શકાતું નથી. મનહર હાથી, ઘોડા, રથ, પ્રચંડ કેળવાયેલ પાયદળ રૌન્ય સહેજે મળી જાય છે, પણ નિર્વાણના કારણભૂત કેવલિભાષિત ધર્મ ક્યાંય પણ મેળવી શકાતું નથી. લાખે શત્રુઓને પરાભવ પમાડી મેળવેલા રાજ્યના ભેગવટા મળવા સુલભ છે, પરંતુ સંસારકૃપમાં પડતા આત્માઓને ઉદ્ધરનાર ધર્મ મળે મુશ્કેલ છે. રૂપ, લાવણ્ય, સૌભાગ્યાદિ. સંપત્તિ સહિત વિજ્ઞાન, જ્ઞાન, વિદ્યા, કળાએ મળવી સહેલી છે, પણ ભવ સમુદ્રમાં ડૂબતા જીને તારનાર શુદ્ધ ધર્મ મળવો મુશ્કેલ છે. મનહર ઉપવન, શ્રેષ્ઠ સુરસુંદરીઓ સહિત ઈન્દ્રાદિકની સમૃદ્ધિ સહેજે મળી જાય છે, પરંતુ મેક્ષફલ આપનાર ધર્મ મનુષ્યને મળ દુષ્કર છે. હે કરિનાથ ! આ જગતમાં જે કઈ દુર્લભ વસ્તુ હોય, તે સર્વમેળવી શકાય છે, માત્ર વીતરાગ કેવલી ભગવંતે કહેલ ધર્મ આ જીવને મળ મહામુકેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org