________________
રાષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર વિનિગઅદલ બદલો કરે અને કઠોર વચન બોલવું. માટે હે સૌમ્ય મુખવાળા! આ પ્રમાણે અમારા સ્વામી પાસે કંઈક છે અને કંઇક નથી. એટલું જ નહિ, પણ નિર્મલ ગુણ વિષે રત્નબુદ્ધિ છે, નહીં કે પાષાણુના ટુકડામાં. શીલ એ જ આભૂષણ છે, નહીં કે બહારનું સુવર્ણરત્નાદિકનું આભૂષણ. દાનકાર્યમાં પ્રવૃત્તિ કરનારા છે, નહીં કે કામગમાં. યશના લેબી છે, નહીં કે ધન ઉપાર્જન કરવામાં.
સુંદર કાંતિવાળા, ગુણયુક્ત, સત્યનું રહેઠાણ, નમ્રતાવાળા મારા સ્વામી ફિલસમૃદ્ધિવાળા વસંતના મિત્ર વિધ્યપર્વત માફક શેભે છે.” ત્યાર પછી વૃદ્ધ વણિક “અહો ! આની બેલવાની છટા, અહા! મહા આશયવાળ વચન-વિન્યાસ’ એમ ચિંતવીને ઈષ્યને ત્યાગ કરીને કહેવા લાગ્યું કે, “આવા ગુણવાળાએ આ પ્રમાણે ઘેષણ કરાવવી એ સર્વ પ્રકારે ગ્ય જ છે.” એમ કહીને વેપારી ગયે.
આ સમયે ધર્મઘોષ આચાયે મોકલેલ સાધુ-યુગલ આવ્યું, માણિભદ્રે તેમને વંદન કર્યું, અને આવવાનું પ્રયોજન પૂછયું. સાધુઓએ કહ્યું, “હે દેવાનુપ્રિય! ધર્મઘોષ આચાર્યું અમને ધનસાર્થવાહ પાસે મોકલ્યા છે. તે વસંતપુર નગર તરફ પ્રયાણ કરે છે, જે સાર્થવાહ સમ્મતિ આપે તે તેની સાથે આચાર્ય પણ જવા ઈચ્છા રાખે છે. તેણે કહ્યું, હે ભગવંત! મહા ઉપકાર કર્યો, તે હવે આચાર્ય ભગવંતે જાતે જ સાથે ઉપડે, ત્યારે સાર્થવાહને મળવું –એમ કહીને વદના કરી સાધુઓને વિદાય આપી, એટલે ઉપાશ્રયે આવીને આચાર્યને કહ્યું કે તેમની અનુમતિ મળી ગઈ.
ત્યાર પછી પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર અને શુભલગ્ન–સમયે સાથે પ્રયાણ કર્યું, નગર બહાર પડાવ નાખે. ધર્મ ઘેષ આચાર્ય પણ સાધુના પરિવાર સાથે ચાલ્યા અને સાર્થવાહને દેખે. તેણે વદના કરી કહ્યું, હે ભગવંત! આપ પણ જવાના મનવાળા છે ? આચાયે કહ્યું કે, જે તમારી અનુમતિ હોય છે. ત્યારે સાર્થવાહે રસેયાને બોલાવ્યો અને કહ્યું કે, જે વિધિથી જેટલી વખત જેવા પ્રકારનું ભજન સપરિવાર આચાર્યને રુચિકર હોય, તેટલી વખત તારે તેમને આપવું. ત્યારે આચાર્યે કહ્યું, હે દેવાનુપ્રિય! આ પ્રમાણે ગ્રહણ કરવું એ અમારે આચાર નથી. અમને તે અમારા માટે ન કરેલું, ન કરાવેલુ, ન સંધેલું, ગૃહ
એ પિતાને માટે તૈયાર કરેલું હોય, તે મધુકરવૃત્તિથી પ્રાપ્ત કરીને, સર્વ આહારની આલેચના-વિધિ કરી, ગુરુને બતાવીને પછી ગુરુ જે આહાર જેને મેગ્ય હોય, તે તેને આપે, અને પછી સાધુ તે આહારને રાગ-દ્વેષ કર્યા વગર વાપરે છે. આ આહાર લેવે અમને કપે છે.
- આ સમયે સાર્થવાહને કેઈએ પાકેલાં આમ્રફલેથી પૂર્ણ કરંડિયો લાવીને ભેટ આપે. તેને દેખી હર્ષ પામેલા સાર્થવાહે કહ્યું કે, આ તમારે યોગ્ય છે, માટે ગ્રહણ કરો અને ૧. વિધ્યપક્ષે સારા છાયડાવાળા, નમ્મદા નદીયુક્ત–શ્લેષાલંકાર ૨ ભમરે પુષોને પીડા ન થાય તેમ જુદા જુદા અનેક પુષ્પમાંથી જરૂર પૂરતો રસ લે છે, પુષ્પને પી કરતો નથી અને પિતાના આત્માને સંતોષ પમાડે છે, તેમ સાધુ જુદા જુદા ઘરે ફરીને સંયમ સાધના માટે જરૂર પૂરતો આહાર એવી રીતે લે છે કે ગૃહસ્થને અભાવ, પીડા કે ફરી બનાવવો પડે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org