________________
૩૨૨
પન્ન મહાપુરુષનાં ચરિત અધર અધિક શોભવા લાગે. આ પ્રમાણે વૃદ્ધિ પામતા મહાઅનુરાગથી પ્રગટેલ રમણક્રીડાવાળો પૂર્ણ અભિલાષાવાળે હું પ્રિયાઓની સાથે સૂઈ ગયે.
પ્રાતઃકાળે મેં તેમને કહ્યું કે, “તમે પુષ્પવતી પાસે જાવ, જ્યાં સુધી મને રાજ્યપ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેની સાથે રહેવું. એમ કરીશું' એ પ્રમાણે કહીને તેઓ બંને ગઈ તે ગયા પછી મહેલો જોઉં છું, તે ધવલઘર કે પરિવાર કઈ દેખાતા નથી. મેં વિચાર્યું કે, શું આ વિદ્યાધરીની માયા છે! નહીંતર ઈન્દ્રજાળના વિભ્રમ માફક તેઓના આવા વિલાસ કેવી રીતે બને? એટલામાં મને રનવતી યાદ આવી, તેને ખેળવા માટે આશ્રમ સમ્મુખ ગયે, પરંતુ તે ત્યાં ન હતી, કે બીજું પણ કેઈ ત્યાં ન હતું. રત્નાવતી સાથે પાણિગ્રહણ
હવે કેને પૂછવું ? એમ વિચારીને બાજુમાં જોયું, તે કેઈ ન દેખાયા. આ સમયે શોકાવેગ વૃદ્ધિ પામે. હૃદયના ધબકારા વધવા લાગ્યા, અરતિ વધવા લાગી, કે “અહો! હું વિષમદશા દુઃખી અવસ્થા પાયે ! તેમાં વળી રત્નાવતીના વિયેગના દુઃખ કરતાં પણ વરધનુના મૃત્યુનું દુઃખ અતિ આકરું લાગે છે. કહેવું છે કે “પ્રિયપત્નીના વિયેગનું દુઃખ રાજ્યપ્રાપ્તિ થતાં પણ નાશ પામતું નથી, પરંતુ ગુમાવેલા રાજ્યનું દુઃખસુમિત્રના મેળાપથી નાશ પામે છે.-આમ વિચારતા હતા ત્યારે, કલ્યાણ આકૃતિવાળે બહુ મોટી વય ન પામ્યું હોય તે એક પુરુષ મળે. તેને મેં પૂછ્યું કે, અરે મહાભાગ્યશાળી ! આવા પ્રકારના રૂપ અને પહેરવેશ પહેરેલી કોઈ સુંદર સ્ત્રી ગઈકાલે કે આજે જોવામાં આવી હતી. તેણે કહ્યું કે ગઈ કાલે પાછલા પહોરે કરુણતાથી નિસાસા મૂકતી અને સમગ્ર લેકીને દુઃખ ઉત્પન્ન થાય તેમ રુદન કરતી સાંભળી હતી. કેવી રીતે ?–“હે સ્વામી! મને અનાથ એકલીને છેડીને તમે ક્યાં ચાલ્યા ગયા ? હે પ્રિયતમ ! સ્વજન વર્ગ-રહિત રેતી મને વગર કારણે કેમ છોડી દીધી ? હે પ્રિયતમ ! તમારા વિયોગમાં ઉત્પન્ન થયેલ ભય મને અધિક હેરાન કરે છે. હે નરનાથ ! પિશાચની જેમ દુસહ શેક પણ છિદ્ર શોધે છે. તમારી ખાતર તે મેં મારો સખીવર્ગ, પરિવાર, કુલ, શીલ, પિતા, માતા, ભાઈઓ વગેરેને તૃણની જેમ ત્યાગ કર્યો, તો કૃપા કરીને પાછા આવો. નિર્ભાગી મારા પર શા માટે કોપાયમાન થયા છો? કદાચ મારે અપરાધ પણ થયો હોય, તે પણ તમારે ક્ષમા આપવી જોઈએ.” એમ ઘણુ પ્રકારે વિલાપના શબ્દોથી કાશ્ય ઉત્પન્ન કરતી તેની પાસે હે પુત્રી ! શા માટે રુદન કરે છે ?” એમ બોલતે હું ગયે. મેં તેને પૂછ્યું કે હે પુત્રી! તું ક્યાંથી આવી છે ? શેક કરવાનું શું કારણ છે? તારે કયાં જવું છે? આ પ્રશ્નોને થોડા જવાબ આપ્યા, એટલે મેં તેને તરત જ ઓળખી અને કહ્યું કે, તું મારી ભત્રીજી છે. તેનો વૃત્તાન્ત જાણેલા તેણે કાકાને જઈને કહ્યું. તેણે પણ વિશેષ આદર કરીને પોતાના મહેલમાં પ્રવેશ કરાવ્યે તમને દરેક સ્થળે ખેળ્યા, પણ ક્યાંય ન
યા, તે અત્યારે અહીં આવ્યા, તે સારું કર્યું. એ પ્રમાણે મને ચલાવીને તે સાર્થવાહના મકાને લઈ ગયે. સર્વ પ્રકારને આદર-સત્કાર કરી રહ્નવતી સાથે પાણિગ્રહણ કર્યું. તેની સાથે વિષયસુખ અનુભવ રહેલું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org