________________
૩૧૬
ચિપન્ન મહાપુરુષનાં ચારત શિખરવાળી નિછિદ્ર મહાઅટીમાં પ્રવેશ કર્યો. ત્યાં કંટક અને સુકંટક નામના બે ચાર સેનાપતિઓ હતા. “રત્ન સુવર્ણ–સમૂહથી વિભૂષિત રથવર, અલ્પપરિવાર અને સુંદર યુવતિયુક્ત અમને દેખીને આ તે સહેલાઈથી હરાવી શકાશે” એમ વિચારીને ઉપદ્રવ કરવા લાગ્યા અને પ્રહાર કરવા મંડ્યા.
કેવી રીતે ? દાંતથી હઠ દબાવી ભયંકર પ્રગટ ભ્રકુટી ચડાવી ભાલતલમાં કરચલીઓની રચના કરી હણે હણે, મારો મારે” એવા ગભ-સરખા શબ્દોથી હક્કા રવ કરતા, કાન સુધી ખેંચીને છોડેલાં બાણે અને ધનુષની કઠિણ દોરી અફાળીને ટંકારવ કરતા, ઘણું બાણ, ભાલાં, વાવલૂ, અસ્ત્રાવાળા સુભટને અર્ધચંદ્રાકાર બાણ, ચક તરવારથી જેમનાં બાણ લીલામાત્રથી છેદી નાખ્યાં છે, એવા ધેર્યવાળ સુભટોના અભિમાનને છોડાવીને ક્ષણવારમાં પરાભવિત કર્યા. આ પ્રમાણે અનેક સુભટોના અહંકાર અને ઘણુ સિન્યને પરાભવ કરીને ઉતાવળથી પત્ની અને મિત્ર સહિત હું રથમાં બેઠે.
પ્રચંડ પવનથી વેર-વિખેર કરેલા જીર્ણ તૃણ-સમૂહની જેમ ચેરની સેનાને દૂર ભગાડી મૂકી. ચોરસેના ભગ્ન થયા પછી વરધનુએ મને કહ્યું કે-હે કુમાર ! તમે ઘણા જ થાકી ગયા છે, માટે રથમાં જ રહેલા તમે બે ઘડી નિદ્રાસુખને અનુભવ કરો.” તે વાત મેં સ્વીકારી. રત્નાવતી સાથે સુઈ ગયે, રાત્રિ પૂર્ણ થઈ પૂર્વ દિશા અરુણુવર્ણવાળી થઈ ગિરિનદી પાસે આવ્યા, અશ્વો થાકી ગયા, હું જાગ્યો, બગાસું ખાતે ઉભે થયે. પડખે જોયું, તે વર. ધનુ ન દેખાય. “જળ લેવા માટે નીચે ઉતર્યો હશે.” એમ ધારીને ગભરાતાં ગભરાતાં બૂમ પાડી, પ્રત્યુત્તર ન મળવાથી રથની ધુરાનો આગલો ભાગ તપાસ્ય, તે ઘણું લેહીથી ખરડાચેલે જોવામાં આવ્યું, “વરધનુને કેઈએ મારી નાખે’ એમ ધારીને વૃદ્ધિ પામતા મહાશકવાળ “અરે રે! હું મરી ગયે” એમ બોલતે રથના મધ્યભાગમાં પડયો. કંઈક ભાન આવ્યું, ત્યારે હા ભાઈ વરધનુ ! એમ બેલત વિલાપ કરવા લાગ્યો. રત્નાવતીએ મને કઈ પ્રકારે સાત્ત્વન આપી શાન્ત કર્યો – હે પ્રભુ ! જેઓ સ્વામીના સુખ અને મિત્રોનાં કાર્યો મરણના ભેગે પણ કરનારા છે, તેઓ મર્યા છતાં પણ મરેલા ન ગણાય. અથવા તે તે જીવતા જ છે. કુંદ-(બટમેગરા)નાં પુષ્પ, ચંદ્ર, કાસજાતિના ઘાસનાં સફેદપુષ્પ સરખે જેમને ઉજજવલ યશ આ ભુવનમાં ભ્રમણ કરે છે, તેવા મહાનુભાવોનાં વિષમ મરણ પણ જગતમાં શોભા પામે છે. હે પ્રભુ ! જેના માટે ગુણાનુરાગથી ઉત્પન્ન થયેલ શક વહન કરાય છે, તે જ મહાનુભાવનું મરણ આ જગતમાં સફલ ગણાય છે જન્મેલા સર્વનું ઈચ્છાએ કે અનિચ્છાએ મૃત્યુ નિર્માણ થયેલું જ છે, તે પછી પ્રભુ અને મિત્રના કાર્યમાં તત્પર બનેલા એવા જેને મૃત્યુ આવી પડે, તેને શું પ્રાપ્ત કરવામાં બાકી રહે છે?”
આ પ્રમાણે રત્નવતીએ કહ્યું, એટલે શેકાવેગ છેડીને મેં તેને કહ્યું કે, હે સુંદરી! હજુ એ સ્પષ્ટ જાણી શકાતું નથી કે તે મર્યો છે કે જીવતો છે? તે હું માર્ગ તરફ ખેળવા જાઉં તેણે કહ્યું, હે આર્યપુત્રી પાછા જવા માટેનો આ અવસર નથી. કેમ કે, હું એકલી પડી જાઉં, ચેર અને શ્વાપદોના ભયવાળી ભયંકર આ અટવી છે. માની પુરુષને સ્ત્રીને પરાભવ તે પરાભવનું સ્થાનક ગણાય. બીજું નજીકમાં વસ્તિવાળું સ્થાન હોવું જોઈએ. કારણ કે, લેકેની અવર-જવરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org