________________
३०४
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત નેહ કરવા પૂર્વક તેની સાથે નિવાસ કર્યો. સુખપૂર્વક સૂઈ ગયે. પ્રભાત સમયે દેવાંગનાને અનુરૂપ મને હર શબ્દ મારા સાંભળવામાં આવ્યું, એટલે મેં તેને પૂછ્યું કે, “હે સુંદરી ! આ શબ્દ કેને છે? ત્યારે તેણે આદરથી કહ્યું કે હે આર્યપુત્ર! તમારા વેરી નાટ્ય-ઉન્મત્તકની ખંડા અને વિશાખા નામની આ ભગિનીઓ છે. તેના ભાઈના નિમિત્તે વિવાહનાં ઉપકરણે લઈને આવે છે, તે તમે જલદી અહીંથી ચાલ્યા જાવ, હું તેમની પાસે તમારા ગુણની વાત કરીશ અને તે દ્વારા તેમને તમારા પ્રત્યે કે ભાવ છે, તે જાણીશ. જે તમારા ઉપર ગુણાનુરાગ થશે, તે હું આ પ્રાસાદ ઉપર લાલધ્વજા ઉભી કરીશ, નહિંતર વેતધ્વજા, તે જાણીને તમારે ચાલ્યા જવું. મેં કહ્યું કે, “આવા ભયથી સર્યું, તેઓ મને શું કરશે? તેણે કહ્યું કે,
હું એમ નથી કહેતી કે તેઓથી તમને ભય છે, પરંતુ તેના સંબંધવાળા તેના ભાઈઓ, વિદ્યાધરે કે તેમના સુભટે તમારા ઉપર વેરવાળા ન થાય.”
ત્યારપછી તેના ચિત્તની અનુવૃત્તિ કરતો હું એકાંત સ્થળમાં રહ્યો. પુષ્પવતી પણ ગઈ, થોડા સમય પછી મંદ મંદ ફરકતી વેતપતાકા મેં જોઈ તેના સંકેતને અભિપ્રાય સમજીને તે પ્રદેશમાંથી હું ચાલ્યો ગયો. પર્વતની ગહન ઝાડીમાં ઉત્પન્ન થયેલા પરિશ્રમવાળે હું વિશાળ વનની અંદર હિંડવા લાગે. સમગ્ર સુંદર વનરાજિ ખંડથી શોભાયમાન એક મહાસરવર દેખ્યું. તેને જોતાં જોતાં મોટા વિસ્મયથી આશ્ચર્ય પામેલા માનસવાળે હું વિચારવા લાગ્યું કે, “અહો! આ નદીઓની અલ્પબુદ્ધિ! કે જે આવું સુગંધી, સ્વાદિષ્ટ, શીતલ જળાશય છોડીને ખારાપણાના દોષથી દૂષિત, વારંવાર વડવાનલથી નાશ પામવાના સ્વભાવવાળા જળવાળા સમુદ્રમાં જઈને પડે છે! આ પ્રમાણે મહાસરોવરનાં દર્શનથી વૃદ્ધિ પામતા કુતું હલવાળે હું માર્ગના થાકને દૂર કરવા માટે યથાવિધિ સ્નાન કરવા લાગે. સ્નાન કરીને બહાર નીકળેલે આગળ ચાલ્યું, એટલે વિવિધ પ્રકારનાં વસ્ત્ર પહેરેલી વિવિધ વસ્ત્રભૂષા સજેલી (વિલાસિનીઓની) વિવિધમંડલીઓનું નિરીક્ષણ કરતે કરતો હું સરેવરના વાયવ્ય દિશાના કિનારે પહોંચ્યા. શ્રીકાંતા સાથે લગ્ન
ત્યાં આગળ મેં મને હર યૌવન-પૂણે સમગ્ર દેહના અવયવવાળી એક સુંદર કન્યા દેખી. દેખીને વિચાર્યું કે, “અહો ! આ મનુષ્ય-જન્મમાં પણ મને દિવ્યરૂપધારી દેવાંગનાનું દર્શન થયું. અહો ! મારી પુણ્ય-પરિણતિક અહે! બ્રહ્માજીને વિજ્ઞાન-પ્રકર્ષ! કે જેણે રૂ૫-ગુણના નિધાનવાળી આ કન્યાને ઉત્પન્ન કરી. નેહપૂર્ણ વિકાસ પાંપણવાળી દૃષ્ટિથી તે કન્યાએ પણ મને જે. ફરી પણ નજર કરીને પડખે નજર ઠરી, રખે, કોઈ અમને જોતા તે નથીને! એમ શરમાતી હોય તેવી થઈ ગઈ. ફરી પણ સ્થિર નેત્ર સ્થાપન કરતી, આનંદાશ્રજળ-પૂર્ણ, ચપળ તારકવાળી પિતાના આત્માને અર્પણ કરતી હોય તેમ, પરસેવાવાળીએ ભયપૂર્વક મારી તરફ સ્નેહવાળી દ્રષ્ટિથી નજર કરી. ત્યાર પછી તે સ્થળેથી પિતાની દાસી સાથે કંઈક મંત્રણા કરતી તે આગળ ચાલી. હું પણ તેના તરફ જતે જતે બીજી દિશામાં ચાલવા લાગે. એટલામાં તેણે જ મેકલેલી એક દાસીને મેં દેખી. ઉતાવળાં પગલાં ભરતી તે મારી પાસે આવીને મને એક શ્રેષ્ઠ વસ્ત્ર-યુગલ, પુષ્પ, તાંબૂલ, અલંકારાદિક અર્પણ કર્યા. પછી કહ્યું કે, હે મહાભાગ્યશાળી! આપે સરોવરના તીર પર જે યુવતીને દેખી હતી, તેણે જ આ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org