________________
હસ્તિ-ક્રિીડા, જલ-તરણ તેને જોવાના માનસવાળો ચાલતા ચાલતે પાંચ જન પ્રમાણ ભૂમિભાગ સુધી ગયો. ત્યાં મેં મોટો હસ્તી દેખ્યો. તે કેવું હતું? ગંડશેલમાંથી ઝરતા દાનના પ્રવાહવાળા, ઉન્નત અગ્રભાગમાં વિકરાલ દંશરૂપ શિખરવાળા, વિશાલ સ્કૂલ શિલા સરખા કઠિન પગ પર પ્રતિષ્ઠિત, પર્વત સરખા હાથીને મેં જોયે. દાન-જલના કારણે વિશાલ કપિલમૂળમાં આવેલ ચામર સરખા ભ્રમરકુલ સ્કંધભાગમાં લાગેલ કદલિકાની શેભા સરખા કિસલય-પત્રને વહન કરતા હસ્તિને મેં જોયે.
એ પ્રમાણે મારી માફક સમગ્ર પરિવાર-રહિત એકલા તે ઉભેલા હાથીને જોતા એવા મને કુતૂહલ વૃદ્ધિ પામ્યું. “આ હાથી સાથે હું ક્રીડા કરું” એવી ઈચ્છા પ્રગટી. ત્યાર પછી મેં ગંભીર ઝીણે મધુર એ વિશેષ પ્રકારને માટે શબ્દ કર્યો. સાંભળતાં જ વળીને હાથીએ મને જોયે. ત્યાર પછી ઉદુભટ કાન–યુગલ ફફડાવતો, પૂંછડીને અત્યંત ઉંચી અને વિષમ કરતો, સૂંઢમાંથી સુસવાટા છેડતો, જળવાળા મેઘના ગર્જારવ સરખા ગંભીર શબ્દથી ગર્જના કરતે, યમરાજાની જેમ ઉતાવળે ઉતાવળે તે માર્ગે દોડે. શીવ્ર ગતિ–વિશેષથી તે તરત મારી નજીક આવી પહોંચ્યા. ચૂંઢને આગલે ભાગ લંબાવીને કે પ્રકારે હજુ મારી પાસે ન પહોંચે, તેટલામાં મેં મારા ખેસના વસ્ત્રને ગોટે વાળીને તેની આગળ ફેંકર્યો. તેણે પણ તે જ ક્ષણે વર્તુલાકાર સુંઢદંડ વડે પકડીને તેને આકાશમંડલ તરફ ફેંકયે.
ક્રોધવશ બની જેટલામાં મારા કરણથી દંકૂશળ વડે મને તે પકડી શકતા નથી, તેટલામાં તેની નજીક જઈને મેં તેને પૂંછડાથી પક. ઉતાવળે ચાલતા તેના ચરણ વચ્ચેથી નીકળતા મેં મારા હસ્તથી તેના ચરણ અને સૂંઢના અગ્રભાગે સ્પર્શ કર્યો. ત્યાર પછી રેષ--પરાધીન થયેલા તેણે મને પકડવા માટે કરેલા પ્રયાસમાં નિષ્ફળ જતાં મેં બે હસ્તથી ધૂળ લઈને તેના નેત્ર તરફ ફેંકી એટલે તેનાં નેત્રો બંધ થઈ ગયાં. ત્યાર પછી હું તેના કર્ણ–પ્રદેશે વળગે. તેણે કેટલામાં હજુ મને સૂંઢથી સ્પર્શ ન કર્યો, તેટલામાં દક્ષતાથી હું એક હાથે પૂછડું પકડી ઝટ કરતેક ધરણિતલ પર આવી ગયે. આ પ્રમાણે હાથી સાથે કીડા કરતાં અણધાર્યું દિશાવલય અંધકારમય થઈ ગયું.
વૃદ્ધિ પામતે વેગવાળો સ્થૂલધારાવાળો વરસાદ વરસવા લાગે. દષ્ટિમાર્ગ રોકાઈ ગયે, તે સમયે તેટલા જ વિભાગનું લક્ષ્ય કરીને મૂશળધારાથી વરસવા લાગ્યું.
ત્યાર પછી નિષ્ફર વર્ષાજલના પ્રવાહથી નિર્મલ અને રેશમાંચિત દેહવાળ, દઢ પરિશ્રમ લાગવાથી મંદચેષ્ટાવાળા, અણગમતી ચીસ પાડતા તે હાથી ત્યાંથી પલાયન થયે. મેં પણ બીજી દિશામાં પ્રયાણ કર્યું. વેગથી વરસાદ વરસેલે હેવાથી, પાણીનાં પૂર આવેલાં હોવાથી, પર્વત પરથી વહેતી નદીઓના પ્રવાહ વહેવા લાગ્યા. આખી ધરતી ઊંચી-નીચી દેખાતી હતી, તે પાણીની એક સપાટી થવાથી સરખી દેખાવા લાગી. ત્યાર પછી પૂર્વ-પશ્ચિમદિશા ભૂલી ગયેલે હું આમ-તેમ ભટકતો ભટકતો એક પર્વતનદી પાસે આવ્યું કે, જેમાં પાણીનું પૂર આવેલું હતું. તેમાં પડતું મૂક્યું અને તરતો તરત તેના સામા કિનારે ગયે. પુષ્પાવતી સાથે ગાંધર્વ વિવાહ
ત્યાં બીજા દિવસે કિનારાના નજીકના પ્રદેશમાં રહેલું, પડી ગયેલું, જીર્ણ ભવનના સ્તંભ અને ભિત્તિમાત્રથી ઓળખાતું કઈ પ્રાચીન નગર જોવામાં આવ્યું. તે દેખ્યું, એટલે હૃદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org