________________
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત કે, કુમાર બાળક છે, આવા પ્રકારની બાળરમતથી કીડા કરે છે. એને આ વિચાર ન આવે.” વળી બીજા દિવસે ઉત્તમ જાતિની ભદ્રહાથણી સાથે હલકી જાતિને હાથી લાવીને એ જ પ્રમાણે અંતઃપુર વચ્ચે બેલતે પહોંચે. શું બોલતે હતે
જે વ્યભિચારી કુલટા હાથણી વિજાતીય હાથી સાથે રાગ કરશે, તેની આવી હાલત કરવામાં આવશે. માટે ન સાંભળેલ લોકોએ આ મારું વચન સાંભળી લેવું ફરી પણું આ વચન સાંભળીને દીઘે કહ્યું, “હે પ્રિયા ! આ કુમારને મારી નાખ, હું તને સ્વાધીન છું. તે પછી તેને બીજા પુત્રો ઉત્પન્ન થશે, અથવા જે મારા પુત્રો છે, તે તારા નથી? બંને રાજ્યની તું સ્વામિની છે. ત્યારે રતિ-સ્નેહમાં પરવશ બનેલી માતાએ હૃદયથી પણ ન ચિંતવાય તેવી મને મારી નાખવાની વાત સ્વીકારી અથવા રનેહાધીને સ્ત્રીઓનાં હદ કમલપત્ર સરખાં કમળ હોય છે અને જ્યારે તે વિરકત બને છે, ત્યારે તે જ હૃદયે કરવત સરખાં કઠણ થાય છે. માતાએ દીર્ઘને કહ્યું, “જે કઈ પ્રકારે તે ઉપાય કરીને મારી નખાય કે, જેથી લોકોમાં આપણા ઉપર તેને દેષ ન આવે અને અપયશથી આપણું રક્ષણ થાય.”
એ કયો ઉપાય?” ત્યારે લાંબો વિચાર કરીને બહા, જાણ્યું કે કુમારને વિવાહધર્મ કરે, વિવાહ સામગ્રી સાથે વાસગૃહની કલ્પના કરવી, જેમાં શ્રેષ્ઠ બારી-બારણું, જાળીયા-ગવાક્ષે સ્થાપન કરવા, વળી મોન્મત્ત હાથીઓથી શોભાયમાન ગુપ્ત પ્રવેશ-નિર્ગમન દ્વારવાળું લાક્ષાઘર તૈયાર કરાવવું. તેમાં સુખ પૂર્વક સૂઈ ગયા હશે, ત્યારે અગ્નિદાહ દઈને તેને બાળી મૂકીએ આ પ્રમાણે મંત્રણા કરીને મારા મામા “પુષ્પચૂલ” નામના હતા, તેની પુત્રી સાથે વિવાહ કર્યો. લગ્ન માટેની સર્વ સામગ્રી તૈયાર કરી. આ મારી નાખવાની સર્વ વ્યવસ્થા ચાલતી હતી, ત્યારે મહાબુદ્ધિશાળી ધનુમંત્રી તેઓનાં કારસ્થાન સમજી ગયું અને દીર્ઘરાજાને વિનંતિ કરી કે, “મારે આ વરધનું” પુત્ર દરેક કલાઓમાં હોંશીયાર છે, રાજ્ય-ધુરા ધારણ કરવા અને વહીવટ ચલાવવા માટે સમર્થ થયો છે. હું હવે વૃદ્ધ થયો છું. હવે આ રાજ્યખટપટ કરવા હું સમર્થ નથી, હવે પરલોક સાધવાનો કાળ આવ્યા છે, તે તમારી સમ્મતિથી મારા આત્માનું અનુષ્ઠાન કરવા ઈચ્છા રાખું છું. આ સાંભળી દીર્ઘરાજાએ ચિંતવ્યું, “આ મહામંત્રી છે, વળી માયામંત્ર કરવામાં કુશલ છે, મારી પાસેથી ગયા પછી કંઈક અનર્થ કરશે, માટે બહાર જવા ન દે.” એમ વિચારીને કેટલાક ઉપાયે મનમાં બેઠવીને શાંતિપૂર્વક સમજાવ્યું અને કહ્યું કે-તમારા વગર અમને આ રાજ્યની શી જરૂર છે? તમારા વગર હદયની શાંતિ કેવી રીતે થાય? તમારા સિવાય રાજ્ય–વહીવટ કરવા કોણ સમર્થ છે? માટે બીજા કેઈ સ્થળે જવાની વાત છેડી દે, અને અહીં જ રહીને પાણીની પર મંડા, સતત અન્નદાન વગેરે કરીને ધર્માચરણ કરે.” આ સાંભળીને ધનુમંત્રીએ ગંગાના કાંઠે મોટી પાણીની પરબ કરાવી, દાનશાળા બંધાવી. ત્યાં જે કઈ મુસાફરો, પરિવ્રાજકે, યાચકો આવે, તેમને અન્ન-પાણીનું દાન કરવા લાગ્યા. દાન-માન-ઉપકારથી લોકોને પોતાના કરી લીધા અને તેમાંથી કેટલાક વિશ્વાસુ પુરુ પાસે બે ગાઉ પ્રમાણ લાંબી સુરંગ ખોદાવી કે, જે લાક્ષાઘર સુધી પહોંચે. આ બાજુ રંભા કરતાં અધિક રૂપવાળી પેલી કન્યા પોતાના પરિવાર સાથે અમારા નગરમાં આવી પહોંચી. નવવધૂને મનહર વસ્ત્રાભૂષણ સજીને મુખકમળપર પત્રાવલિ ચીતરીને એવી શોભાયમાન શણગારી કે, નગરની સુંદર નારીઓ વૃદ્ધિ પામતા કુતૂહળથી તેને જેવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org