________________
૨૯૪
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત સ્વાદ પણ સ્વાષ્ટિ લાગે, પરંતુ તેનુ પરિણામ મૃત્યુમાં આવે છે, તેવી જ રીતે ભેગા ભાગવતી વખતે પ્રથમ સારા લાગે છે, સુખ આપનાર થાય છે, પણ તેનું છેવટનું પરિણામ દુઃખમાં આવે છે. સમગ્ર રસ અને શાકસહિત વિષવાળું ભાજન પ્રથમ તે આનદ વધારનાર થાય છે, પણ પરિણામે પ્રાણહરણ કરનાર થાય છે, તેમ વિષયભાગનુ સુખ પ્રથમ આનંદ આપનાર લાગે છે, પણ તેનું પરિણામ છેવટ ફળ પ્રાણહરણમાં આવે છે. હે નરાધિપ! આ આ અસ્થિર સંસાર–વૃદ્ધિના કારણભૂત ભાગેાથી તને પણ કાઈ લાભનું કારણ નથી, માટે તુ પણ્ યતિધને અંગીકાર કર ’’
આ સાંભળીને બ્રહ્મદ કહ્યું-હે ભગવત! મેં ઘણા ક્લેશથી આ ભાગે મેળવ્યા છે. તેના ત્યાગ કરવા હું સમથ નથી.'
સાધુએ કહ્યું – તે દુઃખથી કેવી રીતે ભાગે મેળવ્યા, તે કહે’. રાજાએ કહ્યું સંચાગ, વિયાગ આદિ જે દુઃખ મેં અનુભવ્યું, જે જોયું, જે સાંભળ્યુ, તે એ કહેવામાં આવે તે મારું લાઘવ ઉત્પન્ન થાય, તે પણ તમારા સરખાને કહેવાથી લાઘવ ન થાય, લજ્જા થતી નથી, હલકાઈ, નિંદા, કે અપયશ થતા નથી. જો કે પેાતાની વીતક હકીકત ખીજાને કહેવામાં લઘુતા થાય છે, તે પણ હું શ્રેષ્ઠમુનિ ! તમારા સરખાને કહેવાથી લાભનું કારણ થાય છે. તે વે આપ સાંભળે
-
અહિ... ‘કાંપિલ્ય’ નામના મહાનગરમાં સમગ્ર શત્રુ-સમૂહને નિર્મૂલ કરનાર, ભીમ અને કાન્ત ગુણુવાળા બ્રહ્મ' નામના અમારા પિતાજી રાજા હતા. તેમને અત્યંત ઉત્તમ વંશમાં થયેલા ચાર મેાટા રાજએ સાથે મિત્રાચારી હતી. તે આ પ્રમાણે :- કાશીદેશના રાજા કટક, ગજપુરના રાજા કરેછુદત્ત, કોશલદેશના અધિપતિ પુષ્પચૂલ, અને ચંપાના સ્વામી દીર્ઘરાજા. તેઓની મિત્રતા એવી દૂધ-પાણી સરખી હતી કે, તેએ એક-બીજાના વિયાગ ક્ષણવાર પશુ સહન કરી શકતા ન હતા અને સાથે જ ક્રમસર ચારેના રાજ્યમાં વિવિધ કીડા અનુભવતા એક એક વરસ રહેતા હતા. એ પ્રમાણે સંસાર વહી રહેલા હતા.
કોઈક સસયે ‘બ્રહ્મ' રાજાની ‘ચુલની' મહાદેવીના ગર્ભમાં ચૌદ સ્વપ્રસૂચિત ચક્રવતિ પણે હું ઉત્પન્ન થયા. કાલક્રમે મારા જન્મ થયા. શરીરપુષ્ટિ અને કલા-ગુણાથી હું વૃદ્ધિ પામવા લાગ્યા. હું ખરવરસના થયા, ત્યારે મારા પિતાજી કાલધમ પામ્યા. પિતાના મિત્રોએ મરણાત્તર કાર્યો કર્યાં. પછી પિતાના મિત્રોએ કટકાદિકે પરસ્પર મંત્રણા કરી એવે નિર્ણય કર્યો કે, જ્યાં સુધી આ બ્રહ્મદત્તકુમાર શારીરિક અળવાળો ન થાય, ત્યાં સુધી આપણામાંથી એક એક રાજાએ ક્રમસર એક એક વર્ષે રાજ્ય-કારભાર સંભાળવા. એમ મંત્રણા કરીને સની સમ્મતિથી દીઘ” રાજાને સ્થાપ્યા. ખીજાએ પેાતપેાતાના રાજ્યમાં ગયા.
તેએ ગયા પછી દીર્ઘરાજા સમગ્ર સામગ્રીવાળું રાજ્ય પાલન કરતા હતા. પ્રથમને પરિચય હેાવાથી, પ્રભુપણાનુ અભિમાન ઉત્પન્ન થવાથી રથા, અશ્વો, હાથીએ વગેરેની સારસંભાળ તે કરતા હતા, ભડાર જોતા હતે, સમગ્ર સ્થાનકોમાં દૃષ્ટિ ફેરવતા હતા, અંતઃપુરમાં પ્રવેશ કરતા હતા, મારી માતા સાથે મંત્રણા કરતા હતા. ત્યાર પછી ઇન્દ્રિયા દુઃખે કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org