________________
બલદેવને પ્રતિબંધ
૨૭૩ પ્રદેશમાં દાવાગ્નિમાં સર્વથા બળી ઠુંઠા થઈ ગયેલા એક વૃક્ષને પાણી સિંચતા પુરુષને જે. બલરામે તેને કહ્યું, “દવાગ્નિથી મૂળ સુધી સર્વથા બળી ગયેલા આ વૃક્ષના મૂળમાં ખાડો ખાદી પાણી સિંચે છે, પણ તેને પલવાંકુરે કોઈ દિવસ ફૂટે ખરા? દેવે જવાબ આપ્યો કે, જો આ તારો મલે ભાઈ જીવતે થાય તે પછી આને નવાં પાંદડાં કેમ ઉત્પન્ન ન થાય ? ફરી બીજે સ્થળે જતાં એક ગોવાળ-પુત્રને ગાયના મસ્તકના હાડપિંજરને લીલી ઘાસની ધરો આપતે છે, તે જોઈ બલરામે તેને કહ્યું કે, માંસ વગરનાં એકલાં હાડકાં ધારણ કરનારી આ તારી ગાય જીવતી થાય ખરી? કે નિરર્થક ઘાસ કાપી તેના પાસે ઢગલો કરવાને પ્રયત્ન કરી આત્માને પરિશ્રમ આપે છે? તારી મૂઢતા, નિર્વિવેકીપણું, અજ્ઞાનતા કેવા પ્રકારનાં છે! ખરેખર ગોવાળીયા, નામને તે સાર્થક કર્યું. ત્યારે દેવે કહ્યું કે, જે તારે મરેલે ભાઈ જીવતો થાય, તે આ કેમ જીવતી ન થાય?
તે સાંભળીને જાણે ચેતના આવી હોય, ભાન આવ્યું હોય તેમ અતિશય ખુશ થઈને ચારે દિશા તરફ નજર કરી. મરેલા કલેવરને બરાબર તપાસ્યું. શું આ કૃષ્ણ સાચે સાચ મૃત્યુ પામે છે કે જે બંધુના નેહથી હોય તેમ પ્રતિબંધ કરવાના બાનાથી આમ બેલે છે?
આ સમયે પિતાનું સ્વરૂપે પ્રગટ કરીને સિદ્ધાર્થ દેવે કહ્યું-“અરે હલાયુધ બળરામ! હું તે તમારે સિદ્ધાર્થ નામને સારથિ હતો. ભગવંત અરિષ્ટનેમિની કૃપાથી ચારિત્ર લઈ તપ-વિશેષનું સેવન કરી દેવ થયો છું. દીક્ષા લેવાના સમયે તમે મને કહેલું હતું કે, “તારે મને પ્રતિબંધ કરે.” તે વચનનું સ્મરણ કરીને અહીં તમારી પાસે આવ્યો છું. તે હે મહારાજ! ફેગટ તમારા આત્માને તમે નિરર્થક શા માટે કલેશ આપે છે? જુઓ ! હે સુપુરુષ! તમારા સરખા સમજદાર પુરુષ જો શક-પિશાચથી ઠગાઈ જશે, તો પછી મંડળવાળા બીજા નરેન્દ્રોની કઈ ગણતરી? હે હલેશ! તમારા સરખા પણ જે શેકથી વ્યાકુળ થઈ જાય, તો હે ધીરપુરુષ! અવલંબન રહિત ધર્યની કસોટી કેવી રીતે થશે? અલ્પબુદ્ધિવાળા મનુષ્યની અલ્પ સંપત્તિ કે વિપત્તિઓ જેવી રીતે વિકાર પામે છે, તેમ મહાબુદ્ધિશાળી મનુષ્યો ભારી સંપત્તિ કે વિપત્તિમાં વિકાર પામતા નથી એટલે ધે હારતા નથી. ધીરપુરુષનાં હૃદયે સુખમાં જેમ તાજા રસવાળાં કમલપત્ર સરખાં કોમળ હોય છે, તેમ સુખના અંતમાં અર્થાત્ વિપત્તિમાં વજ સરખાં કઠોર થાય છે.
ગુપ્ત મુખાકૃતિ રાખનાર અને સમગ્ર મનેભાવને પ્રગટ ન કરનાર એવા સજ્જન પુરુષની કસોટી આપત્તિમાં પરાક્રમ દાખવવું તેથી સિદ્ધ થાય છે. બીજા સામાન્ય પુરુષે પણ આપત્તિમાં મૂંઝાતા નથી, સંકટ સમયમાં વિષાદ પામતા નથી, તે પછી તમારા સરખા તે ચાહે તેવી આપત્તિમાં મૂંઝવણ અને સંકટમાં વિષાદ પામે નહિં.
વળી એ વાત તમે કેમ ભૂલી જાવ છો કે, ભગવંત કથા કરતા હતા, ત્યારે વચમાં પ્રશ્ન કર્યો હતે–ત્યારે દ્વારકા નગરીને દાહ થશે અને છેવટે કૃષ્ણનું જરાકુમારના હાથે મૃત્યુ થશે વગેરે હકીક્ત કહી હતી. પછી કલેવરને નીચે મૂકીને સિદ્ધાર્થ ઉપર સ્નેહ ઉત્પન્ન થવાથી આલિંગન આપ્યું અને બલરામે પૂછ્યું કે, “ આ સ્થિતિમાં હવે મારે શું કરવું?” દેવે કહ્યું -સાંભળે હે હલાયુધ ! હિંસા, જૂઠ, પારકી વસ્તુ ગ્રહણ કરવી, મૈથુન અને પરિગ્રહ તથા રાત્રિભોજન આ પાપ ન કરવાની પ્રતિજ્ઞારૂપ વિરતિને સ્વીકાર કરે. તે સમયે સમવસરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org