________________
બલદેવનાં વિલાપ-વચને
૨૦૧
પછી બલરામે કહ્યું- હું કૃષ્ણ ! અત્યારે શું આ નિદ્રા કરવાના સમય છે ? અત્યારે સંધ્યાસમય થયેા છે. ઉત્તમ પુરુષ! સંધ્યા-સમયે નિદ્રા લેતા નથી. વળી આ ભયંકર અરણ્ય છે, ઘેાર અંધકારવાળી આ રાત્રિ છે, ભયંકર પ્રાણીએ અત્યારે અટવીમાં ભ્રમણ કરી રહેલા છે. કેસરીસિંહ ગજા રવ કરે છે. શાલે પુકારવ કરે છે, મહાવરા-સૂઅરે! ઘૂરકે છે, વાઘ, રીછ વગેરે ાપદો રાત્રે ફરનારાઓ બહાર નીકળ્યા છે. શું આ તને ખબર નથી કે- રાત્રિ ઘણા વિઘ્નવાળી હાય છે! અત્યારે તારા વગરના હું એક્લા, અનાથ, શરણુ વગરના, જાગી રહેલા છું, તે તને દેખાતું નથી ? કાયરપુરુષની માફક આમ લાંખી નિદ્રાની અભિલાષા કેમ કરી ? શુ' હજી રાત્રિ પાકી છે? મેટા તારાએ જ માત્ર ચમકી રહેલા છે. પૂર્વસંધ્યા પ્રગટી છે. ઉદયાચલ ઉપર સૂર્ય આરૂઢ થયા છે- એમ થવા છતાં હજુ કેમ જાગતા નથી ? એવા ઘણા પ્રકારના સ્નેહુવાળા શબ્દો ભળાવતા, અરણ્ય-દેવતાઓને નિવ્રુતે, વનસ્પતિને નિવેદ્યન કરતા, મદ ચડ્યો હોય તેમ, ગ્રહને। વળગાડ વળગ્યા હાય તેમ, સૂર્યોદય-સમયે · હૈ ભાઈ ! સવાર પડી છે, હવે અહી રહેવાથી શું? ચાલેા આગળ પ્રયાણ કરીએ.’ એમ કહીને મૃત-કલેવરને ઊંચકીને ખાંધ પર લીધુ. ખેડાળ દેખાય તેમ જ ઘાને સ્થાપતા ઊંચી-નીચી ભૂમિમાં સ્ખલના પામતા ચરણવાળા, શૂન્ય દૃષ્ટિથી જોતા આમ-તેમ ભ્રમણ
કરવા લાગ્યા.
વર્ષાકાળ
ત્યાર પછી માળ પરથી ગબડી પડેલાને પાદપ્રહારની જેમ, મેટા પ્રહાર વાગવાથી આકુળવ્યાકુળ થયેલાને ઉચ્છ્વાસની જેમ, શ્યામ રંગના દિશામુખમ`ડલવાળા, ખલપુરુષ સરખા જળધારારૂપ માણસમૂહને છેડનાર શિકારી સરખા વર્ષાકાળ આવી પહોંચ્યા. જે વર્ષાકાળમાં ખિલાડીના ટાપ એ નામની વનસ્પતિ ચૂંટે છે, અંકુરા જમીનમાંથી બહાર નીકળે છે, લતાસમૂહો પુષ્પાથી વિકસિત થાય છે, કદમ્બ-પુષ્પા મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, કેતકી પુષ્પાના પરિમલ વિસ્તાર પામે છે. મયૂરાના કેકારવ શબ્દો સભળાય છે. કોયલ-કુટુમ્બના મધુર શબ્દવિસ્તાર પામે છે. ભ્રમણ કરતા ભ્રમર-કુલના ગુ ંજારવ ચારે દિશામાં ફેલાય છે. વળી—
ઝૂલતા શ્યામ અતિજલપૂર્ણ મેઘ સાથે છેડા પર્યંતનું પૃથ્વીતલ મળેલ હોવાના કારણે જાણે પેાતાના શાક અને વિષાદરૂપ કાળા કમલથી ઢાંકેલુ હાય તેવા આકાશને જોતા હતા. એક સરખી સતત જાડી ધારાવાળી વર્ષા પડવાથી નેત્રસૃષ્ટિ જેમાં, રાકાઈ ગએલ છે જાણે નિર ંતર વહેતા અશ્રુજળના પ્રવાહમાં તળ હોય, તેવા જગતને દેખતા હતા. વિકસિત કદ અ-પુષ્પના ઉછળતા અત્યંત પરિમલમાં ભળેલ ગધવાળા, વિષવૃક્ષથી ઉત્પન્ન થએલ પવનવડે જાણે મુહૂત સુધી મૂર્છા પામતો રહ્યો. નવીન ફૂટતા શિલિન્ત્ર પુષ્પના કદલ (અંકુરા) સાથે સંબંધવાળા વાયુ વડે વનમાં તરત અધિકપણે શાકાગ્નિ પ્રજવલિત થતા હતા.
જલંધરના જળના સમૂહથી વેગના કારણે ઉછળતા તરંગાથી મલિન થએલ વિસ્તારવાળી પૃથ્વી તેના શરીરની જેમ રેલાવા લાગી. અલ્પ-વિકસિત શિલિન્ધ્ર-છત્ર વૃક્ષાના દલના ઉછળતા પરિમલથી એકઠાં થતાં ભ્રમરકુલે જાણે ખલદેવના ભારી શાકાગ્નિ સાથે દૃઢ સંબંધવાળા ધૂમસમૂહ હાય તેમ જણાતા હતા. શબ્દ કરતા સારંગ, દેડકા અને મેરે કરેલા પ્રચંડ કેકારવના આનાથી જાણે તેના શેકથી વ્યાકુલ થયેલ નિસ્સહ પૃથ્વીપીઠ ગાઢ રુદન કરતું ન હાય? આ પ્રમાણે તીવ્ર શાકથી વૃદ્ધિ પામેલા વિષાદવાળા બલરામ અરણ્યમાં પરિભ્રમણ કરતા હતા, સમયે ગંભીર ગર્જના કરતા વર્ષોંકાળ પહાંચ્યા. મેઘ ભયકર રીતે એકદમ તૂટી પડ્યો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org