________________
૨૫૬
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત હાથીના કુંભસ્થળમાં ઉત્પન્ન થયેલાં ઉછળેલાં ઘણાં મુકતાથી પૂજિત ભૂમીતલવાળા યુદ્ધના મેખરે ભલે પ્રહાર કરવા પડે, પરંતુ ભય તથા ગભરાટથી ચંચળ કીકીવાળાં નેત્રોથી સમગ્ર દિશા તરફ નાસી જવા માટે નજર કરતા, વૃક્ષના ગહનમાં સ્વેચ્છાએ ગમન કરતા, બેસતા અને આનંદ પામતા, ઘણા પત્રવાળા કેમલ તૃણકુરનું ભક્ષણ કરી પુષ્ટ દેહ કરનારા, જંગલમાં વૃદ્ધિ પામેલા એવા પશુગણ ઉપર પ્રહાર કરી શકાય નહિ, તેઓને વાડામાંથી મુકત કરીશ, તે હે સારથિ ! તને પણ ધર્મ થશે.” એમ કહીને સારથિ પાસે પશુગણને છોડાવ્યું
ત્યાર પછી રથ પાછો ફેરવાવીને નગરીમાં પ્રવેશ કર્યો. છેદાયેલા સ્નેહપાશવાળા ભગવંતે સમુદ્રવિજય વગેરે યાદ તથા શિવાદેવી પ્રમુખ સ્ત્રીવર્ગ તેમ જ બલરામ, દામોદર આદિ મોટાનાનાભાઈઓની દીક્ષા માટે અનુમતિ માગી. ત્યાર પછી ઈદ્રમહારાજાએ અર્પણ કરેલ મોટી શિબિકામાં આરૂઢ થઈને લોકાંતિક દેના સમૂહથી પ્રેરાએલા પ્રભુ દીક્ષા માટે પ્રયાણ કરવા લાગ્યા. ત્યાર પછી અશ્રુજળપૂર્ણ નેત્રવાળી યાદવ નરેન્દ્રોની સુંદરીઓ વડે દર્શન કરાતા, મહાનેહપૂર્ણ ગદ્દગદાક્ષરવાળી બંધવર્ગની વાણી સાંભળતા, સમગ્ર લેકના મનરને દુર્લભ એવી જોગ-સંપત્તિને ત્યાગ કરીને, ક્ષપશમ પામેલા ચારિત્રમેહનીય કર્મવાળા, તેવા પ્રકારના ઉલ્લાસ પામતા પરિણામ અને જીવવીર્યવાળા ભગવંતનગરમાંથી બહાર નીકળ્યા. ઘણા વૃક્ષવાળા, ઉત્પન્ન થયેલ પુષ્પના મકરંદમાં લીન થએલા ચંચળ ભ્રમર-કુલવાળા રૈવત’ નામના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં સર્વાભરણોનો ત્યાગ કરીને, તથા “નમો સિદ્ધાળ”—-“સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ—એમ બોલીને પાપવ્યાપાર છેડીને સામાયિક અંગીકાર કરીને, સમગ્ર બંધુવર્ગને વિસર્જન કરી, ઘેર્યબલ રૂપ બખ્તર ધારણ કરીને જેમણે પોતાના આત્મબલના પ્રભાવથી પરિષહસેના જિતેલી છે તેવા, વિચારવા પણ મુશ્કેલ પડે તેવા તપના પ્રકારનું સેવન કરતા, પૃથ્વીમંડલમાં વિચરતા વિચરતા ઉ ન્ત' નામના પર્વત ઉપર પ્રભુ પધાર્યા.
તે પર્વત કે છે? મનહર વૃક્ષે ઉપર વિકસિત થએલા પુષ્પવાળા, પુષ્પના કેસરાના સમૂહમાંથી ઉત્પન્ન થયેલ અને ઉછળેલ મકરંદ વાળા, મકરંદના પ્રચંડ ગંધમાં લુબ્ધ થએલ ભ્રમરોએ કરેલા ગુંજારવથી મુખર એ “ઉજ્જયંત’ પર્વત, વળી કે ? વિશાળ શિલાતટના મધ્યભાગમાં નજીક નજીક રહેલા એક બીજા સાથે જોડાએલા મજબૂત નિતંબ–પ્રદેશવાળા, વિવિધ પ્રકારની ઊંચાઈવાળાં ફેલાએલા શિખરે હોવાથી એક હોવા છતાં જાણે અનેક રૂપવાળ ન હોય ? જેમાં ફલ પ્રાપ્તિ થતી હોવાથી પક્ષીગણેને જેણે સુધારહિત, શાન્ત, હર્ષિત કરેલા છે. તથા જ્યાં મંદ પવનથી કંપવાના કારણે વને જાણે નૃત્ય કરતાં હોય તેવા, વળી જેમાં વિશાળ ઊંચા સ્થાનેથી પડતા અને મધુર શબ્દ કરતાં ઝરણાંઓના પતનનાભયથી ઉત્પન્ન થએલ શોકસમૂહના કારણે જાણે પર્વત ઉદન કરતે ન હોય? આ પ્રમાણે સૌન્દર્યના કારણે ત્રણ ભુવનની સ્પર્ધા કરનાર, અનંત દુઃખને મેક્ષ જેમાં પ્રાપ્ત કર્યો છે, એવા ઉજજયંત પર્વત પર અરિષ્ટનેમિ પ્રભુ પધાર્યા, જે પર્વતમાં સમાગમ કરવાની અપૂર્વ અભિલાષાવાળી વિલાસિનીના જંગમાં ઉત્પન્ન થએલ શ્વેત જળબિંદુઓથી વ્યાસ અને ફિકકા કપિલમંડલવાળી દેવાંગનાઓના સમૂહથી આશ્રય કરાયેલા જળનાં નિર્ઝરણાઓ મનનું હરણ કરતા હતા. વળી જ્યાં ઉલ્લાસ પામતી કાંતિવાળી ભિતે સાથે લાગેલા સ્ફટિકપાષાણે અને મરક્ત સમાન નીલવર્ણવાળા અને કોમળ કંપતા પલ્લાની અંદર રહેલાં લતાગૃહ નગરનારીઓને મેહિત કરતાં હતાં, ઊંચી જાતિના સુવર્ણ સમૂહવાળા, આકાશને સ્પર્શ કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org