________________
૨૩૫
હરિપેણ, જય ચક્રવત, અરિષ્ટનેમિ તીર્થકર, કૃષ્ણ વાસુદેવ, બલદેવ ચકમાર્ગને અનુસરતા તેણે પહેલાના કમ પ્રમાણે છ ખંડવાળું ભરતક્ષેત્ર સ્વાધીન કર્યું. ચૌદ મહારને, નવ નિધા, બત્રીસ હજાર મુકુટ-બદ્ધ રાજાઓ, ચેસઠ હજાર સુંદર રમણ પ્રાપ્ત કર્યા. તે ચક્રવતી ભોગો ભેગવીને, વૈરાગ્ય ઉત્પન્ન થયે ત્યારે તણખલા માફક રાજ્યલમીને ત્યાગ કરીને, શ્રમણપણું અંગીકાર કરીને, કેવલજ્ઞાન ઉપાર્જન કરીને, નમિતીર્થકર ભગવંતના તીર્થમાં સિદ્ધિ પામ્યા.
શ્રીમહાપુરુષ ચરિત વિષે હરિષણ ચક્રવર્તીનું ચરિત્ર સમાપ્ત થયું. [૪૭]
(૪૮) જ્ય ચક્રવર્તીનું ચરિત્ર હરિફેણુ ચક્રવતી થયા પછી ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા, ચૌદ ધનુષ ઊંચી કાયા વાળા જય નામના ચકવતીનું ચરિત્ર કહેવાય છે
જંબુદ્વિપ નામના આ જ દ્વિપ વિષે, ભરતક્ષેત્રમાં વાણારસી' નામની નગરી હતી. ત્યાં જય” નામના રાજા હતા. ઉત્પન્ન થયેલા ચક્રરત્નવાળા તેણે તે જ પ્રમાણે ભરતક્ષેત્રને જિયું. 2ષભકૂટ પર્વતને પોતાના નામથી અંકિત કર્યો. કેમે કરી દિશાપાલાને વશ કર્યા. ભરતક્ષેત્રને શત્રુરહિત બનાવી ભેગવ્યું. નમિતીર્થકરનું તીર્થ પ્રવર્તતું હતું અને હજુ નેમિતીર્થકર ભગવંત ઉત્પન્ન થયા ન હતા, ત્યારે જય ચક્રવર્તી સમગ્ર દુઃખરહિત એવા મેક્ષમાં ગયા.
શ્રીમહાપુરુષ–ચરિતમાં જ્ય ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૮].
(૪૯-૫૦-૫૧)શ્રી અરિષ્ટનેમિ તીર્થકર, કૃષ્ણ વાસુદેવ, બલદેવના ચરિત્ર
હવે અરિષ્ટનેમિ તીર્થકર ભગવંત, કૃષ્ણ વાસુદેવ અને બલદેવ બલદેવના પરસ્પર સંબં ધવાળાં ચરિત્રો કહીએ છીએ-નમિનાથ ભગવંતને પાંચ લાખ વર્ષ ગયા પછી અરિષ્ટનેમિ કુમાર તીર્થંકર હરિવંશમાં ઉત્પન્ન થયા, માટે પ્રથમ હરિવંશની ઉત્પત્તિ કહેવી જોઈએ.
આ જગતમાં મહાસત્ત્વવાળા તેવા કેટલાક કલ્પવૃક્ષ સરખા ઉત્પન્ન થાય છે, જેમને અંકુર પણ પરહિત કરવામાં સમર્થ અને લાભદાયી નીવડે છે.
શીતલનાથ ભગવંત થઈ ગયા પછી અને શ્રેયાંસ સ્વામી ઉત્પન્ન થયા, તે પહેલાં એ બેના કાળ વચ્ચે હરિવંશ જેવી રીતે ઉત્પન્ન થયે, તે તમે સાંભળો.
જંબદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “કૌશામ્બી”નામની નગરી હતી. તેમાં સમગ્ર શત્રુમંડળને જિતનાર, પિતાના વદન-કમલથી ચંદ્રને ઝાંખો કરનાર યથાર્થનામવાળા "સુમુખ નામના રાજા રહેતા હતા. કેઈક સમયે “વીરક” નામના પોતાના સામત રાજાને ત્યાં પણ થઈને “ચંપા” નગરીએ ગયે. વીરક રાજાએ આ રાજાને ગ્ય સત્કાર કર્યો. વીરક રાજાની
પ્રભાવતી” નામની ભાર્યાને ભોજન-સમયે પીરસતી જોઈ. તેને જોઈને તેનાં રૂપ, યૌવન, લાવણ્યથી આકર્ષાયેલા માનસવાળ સુમુખ ચિંતવવા લાગે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org