________________
મલ્લિનાથ અને મુનિસુવ્રત સ્વામી તીર્થકરનું ચરિત્ર
૨૨૯ વિસ્તાર પામ્યું નથી. હે નાથ ! તમારા પ્રગટાવેલ તીર્થના ગવડે, નિષ્પાપ સદ્ગતિના માર્ગથી જ અનંત ભવ-સમુદ્રને સુખેથી લંઘન કરી જાય છે. તે તીર્થકર ભગવંત ! આપે સ્થાપેલ-પ્રવર્તાવેલ કરેલ તીર્થ વિષમ એવા વિષને પણ દૂર કરે છે, કેધથી તપેલા અંગને શાંતિ પમાડે છે, કલેશભાવને સમભાવમાં પલટાવે છે. તે તીર્થેશ્વર ! કરુણાના નાથ ! આપનું કાર્ય સાધવામાં આપ સજ્જ થાઓ અને દુઃખીજનેને ઉદ્ધાર થાય તેવું તીર્થ જગતમાં પ્રવર્તાવે.” આ પ્રમાણે લોકાંતિક દે વડે સ્તુતિ કરાયેલા લેકના મનને આનંદ આપનારા ભગવંતે મહાદાન આપીને ચારિત્ર અંગીકાર કર્યું. પ્રત્રજ્યાના દિવસે જ દિવ્ય કેવલજ્ઞાનઉદ્યોત પ્રગટ કર્યો. તે છએ જણ અને બીજાઓને પણ ગણધર-નિમિત્તે દીક્ષા આપી. એક હજાર વર્ષમાં કંઈક ન્યૂન સર્વ આયુષ્ય પૂર્ણ કરીને શેલેશીકરણ કરવાપૂર્વક “સમેત પર્વત” ઉપર મોક્ષે ગયા.
શ્રીમહાપુરુષ ચરિત વિષે શ્રીમલ્લિનાથ સ્વામીનું ચરિત્ર પૂર્ણ થયું (૪૧)
(૪૨) શ્રીમુનિસુવ્રત રવામીનું ચરિત્ર મલ્લિસ્વામીને ચેપન્ન લાખ વર્ષ વીત્યા પછી ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા વીશ ધનુષ ઊંચી કાયાવાળા શ્રીમુનિસુવ્રત સ્વામી ઉત્પન્ન થયા. કેવી રીતે ? તે કહે છે--
પ્રગટ ભુવનને વિષે ભુવનને ઉદ્ધાર કરવાના વ્યવસાયવાળા સ્વયં ઉત્પન્ન થાય છે કે, જેના વડે આ જગત મહા ઉત્તમ ગણાય છે.
ભરતક્ષેત્રમાં જનાપૂર્વકની રચના કરેલા ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચૌટાવાળું, સુવર્ણના ભવનોથી શોભાયમાન, જતી-આવતી સુંદર વિલાસિનીઓથી મનેહર, વિલાસ કરતા દેખાવડા જુવાને અને જનગણથી રમણીય, ફરકતી ધ્વજા-પતાકાવાળા મનહર સુવર્ણના દેવ-મંદિરની શ્રેણિઓથી અલંકૃત, સર્વ આચારનું કુલગૃહ, ધર્મનું રહેઠાણ અક્ષયનિધિના વૈભવવાળું “રાજગૃહે' નામનું નગર હતું. ત્યાં સમગ્ર શત્રુવર્ગને જિતનાર, સમગ્ર પ્રજા અને આશ્રિતે માટે મિત્ર એ “સુમિત્ર’ નામનો રાજા હતા. તે રાજાને વિકસિત પદ્મકમળ સરખા મુખવાળી ‘પદ્માવતી' નામની પટ્ટરાણી હતી. તેની સાથે રાજાને વિષયસુખ અનુભવતાં દિવસે પસાર થઈ રહેલા હતા. આમ કાળ પસાર થતા હતા. કેઈક સમયે જળપૂર્ણ મહામેઘવડે રેકાઈ ગયેલ સૂર્યકિરણે વાળી વર્ષાઋતુના સમયની રાત્રિમાં નિરંતર મુશલ–પ્રમાણ ધારાથી મુખરિત થયેલા ચાતક-સમૂહવાળી, ચમકતા શ્યામ મેઘના ગડગડાટ કરતા લાંબા મધુર ગંભીર શબ્દો ફેલાવાના કારણે બધિરિત થયેલ સમગ્ર દિશાવાળી, વિજળીથી પ્રકાશિત થયેલ વન, પૃથ્વી, પર્વત અને આકાશ વાળી, પૃથ્વી અને આકાશને સંપુટ ઉઘડવાથી પરસ્પર એકઠા મળેલ લેક હંમેશાં જેમાં કીડા કરી રહેલા છે, આવા પ્રકારની વર્ષાઋતુમાં શ્રાવણમાસની અંતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org